• Home
  • News
  • ચંદ્રયાન-3ને લઈને નવી અપડેટ: ચંદ્રયાન-2એ કર્યું સ્વાગત, ઈસરોએ લેન્ડિંગ અંગે આપી મોટી માહિતી
post

લેન્ડિંગનો સમય 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યાનો રાખવામાં આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-21 18:38:43

ભારતનું ચન્દ્રયાન મિશન ચન્દ્ર તરફ સતત આગળ વધી રહ્યું છે. હવે ઈસરોએ ચંદ્રયાન-3ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ઈસરોએ માહિતી આપી હતી કે, ચંદ્રયાન-3 અને ચંદ્રયાન-2 ઓર્બિટર વચ્ચેનો સંચાર સફળતાપૂર્વક સ્થાપિત થયો હતો. ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચન્દ્રયાન-3નું સ્વાગત કર્યું છે. બંને વચ્ચે દ્વિ-માર્ગી સંચાર થયો છે. ઈસરોએ ચંદ્રયાન-3ના લેન્ડીંગ વિષે પણ એક મહત્વની અપડેટ આપી છે.

લેન્ડિંગ ઈવેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ આટલા વાગ્યાથી શરુ થશે 

ઈસરોએ આજે ચંદ્રયાન-3ના લેન્ડિંગ અંગે નવીનતમ અપડેટ પણ બહાર પાડી છે. તેમણે જણાવ્યું કે લેન્ડિંગનો સમય 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ સમયે, વાહનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડીંગ માટે પ્રયાસ કરવામાં આવશે. ઈસરોએ એ પણ માહિતી આપી હતી કે, લેન્ડિંગ ઈવેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ સ્થાનિક સમય મુજબ સાંજે 5.20 વાગ્યે શરૂ થશે.

અવકાશયાન કોઈ પણ સંજોગે સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરશે, ઈસરોનો દાવો 

ઈસરોના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે આ વખતે અવકાશયાન કોઈ પણ સંજોગે સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતરશે. સૌપ્રથમ ઈસરોના ચીફ એસ. સોમનાથ અને પછી ચંદ્રયાન-2 અને 3ના પ્રક્ષેપણ સમયે ઈસરોના સહયોગી એરોસ્પેસ સાયન્ટિસ્ટ પ્રોફેસર રાધાકાંત પાધીએ પણ દાવો કરતા કહ્યું હતું કે, ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ ઈસરોએ ઘણા સુધારા કર્યા અને આ રીતે ચન્દ્રયાન-3 બનાવ્યું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post