• Home
  • News
  • હોંગકોંગથી નીરવ અને મેહુલની રૂપિયા 1,350 કરોડની જ્વેલરી ભારત લાવવામાં આવી, તેનું વજન 2.5 ટન
post

4 હજાર કરોડના PNB કૌભાંડના આરોપી નીરવ અને મેહુલ 2018માં ભારત છોડી ભાગી ગયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 09:18:02

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓએ બુધવારે કહ્યું છે કે હોંગકોંગથી PNB કૌભાંડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીના 108 કન્સાઈનમેન્ટ લાવવામાં આવ્યા છે. આ કન્સાઈમેન્ટ્સમાં રૂપિયા 1350 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા જવેરાત છે અને તેનું વજન આશરે 2.5 ટન છે. EDએ કહ્યું કે હોંગકોંગની એક કંપનીના ગોદામમાંથી હિરા, મોતી અને ચાંદીના જવેરાત મુંબઈ લાવવામાં આવ્યા છે. તેમા 32 કન્સાઈનેન્ટ્સ નીરવ મોદી અને 76 મેહુલ ચોક્સીને લગતા છે.

નીરવ અને મેહુલ જવેરાતને વર્ષ 2018માં દુબઈ મોકલવા માંગતા હતા
તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે નીરવ અને મેહુલ આ કન્સાઈનમેન્ટ 2018માં હોંગકોંગથી દુબઈ મોકલવા ઈચ્છતા હતા. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે EDએ હોંગકોંગથી આ જવેરાત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. ED ઈચ્છતું હતું કે PNB કૌભાંડમાં આ તમામ સંપત્તિને ભારવ લાવી સીઝ કરી શકાય છે.

નીરવ મોદી બ્રિટનમાં પોતાના પ્રત્યાર્પણ વિરુદ્ધ કેસ લડી રહ્યો છે

હિરાના કારોબારી નીરવ મોદી (48) અને મેહુલ ચોક્સી (60) 14 હજાર કરોડ રૂપિયાના PNB કૌભાંડમાં આરોપી છે. પોતાની સામે તપાસ શરૂ થઈ તે અગાઉ જ આ બન્ને વર્ષ 2018માં ભારત છોડી ભાગી છૂટ્યા હતા. EDએ બન્ને વિરુદ્ધ મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ શરૂ કરી હતી. નીરવ મોદીની ગયા વર્ષે લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. તે પોતાના પ્રત્યાર્પણ સામે કેસ લડી રહ્યો છે.

મેહુલ ચોક્સી અત્યારે એન્ટીગુઆમાં છે. તેણે બીમારીનું કારણ ટાંકીને ભારત નહીં આવવાની વાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોક્સીએ કૌભાંડ જાહેર થયું તે અગાઉ જ એન્ટીગુઆ-બારબુડાની નાગરિકતા હાંસલ કરી લીધી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post