• Home
  • News
  • ધનબાદમાં ફસાયેલો નદીમ બીમાર પત્નીની સારવાર કરાવવામાં અસમર્થ, 350થી વધુ ગરીબ પરિવારોને મફતમાં ખાવાનું આપી રહ્યો છે
post

નદીમની પત્ની છેલ્લા 4-5 મહિનાથી ફેટી લીવરની સારવાર કરાવી રહી છે, તેને અમુક ટેસ્ટ કરાવવા માટે કોલકાતા જવાનું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 10:40:11

ધનબાદ: કોરોનાવાયરસનો કહેર આખી દુનિયામાં છવાયો છે. ભારતમાં 21 દિવસના લોકડાઉનને 19 દિવસ માટે વધારવામાં આવ્યું છે. હવે 3 મે સુધી દેશમાં લોકડાઉન ચાલશે. આના લીધે ભારતીય સ્પિનર શાહબાઝ નદીમ પોતાની બીમાર પત્ની સમન અખ્તરની સારવાર કરાવવામાં અસમર્થ છે. લોકડાઉનના લીધે તે પોતાના સાસરે ઝારખંડના ધનબાદમાં ફસાયો છે. નદીમ અહીં 350થી વધુ ગરીબ પરિવારોને મફતમાં ખાવાનું આપી રહ્યો છે.

સમન અખ્તર છેલ્લા 4-5 મહિનાથી ફેટી લીવરની સારવાર કરાવી રહી છે. તેને અમુક ટેસ્ટ કરાવવા માટે કોલકાતા જવાનું હતું. મુજફ્ફરપુરમાં રહેનાર નદીમને પત્ની માટે ધનબાદમાં પત્ની માટે યોગ્ય મેડિકલ સુવિધા મળી રહી નથી.

ઝારખંડ-બંગાળ બોર્ડરથી નદીમને પાછો મોકલવામાં આવ્યો
નદીમે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે, "પત્નીના એમઆરઆઈ સહિત જરૂરી ટેસ્ટ કરાવવાના છે. અહીં ધનબાદમાં તપાસ કરી પરંતુ તે સુવિધા ઉપલબ્ધ નથી. બંગાળ સરકાર સાથે મદદ માટે વાત કરી હતી, પરંતુ માત્ર નિરાશા હાથ લાગી હતી. હાલમાં જ ધનબાદ જિલ્લા પ્રશાસનની પરવાનગી લીધા પછી નદીમ કોલકાતા માટે રવાના થયો હતો પરંતુ ઝારખંડ-બંગાળની બોર્ડર પર તેને રોકવામાં આવ્યો હતો. ધનબાદ ક્રિકેટ એસોસિયેશનના પૂર્વ સચિવ અને નદીમના બાળપણના કોચ એસએચ રહેમાને કહ્યું કે, તેને બંગાળમાં એન્ટ્રી મળી નહોતી. તેણે પોલીસ ઓફિસર્સને કહ્યું કે તેની પત્નીની તબિયત સારી નથી, પરંતુ કોઈએ તેની વાતનો ભરોસો કર્યો નહોતો.

નદીમે એકમાત્ર ટેસ્ટમાં 4 વિકેટ લીધી
નદીમ ભારત માટે માત્ર એક ટેસ્ટ રમ્યો છે. તેણે વિરાટ કોહલી હેઠળ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાં ડેબ્યુ કર્યું હતું. તેણે બંને ઇનિંગ્સમાં 104 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેણે 117 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 443 વિકેટ લીધી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post