• Home
  • News
  • સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ:નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સતત બીજા દિવસે રિયાની પૂછપરછ કરી રહી છે, આજે એક્ટ્રેસની ધરપકડ થઇ શકે છે
post

ડ્રગ્સ મામલે રિયાના ભાઈ શોવિક સહિત અત્યાર સુધી 6 લોકોની ધરપકડ થઇ ચૂકી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 10:41:54

સુશાંત મૃત્યુ કેસમાં ડ્રગ્સ એન્ગલથી તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)ની ટીમ આજે સતત બીજા દિવસે પણ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે. એક્ટ્રેસ ઓફિસ પહોંચી ગઈ છે. ડ્રગ્સના કમર્શિયલ એટલે કે રિયા ડ્રગ્સ વેપાર સાથે જોડાઈ હોવાની શંકાને લઈને આજે તપાસ થઇ શકે છે. આ દરમિયાન રિયાનો ભાઈ શોવિક, સુશાંતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા અને હેલ્પર દીપેશ સાવંતને સામસામે બેસાડીને પ્રશ્નો પૂછી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે રિયાની ધરપકડ પણ થઇ શકે છે.

આની પહેલાં રવિવારે રિયાની 6 કલાક સુધી પૂછપરછ થઇ હતી. રિયા મોડી પહોંચવાથી પ્રશ્નો બધા પૂછી શકાયા નથી, આથી આજે ફરીથી તેને બોલાવી છે. રિયા રવિવારે બપોરે 12 વાગ્યે રિયા ઓફિસ પહોંચી હતી.

ઇલેક્ટ્રોનિક્સ ડેટામાં ડ્રગ્સ ખરીદ્યા હોવાના પુરાવા મળ્યા
NCB
ના અધિકારી એમ અશોક જૈને કહ્યું કે, હું તમને ડિટેલમાં જાણકારી આપી શકું તેમ નથી કારણ કે તમારી (મીડિયાના) મદદથી અમને ઘણી સૂચનાઓ મળી રહી છે. બીજા અધિકારીઓએ જણાવ્યું કે, NCBને ફોન ચેટ રેકોર્ડ અને બીજા ઇલેક્ટટ્રોનિક્સ ડેટા મળ્યા હતા, જેનાથી ખબર પડી કે ડ્રગ્સ કેસમાં સામેલ લોકોએ કેટલાક ડ્રગ્સ ખરીદ્યા હતા.

દીપેશે કહ્યું, ‘જ્યારથી મેં નોકરી ચાલુ કરી ત્યારથી સુશાંતને ગાંજો પીતા જોયા હતા

·         ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા હેલ્પર દીપેશ સાવંતે NCBને જણાવ્યું કે, મેં સપ્ટેમ્બર 2018માં સુશાંતને ગાંજો પીતા જોયા હતા. મેં સપ્ટેમ્બર 2018માં નોકરી શરુ કરી હતી.

·         જોઈન કર્યા પછીના 2-3 દિવસો પછી મેં સુશાંતને ગાંજો અને ચરસ પીતા જોયા હતા.

·         એક દિવસ મેં અશોકભાઈને પૂછ્યું કે, શું સુશાંત સર ચરસ પીવે છે, તો તેમણે હા પાડી હતી. તેમણે કહ્યું કે, કરણે પ્રથમવાર સુશાંત સરને ગાંજો પીવા આપ્યો હતો.

·         મારી નોકરી દરમિયાન હું ક્યારેય સર માટે ગાંજો લઈને આવ્યો નથી, પરંતુ અમારો એક મિત્ર ઋષિકેશ પવાર સુશાંત સર માટે ગાંજો લઈને આવતો હતો.

·         અબ્બાસ ખાલોઈ સુશાંત સર માટે ગાંજો અને ચરસ તૈયાર કરતો હતો અને તેની સાથે જ પીતો હતો.

મુંબઈમાં ડ્રગ્સ ઝડપાયું
NCB
એ કૈઝાન ઇબ્રાહિમની પૂછપરછને આધારે રવિવારે મુંબઈમાં દરોડા પાડ્યા અને ડ્રગ્સ મળ્યું. તેની સાથે 1.85 લાખ રૂપિયા અને કેટલીક વિદેશી કરન્સી પણ મળી છે. અનુજ નામની વ્યક્તિને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધી છે.

ડ્રગ્સ મામલે અત્યાર સુધી 6 લોકોની ધરપકડ

1.  કૈઝાન ઇબ્રાહિમ

2.  અબ્દુલ બાસિત

3.  ઝૈદ વિલાત્રા

4.  શોવિક ચક્રવર્તી

5.  સેમ્યુઅલ મિરાન્ડા

6.  અબ્બાસ લખાણી

ડ્રગ્સ કેસમાં 4 લોકોના નામ

1.  રિયા ચક્રવર્તી

2.  જયા શાહા

3.  શ્રુતિ મોદી

4.  ગૌરવ આર્યા

સુશાંતની બહેનનું ટ્વીટ, ‘હું તારી રક્ષા કરવામાં ફેલ થઇ ગઈ
સુશાંતની બહેન શ્વેતા કીર્તિએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘અમે તને પ્રોમિસ આપ્યું હતું કે, હંમેશાં એકબીજાની રક્ષા કરીશું. પરંતુ હું ફેલ થઇ ગઈ, બીજું એક વચન છે જે હું અને આખો દેશ તને કરીએ છીએ કે, અમે હકીકત શોધી લઈશું, તને ન્યાય અપાવીશું. હું મારા ભાઈને ઓળખતી હતી, તે જીવન અને આનંદથી ભરપૂર હતો.

adv

Related News

post
post
post
post
post
post
post