• Home
  • News
  • ફેક TRP કેસ:મુંબઈ પોલિસે 1400 પેજની ચાર્જશીટ રજૂ કરી, રિપબ્લિક ટીવીના અધિકારી સહિત 12 આરોપી
post

મુંબઈ પોલીસે ગયા મહિને TRP કૌભાંડનો ખુલાસો કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-25 12:27:11

કથિત ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ (TRP) કૌભાંડની તપાસ કરતી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે મેજિસ્ટ્રેટ કોર્ટમાં 1400 પેજની ચાર્જશીટ રજૂ કરી હતી. તેમાં રિપબ્લિક ટીવીના ડિસ્ટ્રીબ્યૂશન હેડ ઘનશ્યામ શર્મા સહિત 12 આરોપીઓના નામ છે. ચાર્જશીટમાં ઓડિટર્સ અને ફોરેન્સિક એક્સપર્ટ સહિત 140 લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા છે. બે આરોપીઓને પણ સરકારી સાક્ષી બનવા માટે અરજી આપવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, આગામી તપાસ પછી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ રજૂ કરવામાં આવશે.

કથિત ટીઆરપી કૌભાંડ ગયા મહિને ત્યારે સામે આવ્યો જ્યારે રેટિંગ એજન્સી 'બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સલિંગ' (BARC)એ હંસા રિસર્ચ ગ્રૂપ દ્વારા ફરિયાદ નોંધાવી હતી કે અમુક ટેલિવિઝન ચેનલ રેટિંગના આંકડામાં હેરફેર કરી રહ્યા છે.

ચેનલોને જાહેરાત ટીઆરપીના આધારે જ મળે છે. મુંબઈ પોલીસના આયુક્ત પરમબીર સિંહે ગયા મહિને દાવો કર્યો હતો કે, રિપબ્લિક ટીવી અને બે મરાઠી ચેનલ- બોક્સ સિનેમા અને ફત્ક મરાઠી ટીઆરપીના આંકડામાં ચેડા કરી રહ્યા છે. જોકે રિપબ્લિક ટીવી અને અન્ય ચેનલોએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે.

આરોપી ચેનલોના માલિકોને પોલીસે ફરાર આરોપી ગણાવ્યા
ચાર્જશીટમાં પોલીસે આરોપીઓ સામે કલમ 409, 420, 465, 468, 406, 120 બી, 201, 204, 212 અને 34 લગાવી છે. આ કેસાં અત્યાર સુધી 12 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમાં રિપબ્લિક ટીવીના ડિસ્ટ્રીબ્યૂશન હેડ ઘનશ્યામ શર્મા પણ સામેલ છે. પોલીસે રિપબ્લિક ટીવી, ન્યૂઝ નેશન, ફત્ક મરાઠી, બોક્સ સિનેમા અને વાઉ ચેનલો વિરુદ્ધ પૈસા આપીને નકલી ટીઆરપી મેળવવાનો આરોપ લગાવ્યો છે. આ ચેનલોના સંચાલકો અને માલિકોને પણ ફરાર આરોપીઓ ગણાવ્યા છે.

પોલીસનો દાવો છે કે, પકડાયેલા ઘણાં આરોપીઓ, ચેનલના અધિકારીઓ અને જે લોકોના ઘરોમાં ટીઆરપી મીટર લગાવવામાં આવ્યા હતા, તેમના સંપર્કમાં હતા. આરોપીઓએ ચેનલો પાસેથી પૈસા લઈને ચેનલ જોવાની વાત સ્વીકારી હતી. લેપટોપ, ફોન અને બેન્ક ખાતામાંથી પણ પુરાવા મળ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post