• Home
  • News
  • અયોધ્યામાં મોદી, રામલલ્લાને કર્યા સાષ્ટાંગ પ્રણામ- હનુમાન ગઢીમાં આરતી ઉતારી; ચાંદીની શિલા લઈને ભૂમિપૂજન સ્થળ પહોંચ્યાં નૃત્યગોપાલ દાસ
post

તેમણે રામ જન્મભૂમિ પરિસરમાં પારિજાતનો છોડ લગાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-05 12:17:57

અયોધ્યા: આજે રામ નામનો દિવસ છે. વડાપ્રધાન મોદી અયોધ્યા પહોંચી ગયા છે. તેઓ પહેલાં હનુમાન ગઢી ગયા હતા અને ત્યાં તેમણે મંદિરમાં આરતી ઉતારી હતી. હનુમાન ગઢી જનારા અને રામલલ્લાના દર્શન કરનારા નરેન્દ્ર મોદી દેશના પહેલાં વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન મોદીએ રામલલ્લા સામે સાષ્ટાંગ પ્રમાણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે રામ જન્મભૂમિ પરિસરમાં પારિજાતનો છોડ લગાવ્યો હતો.

મોદીની ભાજપ પાર્ટીએ 10માંથી8 લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વાયદો કર્યો હતો અને સૌથી સારી વાત એ છે કે તેનું સૌથી પહેલું આમંત્રણ ઈકબાલ અંસારીને મોકલવામાં આવ્યું છે, જેઓ બાબરી મસ્જિદના પક્ષકાર રહ્યા હતા.

આઝાદી પછી મોદી એક માત્ર એવા વડાપ્રધાન છે, જેઓ આ પદ પર રહીને રામલલ્લાના દરબારમાં હાજર રહેશે. તેમના પહેલા ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી પોતે વડાપ્રધાન તરીકે અયોધ્યા પહોંચ્યા હતા પરંતુ રામલલ્લાના દર્શન કરી શક્યા નહતા.

મોદી 29 વર્ષ પછી અયોધ્યામાં
આ પહેલાં મોદી 1991માં અયોધ્યા ગયા હતા. ત્યારે ભાજપ અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ તિરંગા યાત્રા કાઢી હતી અને યાત્રામાં મોદી તેમની સાથે હતા. મોદીએ 2019માં લોકસભા ચૂંટણી વખતે ફૈઝાબાદ-આંબેડકર નગરમાં એક રેલી સંબોધિત કરી હતી, પરંતુ અયોધ્યા નહતા ગયા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post