• Home
  • News
  • શેર વેચ્યાના બે દિવસ પછી જ નવા શેરની ખરીદી થઈ શકશે, કેશ સેગ્મેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિન લાગશે
post

બ્રોકર્સ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ વધશે માર્જિન કલેક્શનમાં મુશ્કેલી વધશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-28 09:14:25

મુંબઇ: શેરબજારમાં કેશ સેગમેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિન લાગુ પાડવાનો નવો નિયમ સેબી લાગુ પાડી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તે અનુસાર કેશ સેગમેન્ટમાં ઓછામાં ઓછું 22 ટકા માર્જિન ચૂકવવાનું રહેશે. સોમવારે શેર વેચ્યા હશે તો T+2 સેટલમેન્ટ પછી જ શેરધારકોને મળશે પૈસા અને તેનો ઉપયોગ ફરી બજારમાં રોકવા માટે કરી શકાશે. અર્થાત્ આજે એક શેરના વેચાણ પેટેના નાણામાંથી તમે બુધવારે જ શેર્સ ખરીદી શકશો.

મોટાભાગના બ્રોકર્સે આનો આકરો વિરોધ કરતાં જણાવ્યું કે, આ નિયમથી બીટીએસટી કે એસટીબીટી (આજે ખરીદી કાલે વેચો અથવા આજે વેચી કાલે ખરીદો)ના વોલ્યૂમને ફટકો પડી શકે છે. તમારા ડિમેટ એકાઉન્ટમાં શેર્સ પડ્યા હોય તો પણ માર્જિન લાગી શકે છે. તા. 1 ઓગસ્ટથી આ નવો નિયમ લાગુ પાડવામાં આવશે તેવી વાત હતી. પરંતુ બ્રોકર્સના ભારે વિરોધના કારણે સેબી દ્રારા ફેર વિચારણા કરાય તેવી શક્યતા હોવાનું અને બજારમાં એવું ચર્ચાઇ રહ્યું છે.

બ્રોકર્સે વ્યક્ત કરી ચિંતા

·         બ્રોકર્સ અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણ વધશે માર્જિન કલેક્શનમાં મુશ્કેલી વધશે

·         ડિમેટ એકાઉન્ટમાં શેર્સ હોવા છતાં માર્જિન લેવાની વાત ગેરવ્યાજબી

·         નાના રોકાણકારો માટે રૂ. 5 લાખ સુધીના સોદા ઉપર માર્જિન ના હોય

ડાયરેક્ટ પ્લેટફોર્મ સામેના પડકારો

·         હાલ રોકાણકારોના કેવાયસી, પેમેન્ટની જવાબદારી બ્રોકર્સના શિરે છે. નવી સિસ્ટમમાં કોની જવાબદારી રહે

·         હાલ એનએસડીએલ અને સીડીએસએલ પાંચસો- હજાર બ્રોકર્સ મારફત થતાં ડિમેટ વ્યવહારો સંભાળે છે પછી એક કરોડ રિટેલ રોકાણકારોનો ડાયરેક્ટ વ્યવહાર કેવી રીતે થશે તેનું માળખું તૈયાર કરવું પડે

·         અત્યારે કોઇ રોકાણકાર ડિફોલ્ટ થાય તો બ્રોકરની જવાબદારી રહે છે, પરંતુ નવી સિસ્ટમમાં આવી વ્યવસ્થા પણ કરવી પડે જે અઘરી છે

બ્રોકર સિવાય ડાયરેક્ટ શેર્સ ખરીદી-વેચી શકાશે
છેલ્લા ચાર-પાંચ મહિનાથી સેબી રિટેલ રોકાણકારો માટે ડાયરેક્ટ માર્કેટ એક્સેસ સિસ્ટમ શરૂ કરવાની તૈયારી કરી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલમાં કોઇપણ રોકાણકાર શેર બ્રોકર મારફત જ ખરીદી કે વેચી શકે છે. પરંતુ એફઆઇઆઇ જેવાં મોટા સંસ્થાકીય રોકાણકારો જે રીતે સ્ટોક એક્સચેન્જમાંથી બ્રોકર્સ સિવાય જ લે- વેચ કરી શકે છે તે રીતે કોઇપણ રિટેલ રોકાણકાર સોદા કરી શકશે. ટૂંકમાં તેની જાહેરાત થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post