• Home
  • News
  • NASAની કમાન ભારતવંશીને:ભારતીય મૂળનાં ભવ્યા લાલ US સ્પેસ એજન્સીનાં કાર્યકારી પ્રમુખ બન્યાં
post

ભારતીય મૂળનાં ભવ્યા લાલને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને યુએસ સ્પેસ એજન્સી NASAનાં એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ અપોઈન્ટ કર્યાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-02 11:02:31

ભારતીય મૂળનાં અમેરિકન ભવ્યા લાલને અમેરિકન સ્પેસ એજન્સી NASAનાં એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ એટલે કે કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરાયાં છે. રાષ્ટ્રપતિ જો બાઈડન સ્પેસ એજન્સીમાં કેટલાક ફેરફાર અને સમીક્ષા કરવા માગે છે, આથી તેમણે ભવ્યાને આ મહત્ત્વની જવાબદારી આપી છે. ભવ્યા મૂળભૂત રીતે સ્પેસ સાયન્ટિસ્ટ છે. તેઓ બાઈડનની ટ્રાન્ઝિશન ટીમમાં પણ રહી ચૂક્યાં છે.

લાલ પાસે અનુભવ અને કાબેલિયત
સોમવારે રાતે NASAએ એક નિવેદનમાં કહ્યું- ભવ્યા દરેક રીતે આ પદ માટે કાબેલ છે. તેમની પાસે એન્જિનિયરિંગ અને સ્પેસ ટેકનોલોજીનો અનુભવ છે. તેઓ 2005થી 2020 સુધી સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી ઈન્સ્ટિટ્યૂટ (STPI)ના ડિફેન્સ એનેલિસિસ વિંગમાં મેમ્બર અને રિસર્ચર રહ્યાં છે. સ્પેસ ટેકનોલોજી, સ્પેસ સ્ટ્રેટેજી એન્ડ પોલિસીમાં ખાસ્સો અનુભવ હોવાની સાથે તેમણે વ્હાઈટ હાઉસમાં પોલિસી અને નેશનલ સ્પેસ કાઉન્સિલમાં પણ કામ કર્યું છે. લાલ માત્ર ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની જ નહીં, પણ સ્પેસ ઈન્ટેલિજન્સ કમ્યુનિટીની પણ ઊંડી જાણકારી ધરાવે છે.

નાસાને અગાઉ પણ સલાહ આપતાં રહ્યાં છે લાલ
ભવ્યા સતત બેવાર નેશનલ ઓસિયાનિક એડમિનિસ્ટ્રેશન કમિટીને લીડ કરી ચૂક્યાં છે. નાસામાં પહેલાં તેઓ એડવાઈઝરી કાઉન્સિલ મેમ્બર પણ રહી ચૂક્યાં છે. સ્પેસ રિસર્ચના મામલે અમેરિકાની મોટી કંપની C-STPS LLCમાં પણ ભવ્યા કામ કરી ચૂક્યાં છે. ત્યાર પછી તેઓ એનાં પ્રેસિડન્ટ પણ બન્યાં. એ પછી તેમને વ્હાઈટ હાઉસમાં સ્પેસ ઈન્ટેલિજન્સ કમિટીનાં મેમ્બર બનાવાયાં હતાં.
અમેરિકન ન્યૂક્લિયર સોસાયટી અને ઈમર્જિંગ ટેકનોલોજી સાથે જોડાયેલી બે સરકારી કંપનીઓએ ભવ્યાને એડવાઈઝર તરીકે પોતાના બોર્ડમાં જગ્યા આપી હતી. એસ્ટ્રોનોટ ટ્રેનિંગ પ્રોગ્રામમાં તેમના કહેવાથી ફેરફાર કરાયા હતા. ભવ્યાએ માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગ કર્યું. એ પછી પબ્લિક પોલિસી એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ડોક્ટરેટની ઉપાધિ મેળવી.

 

adv

Related News

post
post
post
post
post
post
post