• Home
  • News
  • પીએમ નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે
post

શહેરના ખંઢેરી સ્ટેડિયમ પાસે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ થનાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 2 ઓક્ટોબરના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 14:49:36

રાજકોટ: શહેરના ખંઢેરી સ્ટેડિયમ પાસે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ થનાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 2 ઓક્ટોબરના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમજ સિવિલ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. બાદમાં ગાંધી જયંતીને લઇને કબા ગાંધીના ડેલાની મુલાકાત લેશે, જાહેર સભા અંગે હજી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

કેન્દ્ર સરકારે 1200 કરોડના ખર્ચે 800થી વધુ બેડની સુવિધા ધરાવતી અત્યાધુનિક એઇમ્સ હોસ્પિટલ રાજકોટ ખાતે સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. આ માટે રાજ્ય સરકાર દ્વારા 120 એકર જમીન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં વડોદરા અને રાજકોટ ખાતે એઇમ્સ હોસ્પિટલની સ્થાપના માટે સ્થળ પસંદગી અંગે કમિટીની રચના કરી હતી અને આ કમિટીએ ભૌગોલિક પરિસ્થિતિ સહિત સ્થાનિક ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ, સ્થાનિક આંતરમાળખાકીય સવલતો અને દર્દીઓને સારવારલક્ષી લાભ વધુને વધુ કંઇ રીતે આપી શકાય તેને ધ્યાને રાખીને રાજકોટ ખાતે એઇમ્સ હોસ્પિટલ સ્થાપવાનો નિર્ણય કર્યો હતો.

ન્યુરોલોજી અને ન્યુરોસર્જરી, યુરોલોજી અને નેફ્રોલોજી, કાર્ડિયોલોજી અને કાર્ડિયોથરાસીસ સર્જરી (ઓપન હાર્ટ), બર્ન્સ, પ્લાસ્ટિક સર્જરી, ગેસ્ટ્રો એન્ટોલોજિસ્ટ, કેથલેબ, 4 બેડની આઈસીયુ, અત્યાધુનિક 8 ઓપરેશન થિયેટર, તમામ વોર્ડ અને લોબી ફુલ એસી, ઓટોમેટિક ડીજી (પાવર કટ નહીં) સહિતની સુપર સ્પેશિયાલિટી સારવાર મળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post