• Home
  • News
  • નવાબ મલિકનો આરોપ:NCB ચીફ વાનખેડેએ નકલી કાસ્ટ સર્ટિફિકેટથી નોકરી મેળવી, તે ઓનલાઈન સર્ચિંગમાં પણ નથી મળતું
post

વાનખેડે સાહેબની બેનનું સર્ટીફિકેટ પણ ઓનલાઈન છે પરંતુ વાનખેડેનું સર્ટીફિકેટ તો ઓનલાઈન પણ મળતું નથી.

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-26 11:22:36

NCP નેતા નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરીને NCBના જનરલ ડિરેક્ટર સમીર વાનખેડે સામે આરોપ લગાવતા કહ્યું છે કે, વાનખેડેએ નકલી બર્થ સર્ટીફિકેટ દર્શાવીને નોકરી મેળવી છે. તેમણે કહ્યું કે, જે વ્યક્તિ નકલી દસ્તાવેજોના આધારે શિડ્યુલ કાસ્ટ કેટેગરીમાં નોકરી મેળવે છે તે ક્યાંકને ક્યાંક એક દલિત શિડ્યુલ કાસ્ટ જે ઝૂંપડામાં રહેતો હોય, કોઈ સ્ટ્રીટ લાઈટની નીચે ભણતો હશે, તેનો આ નકલી દસ્તાવેજના આધારે અધિકાર છીનવ્યો છે. અમારી પાસે જે બર્થ સર્ટીફિકેટ છે તે અસલી છે. તેમાં ધ્યાનથી જોવામાં આવે તો ઓલ્ટરેશન કરવામાં આવ્યું છે. મુંબઈમાં બર્થ સર્ટિફિકેટ ઓનલાઈન સર્ચ કરીને મેળવી શકાય છે. વાનખેડે સાહેબની બેનનું સર્ટીફિકેટ પણ ઓનલાઈન છે પરંતુ વાનખેડેનું સર્ટીફિકેટ તો ઓનલાઈન પણ મળતું નથી.

મલિકે દાવો કર્યો છે કે, વાનખેડે મુસ્લિમ છે અને તેણે નકલી જાતી સર્ટીફિકેટ દર્શાવીને નોકરી મેળવી છે. આ આરોપો વિશે મલિકે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપોને સાચા ગણાવ્યા છે.

વાનખેડે પર કાયદાકિય કાર્યવાહી કરાશે
તેમણે કહ્યું કે, દરેક દલિત સંગઠન મારી સાથે વાત કરી રહ્યા છે અને આ સર્ટીફિકેટ વિશે દરેક લોકો આ સ્ક્રૂટની કમિટી સામે તેમની ફરિયાદ દાખલ કરશે. સંગઠન દ્વારા એવી માંગણી પણ કરાશે કે, વાનખેડેએ નકલી સર્ટીફિકેટ દર્શાવીને એક દલિતની નોકરી છીનવી છે, તેથી જો સાબીત થાય કે તેણે નકલી સર્ટીફિકેટના આધારે નોકરી મેળવી છે તો તેમની સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે. આ કાયદા પ્રમાણે 2થી 7 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે કહ્યું છે કે, આ કેસ ટૂંક સમયમાં જ સ્ક્રૂટની પાસે જશે અને અમને આશા છે કે હકિકત દેશ સામે આવશે. જે દલિત ભાઈનો હક છીનવવામાં આવ્યો છે તેને આ હક આપવામાં આવશે અને વાનખેડે સામે કાયદાકિય કાર્યવાહી કરાશે.

NCBના અમુક ઓફિસર ખોટા કેસમાં લોકોને ફસાવી રહ્યા છે
નવાબ મલિકે મંગળવારે સવારે ટ્વિટ કરીને દાવો કર્યો છે કે, એનસીબીના એક અજાણ્યા ઓફિસર તરફથી મળ્યો છે. તેમણે તેમનું નામ ગુપ્ત રાખવાની શરતે મને આ લેટર મોકલ્યો છે. આ પત્ર મને 2 દિવસ પહેલાં મળ્યો છે. તે લેટરની કોપી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ડીજી, કોંગ્રેસ અધ્યક્ષને પણ મોકલવામાંઆવી છે. તેમણે આ પત્રમાં 26 કેસનો ઉલ્લેખ કર્યો છે, તેને એનસીબી તેમના તપાસમાં સામેલ કરે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, આ પત્રમાં શું લખ્યું છે? આ લેટરમાં અધિકારીએ લખ્યું છે કે, ઓફિસમાં અમુક અધિકારીઓએ ગ્રુપ બનાવ્યું છે. તેઓ ખોટા કેસમાં લોકોને ફસાવી રહ્યા છે અને પૈસા વસુલ કરે છે. જે પ્રામાણિક ઓફિસર છે તેમને સાઈડ લાઈન કરી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ લેટરમાં જે 26 કેસની વાત કરવામાં આવી છે જો તેની તપાસ કરવામાં આવે તો અન્ય પણ ઘણાં નવા ખુલાસા થઈ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post