• Home
  • News
  • રાષ્ટ્રીય સંતની રાષ્ટ્ર નાયકને અપીલ:નમ્રમુનિ મહારાજે પર્યુષણમાં વડાપ્રધાનને હાથ જોડીને કહ્યું- જૈન દીકરી અરિહાને જર્મનીથી પાછી લાવો, તેમનો કોઈ વાંક નથી
post

સપાનાં સભ્ય જયા બચ્ચને જણાવ્યું હતું કે 'સાંસ્કૃતિક ભિન્નતાને કારણે તેમણે કડક વલણ અપનાવ્યું છે અને અમે એની વિરુદ્ધ બોલવા માગીએ છીએ

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-18 18:00:33

જૈન સમુદાયના તેજસ્વી સંત નમ્રમુનિ મહારાજે અરિહાને ભારત લાવવા માટે PM મોદીને પત્ર લખ્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાથ જોડીને અપીલ કરી છે. હાલ પર્યુષણ પર્વના ચોથા દિવસે 15મી સપ્ટેમ્બર અને મહાવીર જન્મ કલ્યાણકના પર્વ નિમિત્તે રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ જૈનોના પવિત્ર તીર્થધામની ભૂમિ ગિરનાર પર વિશાળ જનમેદનીને સંબોધતા હતા. ત્યારે તેમણે હાથ જોડીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જર્મનીમાં ફસાયેલી અરિહાને ભારત લાવવા માટે હાથ જોડીને અપીલ કરી છે, સાથે જ તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ અપીલ કરી છે.

વડાપ્રધાન મોદીની નમ્ર અપીલ કરીએ છીએ કે અરિહાને ભારત લાવવા પગલાં લો
નમ્રમુનિ મહારાજે કહ્યું હતું કે ભારતના યશસ્વી વડાપ્રધાનનો સમગ્ર વિશ્વમાં એટલો પ્રભાવ છે કે તેઓ કોઈપણ દેશના વડાપ્રધાનને ભારતમાં આમંત્રિત કરી શકે છે. વડા પ્રધાનના એક નાનકડા પ્રયાસથી, ભારતીય બાળકી તેની માતાને મળી શકે છે, તેથી તેમણે જલદી યોગ્ય પગલાં લેવા જોઈએ, આ મારી અને સમગ્ર જૈન સમાજની અપીલ છે.

નમ્રમુનિ મહારાજે વધુમાં જણાવ્યું હતું કે એ બાળકીનો કોઈ વાંક નથી અને હવે તો જર્મન કોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે ભાવેશ અને ધારા શાહનો કોઈ જ વાંક નથી છતાં જર્મનની ચાઇલ્ડ વેલ્ફેરે હજુ સુધી નાનકડી અરિહાને તેમનાં માતા-પિતાને સોંપી નથી. ત્યારે હું અને અહીં બધા હાજર લોકોએ ભારતના વડાપ્રધાન મોદીજીને અપીલ કરીએ છીએ કે અરિહા ફરી ભારત આવે અને તેને તેનાં માતા-પિતા મળી જાય એવી અપીલ છે અને અમને વિશ્વાસ છે કે તેઓ આ બાબતે યોગ્ય પગલાં લેશે.

જર્મનીમાં બેબી અરિહામાં આજે ડર્મસ્ટેડ શહેરમાં ભારતીય સમુદાયે પ્રોટેસ્ટ કર્યો હતો. જર્મનીમાં બેબી અરિહાને તેનાં માતા-પિતાને ફરી પરત સોંપવા માટે આજે એક રેલી કાઢી હતી, જેમાં ત્યાંનો ભારતીય સમુદાય જોડાયો હતો. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન મોદીને પણ અપીલ કરી છે, સાથે જ એવો પણ આરોપ લગાવ્યો છે કે ચાઇલ્ડ વેલ્ફેરના નામે તેઓ દર વર્ષે હજારો બાળકોને ઉઠાવી રહ્યા છે. આ પાછળ કોઈ સિક્રેટ એજન્ડા હોઈ શકે છે.

જર્મન રાજદૂતને સમન્સ પાઠવ્યું હતું
MEA
ના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે 'અમે આ કેસને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. અમે જર્મન રાજદૂતને આ અંગે બોલાવ્યા છે. અમે જર્મન સત્તાવાળાઓને વહેલી તકે બાળકને પરત લાવવા કહ્યું છે. અમે જર્મન સત્તાધીશોના સંપર્કમાં છીએ.'

ઘણાં મહિલા સાંસદો આ અંગે વિદેશમંત્રી એસ. જયશંકરને મળ્યા
અગાઉ બેબી અરિહા કેસમાં ઘણાં મહિલા સંસદ સભ્યોએ તેમના હસ્તક્ષેપની વિનંતી કરીને વિદેશમંત્રી એસ જયશંકરને મળ્યા હતા. કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય રજની પાટીલ, NCPના નેતાઓ સુપ્રિયા સુલે અને વંદના ચવ્હાણ, સમાજવાદી પાર્ટીનાં સભ્ય જયા બચ્ચન અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ ધારા શાહ વતી જયશંકરને કેન્દ્રીય મંત્રીને મળ્યાં હતાં અને સરકારના હસ્તક્ષેપની માગ કરી હતી.

સપાનાં સભ્ય જયા બચ્ચને જણાવ્યું હતું કે 'સાંસ્કૃતિક ભિન્નતાને કારણે તેમણે કડક વલણ અપનાવ્યું છે અને અમે એની વિરુદ્ધ બોલવા માગીએ છીએ. અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે તે બાળકને લઈ આવે અને તેને ભારતમાં પાલક ગૃહમાં રાખે.'

ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે તેઓ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે જયશંકરે તેમના જર્મન સમકક્ષ અન્નાલેના બેરબોક સાથે આ મામલો ઉઠાવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post