• Home
  • News
  • મુંબઈનું સૌથી વ્યસ્ત સ્ટેશન CST મુસાફરો અને તાજમહેલ પ્રવાસીઓની રાહમાં, દિલ્હીનું દિલ કનોટ પ્લેસના ધબકારા બંધ
post

લોકડાઉનથી અમૃતસરના સુવર્ણ મંદિરથી માંડી હૈદરાબાદના ચારમીનાર સુધી બધું વેરાન જોવા મળી રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 12:14:17

નવી દિલ્હી.  કોરોના વાઈરસથી આખો દેશ ઘરોમાં કેદ છે. રસ્તાઓ પર સન્નાટો છવાયો છે. શેરીઓ સૂની પડી ગઈ છે. તમામ મોટા શહેર અને જાણીતા પર્યટન સ્થળ પર જ્યાં રોજ હજારો લોકો લાખો લોકો ભાગતા દોડતા જોવા મળતા હતા, આજે એ તમામ થોભી ગયા છે. દેશનું સૌથી મોટું અને ભીડવાળું રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી ટર્મિનસ મુસાફરોની રાહ જોઈ રહ્યું છે. અહીંયા ટ્રેન થાકેલી હારેલી જોવા મળી રહી છે. મોહબ્બતનો મહેલ તાજમહેલ આજે એકદમ ખાલી છે. જેના આંગણામાં હંમેશા આખી દુનિયાથી આવેલા તેના ચાહકોનો જમાવડો રહેતો હતો, આજે એ ફરી વિઝીટર્સની રાહ જોઈ રહ્યો છે.


 
દિલ્હીનું દિલ કનોટ પ્લેસના પણ ધબકારા જાણે બંધ થઈ ગયા છે. અહીંયા બંધ પડેલી દુકાનો જાણે વેન્ટીલેટર પર છે અને તે એ આશામાં જીવે છે કે થોડા દિવસોમાં આ વાઈરસ જતો રહેશે તેમની શેરીઓમાં ફરી ખરીદી ચાલું થઈ જશે. આ દેશબંધી વચ્ચે આવા જ જાણીતા સ્થળોની ન જોઈલે તસવીરો અને તેની કહાની તમારા માટે..

1.
છત્રપતિ શિવાજી ટર્મિનસઃ આના 19 પ્લેટફોર્મ પરથી દરરોજ 1520 ટ્રેન પસાર થાય છે, અહીંયાથી 167 વર્ષ પહેલા પહેલી વખત ટ્રેન ચાલી હતી 

મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ ભારતનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે. આ ઐતિહાસિક ધરોહર પણ છે. તેના 19 પ્લેટફોર્મથી દરરોજ 1250 લોકલ અને લાંબા અંતરના ટ્રેનની અવર જવર થાય છે. પરંતુ આજે સ્ટેશનની બહાર અને અંદર પુરી રીતે સન્નાટો છવાયો છે. ખાસ વાત તો એ છે કે 16 એપ્રિલે ભારતીય રેલવેએ 167 વર્ષની સફર પૂરી કરી લીધી છે. 1853માં આ જ દિવસે દેશમાં પહેલી પેસેન્જર ટ્રેન શરૂ થઈ હતી. પરંતુ કોરોનાના કારણે આજે બધું ઠપ છે. 

 

·         16 એપ્રિલ, 1853ના રોજ મુંબઈના બોરીબંદર (હાલના છત્રપતિ શિવાજી ટર્મિનસ)થી થાણે સુધી સૌ પ્રથમ વખત ભારતીય ટ્રેન દોડી હતી. 

·         ભારતમાં રોજ 20,000થી વધુ પેસેન્જર ટ્રેન દોડે છે. જેમાં 3500થી વધુ ટ્રેન લાંબા અંતરની છે. રોજ આશરે અઢી કરોડ લોકો ભારતીય રેલવેમાં મુસાફરી કરે છે.

2 ગેટવે ઓફ ઈન્ડિયાઃ અહીંયા માત્ર પંખીઓ ફરકી રહ્યા છે, અને બીજી બાજુ માત્ર સમુદ્રની લહેરોનો અવાજ સંભળાઈ રહ્યો છે 
 
મુંબઈમાં આવેલા ગેટવે ઓફ ઈન્ડિયાનું નિર્માણ ડિસેમ્બર 1911માં કિંગ જ્યોર્જ અને રાણી મેરીની ભારત યાત્રા માટે કરવામાં આવ્યું હતું. લોકડાઉનના કારણે ગેટવે ઓફ ઈન્ડિયા અને તેની આસપાસનો વિસ્તાર હાલ પુરી રીતે ખાલી છે. આ સમયે અહીંયા માત્ર પંખીઓ જોવા મળે છે. અહીંયા ઉઠતી સમુદ્રની લહેરોનો અવાજ ઘણો દુર સુધી સંભળાઈ રહ્યો છે.  સામાન્ય દિવસોમાં અહીંયા લગભગ 50 હજાર પર્યટક આવતા હતા.


3 કનોટ પ્લેસઃ દુનિયામાં 9મા સૌથી મોંઘા સ્થળ તરીકે તેની ગણના થાય છે 

 તસવીર દિલ્હીમાં આવેલા કનોટ પ્લેસની છે. દિલ્હીનું કનોટ પ્લેસ દુનિયામાં 9મું  મોંઘુ સ્થળ છે. સીબીઆરઈના રિપોર્ટ પ્રમાણે, અહીંયાના ઓફિસનું ભાડું વાર્ષિક અંદારે 9872 રૂપિયા પ્રતિ ચો. ફુટ છે. સીબીઆઈઈ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ છે. કનોટ પ્લેસમાં 200થી વધારે રેસ્ટોરન્ટ છે. જો દેશનું દિલ દિલ્હી છે તો દિલ્હીનું દિલ કનોટ પ્લેસ છે કનોટ પ્લેસ રાજધાનીનું સૌથી મોટું વ્યવસાયિક અને વ્યાપારિક કેન્દ્ર પણ છે. તેનું નામ બ્રિટનના શાહી પરિવારના સભ્ય ઈયૂક ઓફ કનોટના નામ પર રાખવામાં આવ્યું હતું. 

4. ઈન્ડિયા ગેટઃ શહીદોનું સ્મારક એકલું ઊભું છે, બસ તેમની યાદમાં અમર જવાનની જ્યોત ઝળહળી રહી છે.
વાત જ્યારે ભારતના ઐતિહાસિક સ્થળ અને ઈમારતોની કરવામાં આવે તો તેમાં ઈન્ડિયા ગેટનું નામ સૌથી મોખરે છે. યુદ્ધ સ્મારક તરીકે જાણીતું ઈન્ડિયા ગેટ દેશની રાજધાની દિલ્હીમાં રાજપથના નજીક છે. આ ગેટનું નિર્માણ 1931માં થયું હતું. સામાન્ય દિવસોમાં અહીંયા 20 થી 25 હજાર પર્યટકો આવે છે. પરંતુ હાલ કોરોના વાઈરસને કારણે ઈન્ડિયા ગેટ પુરી રીતે બંધ કરી દેવાયો છે. દિલ્હી પોલીસે આખા વિસ્તારમાં બેરિકેડિંગ કર્યું છે. તેની પર પોસ્ટર લગાવી લખ્યું છે કે અહીંયા આવવાની મનાઈ છે.

5. કાશીની ગંગા આરતીઃ કોરોના હોવા છતા આરતી તો રોજ થઈ રહી છે, બસ તેમા શ્રદ્ધાળુંઓના આવવા પર પ્રતિબંધ છે 
 કાશી ગંગાની આરતી તેની ભવ્યતા માટે જાણીતી છે. પણ પહેલી વખત એવું બન્યું જ્યારે દશાશ્વમેઘ ઘાટ પર થનારી ગંગા આરતીના આકારને નાનો કરી દેવાયો છે. આરતી હાલ પણ એક બે પૂજારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ અહીંયા શ્રદ્ધાળુઓના આવવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ગંગા આરતી કરાવનારા સ્થલ ગંગા સેવા નિધિએ આ નિર્ણય કોરોનાને ધ્યાનમાં રાખીને કર્યો છે. સામાન્ય દિવસોમાં ગંગા આરતી જોવા માટે લગભગ પાંચ હજાર શ્રદ્ધાળુઓ આવે છે. 

6. તાજમહેલઃ 49 વર્ષ બાદ તાજમહેલ બંધ થયો, દર વર્ષે અહીંયા 90 લાખથી વધું પર્યટકો આવે છે 

કોરોનાની બીકના કારણે તાજમહેલ પણ બંધ થઈ ગયો છે. આવું લગભગ 49 વર્ષ બાદ થયું છે જ્યારે તાજમહેલ બંધ થયો છે. આ પહેલા તાજમહેલ બંધ થયાવા લગભગ અડધી સદી પસાર થઈ ગઈ હચીય 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે તાજમહેલને બંધ કરાયો હતો. અહીંયા દર વર્ષે લગભગ 90 લાખથી વધું પ્રવાસીઓ આવે છે. ટુરિઝમ અને ચામડાના ઉદ્યોગથી આગરાને વાર્ષિક 6 હજાર કરોડની આવક થાય છે. પરંતુ કોરોનાના કારણે બધું ઠપ થઈ ગયું છે. 


7. ડલ સરોવરઃ શિકારા સવારથી સાંજ સુધી સરોવર કિનારે પર બંધાયેલા રહે છે,હાઉસ બોટ પણ ખાલી છે

 કોરોના વાઈરસની અસર કાશ્મીરના તમામ પર્યટક સ્થળો પર પણ પડી છે. ખાસ કરીને ડલ સરોવર પર જ્યાં પર્યટકોની અવર જવર જાણે બંધ થઈ ગઈ છે. અહીંયા બોટ શિકારા બંધુ સવારથી સાંજ સુધી બંધાયેલી સ્થિતિમાં જ રહે છે. કાશ્મીરમાં મે મહિનાનું બુકિંગ કેન્સલ થઈ ગયું છે. મોટાભાગની હોટલ પણ ખાલી પડી છે.


8. ટ્યૂલિપ ગાર્ડનઃ એશિયાના સૌથી મોટા ટ્યૂલિપ ગાર્ડનમાં 13 લાખ ફુલ ખીલ્યા છે,પણ તેને જોવા હવે કોઈ નહીં આવે 
 એશિયાના સૌથી મોટા શ્રીનગરના ઈન્દિરા ગાંધી મેમોરિયલ યટ્યૂલિપ ગાર્ડનમાં ફુલોની મોસમ આવી ગઈ છે. 30 એકરમાં બનેવા આ સુંદર ગાર્ડનમાં આ વખતે 55 પ્રકારના 13 લાખ ટ્યૂલિપ ખીલ્યા છે. કોરોના સંકટના કારણે આ વખતે ગાર્ડનમાં ફુલ જોવા માટે કોઈ નહીં આવે. પાર્ક સૂનો પડ્યા છે. ગત વર્ષે લગભગ દોઢ લાખ લોકો અહીંયા આવ્યા હતા, જેમાંથી એક લાખ બહારના પર્યટક હતા. હોલેન્ડથી દર વર્ષે ફુલ મંગાવવામાં આવે છે. આ પાર્કની શરૂઆત 2007માં થઈ હતી. 13 વર્ષમાં પહેલી વખત એવું બનશે જ્યારે કોઈ પર્યટક અહીંયા નહીઁ આવે. 

 

9. સુવર્ણ મંદિરઃ સામાન્ય દિવસોમાં અહીંયા એક સપ્તાહમાં એકથી દોઢ લાખ લોકો આવે છે, પરંતુ આ વખતે તૌ વૈશાખી પણ સૂની ગઈ છે 

લોકડાઉનના કારણે અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં સન્નાટો છે. દર વર્ષે વૈશાખી પર ગુરુદ્વારા સાહિબમાં લગભગ 60 હજારથી 70 હજાર શ્રદ્ધાળુ આવતા હતા, પરંતુ આ વખતે ઘણા ઓછા લોકો આવ્યા હતા . આ પવિત્ર સ્થળ પર સામાન્ય દિવસોમાં એક સપ્તાહમાં એકથી દોઢ લાખ લોકો અહીંયા આવે છે. શિરોમણી ગુરુદ્વારા સંચાલન કમિટિના લોકોને ઘરમાંથી જ પ્રાર્થના કરવા અને યુ-ટ્યુબ ચેનલ દ્વારા કીર્તન સાંભળવા માટે કહેવાયું છે. 


10. ચારમીનારઃ 115 કોરોના પોઝિટિવ મળ્યા આખો વિસ્તાર સીલ, આસપાસની 15 હજાર દુકાનો બંધ 

 હૈદરાબાદમાં દુનિયાની જાણીતા ચારમીનારની આસપાસનો વિસ્તાર પુરી રીતે સીલ છે. આ વિસ્તારમાં અત્યાર સુધી 115થી વધારે કોરોના પોઝિટિવ મળ્યા છે. છેલ્લા ચાર દિવસોમાં તો 62 દર્દી આવ્યા છે. આજ કારણે આ વિસ્તારને કોરોના કન્ટેન્ટમેન્ટ જાહેર કરી દેવાયો છે. ચારમીનારને માર્ચના મધ્યમાં જ લોકો માટે બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં આવેલા લગભગ 15 હજાર દુકાનો બંધ પડી છે. ચારમીનારનું નિર્માણ સુલ્તાન મોહમ્મદ કુલી કુતુબ શાહે 1591માં કર્યું હતું. જેમાં એક સ્મારક અને એક મસ્જિદ પણ છે. 

adv

Related News

post
post
post
post
post
post
post