• Home
  • News
  • દિયા મિર્ઝાની પૂર્વ મેનેજર રાહિલા ફર્નીચરવાલા સહિત 3 લોકોની ધરપકડ, NCBએ 200 કિલો ગાંજો જપ્ત કર્યો
post

NCBએ કહ્યું હતું કે વિશેષ માહિતીના આધારે NCBએ બ્રાંદ્રા વેસ્ટમાં એક કૂરિયરમાં ગાંજો જપ્ત કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-11 11:32:10

બોલિવૂડ ડ્રગ્સ કનેક્શનમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ દિયા મિર્ઝાની પૂર્વ મેનેજર રાહિલા ફર્નીચરવાલાની ધરપકડ કરી છે. રાહિલા ઉપરાં તેની બહેન શાહિસ્તા તથા બ્રિટિશ નાગરિક કરણ સજનાનીની પણ ધરપકડ કરી છે. એજન્સીને આ કાર્યવાહી દરમિયાન 200 કિલો ગાંજો જપ્ત કર્યો હતો.

સૌ પહેલાં NCB કરણ સજનાની સુધી પહોંચી હતી
ઝી ન્યૂઝના અહેવાલ પ્રમાણે, NCBએ કહ્યું હતું કે વિશેષ માહિતીના આધારે NCBએ બ્રાંદ્રા વેસ્ટમાં એક કૂરિયરમાં ગાંજો જપ્ત કર્યો હતો. આગળની કાર્યવાહીમાં ખાર, વેસ્ટ સહિત બ્રિટિશ નાગરિક કરણ સજનાનીના ઘરેથી મોટી માત્રામાં ગાંજો જપ્ત કર્યો હતો. સજનાનીના ખુલાસા બાદ રાહિલા ફર્નીચરવાલા પાસેથી ગાંજો મળી આવ્યો હતો. આ સાથે જ રાહિલાની બહેન શાહિસ્તા પાસે પણ ગાંજો હતો. આ રીતે કુલ 200 કિલો ગાંજો જપ્ત કર્યો હતો.

કરણે પ્રતિબંધિત ડ્રગ્સ પેક કરાવ્યું હતું
રિપોર્ટ પ્રમાણે, પ્રતિબંધિત ડ્રગ્સ કરણ સજનાનીએ પેક કરાવ્યું હતું અને તે મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ ક્લાયન્ટ્સને મોકલવાનો હતો. કરણ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલો છે અને તે અનુજ કેસવાનીનો સપ્લાયર છે. NCBએ પહેલાં જ અનુજની ધરપકડ કરી લીધી છે.

બોલિવૂડમાં ડ્રગ્સ કેસની તપાસ ચાલુ છે
સુશાંત સિંહ રાજપૂતની ડેડબૉડી 14 જૂન, 2020ના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવી હતી. સુશાંતના મોત બાદ CBI, NCB તથા ED આ કેસની તપાસ કરે છે. જોકે, હજી સુધી તપાસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. ડ્રગ્સ એંગલમાં સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીને એક મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. રિયાનો ભાઈ શોવિક પણ ત્રણ મહિના જેલમાં રહ્યો હતો.

આ કેસમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, અર્જુન રામપાલ સહિતના સેલેબ્સની પૂછપરછ થઈ હતી. 30થી વધુ ડ્રગ્સ પેડલર અરેસ્ટ થયા છે.

NCB સુશાંતના નિકટના સાથી ઋષિકેશ પવારની શોધમાં
NCB
આ કેસમાં હવે સુશાંતના નિકટના સાથી ઋષિકેશ પવારની શોધમાં છે. તે પોતાના ઘરેથી ફરાર છે. અનેકવાર સમન્સ પાઠવવા છતાંય તે NCB સમક્ષ હાજર થયો નથી. NCBએ ઋષિકેશની શોધ માટે એક ટીમ બનાવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post