• Home
  • News
  • દસક્રોઈના ગતરાડ ગામે માતા-પુત્ર પર પાડોશીનો હુમલો,1નું મોત
post

દસક્રોઈ તાલુકાના ગતરાડ ગામે માતા અને પુત્ર પર પાડોશમાં રહેતા બે સગા ભાઈઓએ હુમલો કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-03 11:46:19

અમદાવાદ: દસક્રોઈ તાલુકાના ગતરાડ ગામે માતા અને પુત્ર પર પાડોશમાં રહેતા બે સગા ભાઈઓએ હુમલો કર્યો હતો, જેમાં મહિલાનું મોત થયું છે. જ્યારે યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભેંસનું છાણ રસ્તા પર ઘરની આગળ ન નાખવા મુદ્દે ઝઘડો થયો હતો. તેમાં હુમલો કરવામાં આવ્યો હતો. કણભા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને ભાઈની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

ગતરાડ ગામમાં રહેતા પિન્ટુ ઝાલાની પાડોશમાં રહેતા ચીનુભાઈ પટેલની પુત્રીએ ત્રણ દિવસ પહેલા રોડ પર પિન્ટુના ઘર પાસે ભેંસનું છાણ નાખ્યું હતું. જેથી પિન્ટુએ ચીનુભાઈને આ બાબતે તેમ કહ્યું હતું અને તેમની પુત્રીને પણ ઠપકો આપ્યો હતો.મંગળવારે રાતે જ્યારે પિન્ટુ અને તેનો પરિવાર ઘરમાં હતા ત્યારે ચીનુભાઈના બે પુત્ર અરુણ અને કિરણ આવ્યા હતા. બંનેએ ભેંસનું છાણ ત્યાં જ ઢોળીશું તેમ કહી પિન્ટુને લોખંડની પાઈપ મારી હતી. માતા મધુબેન વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ પાઇપ મારી હતી. જેથી તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. અન્ય લોકો ભેગા થઈ ગયા હતા અને માર માંથી છોડાવ્યા હતા. મધુબેનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. કણભા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post