• Home
  • News
  • ચારેય દોષિતોને એક સાથે ફાંસી અપાઈ, મૃતદેહો DDU હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લવાયા ; માતા આશા દેવીએ કહ્યું- અંતે ન્યાય મળ્યો
post

દોષિતોના વકીલ એપી સિંહે તેમને છેલ્લી ઘડી સુધી બચાવવાના તમામ પ્રયત્નો કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 08:45:54

નવી દિલ્હી: નિર્ભયાને આજે ન્યાય મળ્યો. ચારેય દોષિતોને એક સાથે ફાંસીના ફંદા પર લટકાવવામાં આવ્યા છે. સાત વર્ષ, ત્રણ મહિના અને ચાર દિવસ પછી મુકેશ, અક્ષય, વિનય અને પવનને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ 20 માર્ચ 2020ની સવાર 5.30નો સમય નિર્ભયાને ન્યાય મળ્યો હોવાનો નોંધાઈ ગયો છે. ફાંસી પહેલાં પવન, મુકેશ, વિનય અને અક્ષયને નાસ્તા માટે પુછવામાં આવ્યું હતું. પરંતુ તેમણે ઈનકાર કરી દીધો હતો. વિનય રડવા લાગ્યો હતો અને માંફી માંગવા લાગ્યો હતો. ત્યારપછી તેમને તિહાર જેલની નંબર 3માં બનાવવામાં આવેલા ફાંસી ઘર લઈ જવામાં આવ્યા હતા. ત્યાં જલ્લાદ પવને તેમને ફાંસી પર લટકાવી દીધા હતા.

30 મિનિટ સુધી લટકતા રહ્યા મૃતદેહો
અંદાજે 30 મિનિટ સુધી ચારેયની લાશ તખ્તા પર લટકતી રહી હતી. 6 વાગે મેડિકલ ઓફિસરે ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને મૃત જાહેર કર્યા. સવારે 8.30 વાગે દિન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારપછી મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે. જોકે હજી કોઈ પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની વાત કરી નથી.

ફાંસી પછી નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું- અંતે તેમને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા. આજે અમને ન્યાય મળી જ ગયો. આજનો દિવસ દિકરીઓના નામે છે. હું સરકાર અને ન્યાયપાલિકાનો આભાર માનુ છું.

 

જોકે દોષિતોના વકીલ એપી સિંહે તેમને છેલ્લી ઘડી સુધી બચાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા પરંતુ એકમાં પણ તેમને સફળતા ન મળી. મોડી રાત સુધીમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફાંસી પર સ્ટે લાવવાની અરજી ફગાવી દેતા હવે ચારેય દોષિતોને ફાંસીનો રસ્તો ક્લિયર થઈ ગયો છે.

ફાંસી પહેલાં શું હતી સ્થિતિ

·         વિનયે કપડાં નહતા બદલ્યા અને અંતિમ ઘડીએ રડીને માફી માંગવા લાગ્યો હતો

·         દોષિત વિનય સિવાય અન્ય ત્રણ કેદીઓએ કપડાં બદલ્યા

·         ફાંસી ઘરના લીવર અને તખ્તાની તપાસ કરી દેવામાં આવી છે

·         તિહાર જેલ લોક ડાઉન કરાયું

·         ચારેય દોષિતોને નાહવા અને પ્રાર્થના માટે કહેવામાં આવ્યું પરંતુ તેમણે ઈન્કાર કર્યો

·         ચારેય દોષિતોનો મેડિકલ ટેસ્ટ કરી દેવામાં આવ્યા, તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.

·         જલ્લાદે છેલ્લી ડમી ટ્રાયલ પણ કરી દીધી છે

·         તિહાર જેલમાં ફાંસીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

·         ચારેય દોષિતોને અલગ અલગ સેલમાં રાખવામાં આવ્યા છે.

ફાંસી પહેલાં તિહાર જેલની તૈયારીઓ
તિહાર જેલમાં ફાંસીની તૈયારીઓ ચાલી રહી છે. મુકેશ અને વિનયે રાત્રે જમી લીધું પરંતુ પવન અને અક્ષયે ખાધુ નથી. મુકેશના પરિવારે છેલ્લી વાર મુલાકાત કરી. તિહારમાં ચારેય દોષિતો પર કડક નજર રાખવામાં આવી રહી છે. અહીં અલગથી 15 લોકોની ખાસ ટીમ તહેનાત કરવામાં આવી છે. દોષિતો પરથી એક સેકન્ડ પણ નજર ન હટે તેવો ખાસ ટીમને આદેશ આપવામાં આવ્યો છે.

ચારેય દોષિતોના પરિવારોએ હજી એ નથી જણાવ્યું કે પોસ્ટમોર્ટમ પછી તેઓ મૃતદેહ લેશે કે નહીં. જો નહીં લે તો પોલીસ પ્રશાસન જેલ મેન્યુઅલ પ્રમાણે અંતિમ સંસ્કાર કરી દેશે. ચારેય દોષિતોએ હજી સુધી તેમની છેલ્લી ઈચ્છા નથી જણાવી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post