• Home
  • News
  • ન્યૂઝીલેન્ડે બીજી ટેસ્ટમાં ભારતને 7 વિકેટે હરાવ્યું, ટીમ ઇન્ડિયા 8 વર્ષ પછી સીરિઝમાં બધી મેચ હારી
post

ડિસેમ્બર 2011માં ઓસ્ટ્રેલિયાએ પોતાના ઘરઆંગણે ભારતને 4-0થી હરાવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-02 10:27:09

ક્રાઇસ્ટચર્ચ : ન્યૂઝીલેન્ડે ક્રાઇસ્ટચર્ચ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતને 7 વિકેટે હરાવી સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે. પહેલી ટેસ્ટમાં વેલિંગ્ટનમાં ભારત 10 વિકેટે હાર્યું હતું. આ મેચમાં ટોસ હારીને ભારતે પ્રથમ દાવમાં 242 રન કર્યા હતા. જવાબમાં કિવિઝ 235 રન જ કરી શક્યું હતું. બીજી ઇનિંગ્સમાં 7 રનની લીડ સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમ 124 રનમાં ઓલઆઉટ થઇ હતી. કિવિઝને 132 રનનો ટાર્ગેટ 3 વિકેટે ચેઝ કર્યો. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં T-20 સિરીઝ 5-0થી જીત્યા પછી ઇન્ડિયન ટીમ વનડેમાં 0-3 અને ટેસ્ટમાં 0-2થી હાર્યું.

132 રનનો પીછો કરતા કિવિઝે 36 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ટોમ લેથમે કરિયરની 18મી ફિફટી ફટકારતાં 74 બોલમાં 10 ફોરની મદદથી 52 રન કર્યા હતા. જ્યારે ટોમ બ્લેન્ડલે 113 બોલમાં 8 ફોર અને 1 સિક્સની મદદથી 55 રન કર્યા હતા. રોસ ટેલર 4 રને અને હેનરી નિકોલ્સ 3 રને અણનમ રહ્યા. જસપ્રીત બુમરાહે 2 અને ઉમેશ યાદવે 1 વિકેટ લીધી. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બીજી મેચ હાર્યું છે. જ્યારે કેન વિલિયમ્સનની ટીમ સતત બીજી મેચ જીતીને 180 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે.

 

ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કર્યા પછી સૌથી વધુ ટેસ્ટ જીતનાર કેપ્ટન:

1.  ગ્રેમ સ્મિથે 19માંથી 13 વખત જીત મેળવી

2.  સ્ટીવ વોએ 11માંથી 11 વખત જીત મેળવી

3.  ક્લાઈવ લોય્ડે 10માંથી 7 વખત જીત મેળવી

4.  કેન વિલિયમ્સને 13માંથી 9 વખત જીત મેળવી


ભારત 124 રનમાં ઓલઆઉટ થયું, 7 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા

ભારત ન્યૂઝીલેન્ડ સામની બીજી ટેસ્ટમાં ક્રાઇસ્ટચર્ચ ખાતે બીજી ઇનિંગ્સમાં 124 રનમાં ઓલઆઉટ થયું છે. પ્રથમ દાવમાં ટીમ ઇન્ડિયાને 7 રનની લીડ મળી હતી. તેણે કિવિઝને 132 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ત્રીજા દિવસે વિરાટ સેનાએ 34 રનમાં અંતિમ 4 વિકેટ ગુમાવી હતી. યજમાન માટે ટ્રેન્ટ બોલ્ટે 4, ટિમ સાઉથીએ 3, જ્યારે વેગનર અને ગ્રાન્ડહોમે 1-1 વિકેટ ઝડપી હતી. ભારતના સાત બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા.


ભારતની વિકેટ આ રીતે પડી:
1)
મયંક અગ્રવાલ 3 રને બોલ્ટની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. (8-1)
2)
પૃથ્વી શો 14 રને ટિમ સાઉથીની બોલિંગમાં સ્લીપમાં લેથમના હાથે કેચ આઉટ થયો હતો. (26-2)
3)
વિરાટ કોહલી 14 રને ગ્રાન્ડહોમની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. (51-3)
4)
અજિંક્ય રહાણે 9 રને વેગનરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. (72-4)
5)
ચેતેશ્વર પુજારા 24 રને ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં બોલ્ડ થયો હતો. (84-5)
6)
ઉમેશ યાદવ 1 રને બોલ્ટની બોલિંગમાં બોલ્ડ થયો હતો. (89-6)
7)
હનુમા વિહારી સાઉથીની બોલિંગમાં ડાઉન ધ લેગ વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો. (97-7)
8)
ઋષભ પંત 4 રને બોલ્ટની બોલિંગમાં કીપર વોટલિંગના હાથે કેચ આઉટ થયો હતો. (97-8)
9)
શમી 5 રને સાઉથીની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર બ્લેન્ડલ કેચ આઉટ થયો હતો. (108-9)
10)
બુમરાહ 4 રને બોલ્ટ દ્વારા રનઆઉટ થયો (124-10)


ન્યૂઝીલેન્ડમાં ડિફેન્ડ થયેલા લોએસ્ટ ટાર્ગેટ:

·         127 પાકિસ્તાન v ન્યૂઝીલેન્ડ, હેમિલ્ટન 1992/93

·         137 ન્યૂઝીલેન્ડ vs ઇંગ્લેન્ડ, વેલિંગ્ટન 1977/78

·         251 ન્યૂઝીલેન્ડ vs પાકિસ્તાન, ડુનેડિન 2009/10

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post