• Home
  • News
  • 7 વર્ષ, 3 મહિના અને 3 દિવસ પછી મળ્યો ન્યાય, તિહારમાં ચારેય દોષિતોને ફાંસીએ લટકાવ્યા, પોસ્ટમોર્ટમ પછી પરિવારજનોને સોંપાશે મૃતદેહો
post

દોષિતોના વકીલ એપી સિંહે ફાંસીના 1 કલાક અને 58 મિનિટ પહેલાં સુધી કોર્ટમાં દલીલો ચાલી

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 12:04:44

નવી દિલ્હી: 7 વર્ષ, 3 મહિના અને 3 દિવસ પછી ખરેખર તે સવાર આવી છે જ્યારે નિર્ભયા હસી છે. શુક્રવારે સવારે સાડા પાંચ વાગે તેના દરેક દોષિતોને એક સાથે તિહાર જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે.

16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીમાં છ દોષિતોએ નિર્ભયા સાથે દુષ્કર્મ કર્યું હતું. એકે જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી, બીજો આરોપી સગીર હતો તેથી 3 વર્ષ પછી છૂટી ગયો. બાકી વધેલા ચાર- મુકેશ, અક્ષય, વિનય અને પવન તેમની મોતના 1.58 કલાક પહેલાં સુધી કાયદા સામે કરગરતા રહ્યા હતા. અંતે જીત નિર્ભયાની જ થઈ.

દરેક દુષ્કર્મીઓને નીચલી કોર્ટે 9 મહિનામાં જ ફાંસીની સજા આપી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે માત્ર 6 મહિનામાં જ નીચલી કોર્ટની સજાને મંજૂર કરી દીધી હતી. તેના 2 વર્ષ 2 મહિના પછી મે 2017માં સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે ફાંસીની સજા થશે. તે પછી પણ બીજા 2 વર્ષ અને 10 મહિના પસાર થઈ ગયા. 4 વાર ડેથ વોરન્ટ જાહેર થયું અને અંતે આજે શુક્રવારે ફાંસી આપી દેવામાં આવી. આ પહેલાં દોષિતોએ 15 કલાકમાં 6 અરજીઓ કરી હતી. શુક્રવારે સવારે સવા ત્રણ વાગ્યા સુધી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને અંતે દરેક અરજી ફગાવી દેવામાં આવી હતી.

સવારે 5 વાગ્યાથી તિહાર જેલમાં ફાંસીની છેલ્લી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. દુષ્કર્મીઓને ફાંસીના તખ્તા પર લઈ જવામાં આવ્યા હતા. ચારેયના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા. વિનય રડવા લાગ્યો હતો. ત્યારપછી દરેક દોષિતોના ચહેરા પર કાળુ કપડું પહેરાવી દેવામાં આવ્યું હતું અને ગળામાં ફંદો પહેરાવી દેવામાં આવ્યો હતો. સવારે એક્ઝેટ 5.30 વાગે જલ્લાદ પવને લીવર ખેંચ્યું....અને દેશને ન્યાય મળી ગયો. માત્ર 7 મિનિટમાં જ જેલ અધિકારીઓએ ચારેયને મૃત જાહેર કરી દીધા હતા. 30 મિનિટ પછી ડોક્ટોરે પણ દરેક દોષિતોને મૃત જાહેર કરી દીધા હતા.

 

11.15 AM: વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું- ન્યાયની જીત થઈ

10:40 AM: તિહાર જેલના ડીજીએ જણાવ્યું કે, કાલે રાતે મુકેશ અને વિનયે જમી લીધુ હતું, જ્યારે અક્ષયે માત્ર ચા પીધી હતી. વિનય રડવા લાગ્યો હતો. જોકે અંતે ચારેય દોષિતો શાંત જ રહ્યા હતા. ચારેયને કોર્ટની અપડેટ આપવામાં આવતી હતી. જો તેમના પરિવારજનો મૃતદેહ પર દાવો કરે તો તેમને સોંપવામાં આવશે. જો પરિવારજનો દાવો નહીં કરે તો અંતિમ સંસ્કાર અમારી ડ્યૂટી છે.

8:30 AM: પોસ્ટમોર્ટમ માટે મૃતદેહો દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ લાવવામાં આવ્યા. આ પ્રક્રિયા પછી મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવશે.
8:30 AM: 
ઉત્તર પ્રદેશના બલિયામાં નિર્ભયાના ગામમાં ઉજવણી કરવામાં આવી.
7:30 AM: 
નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે કહ્યું, આજે અમારી જીત થઈ છે. તમારા મારા ચહેરા પરની સ્માઈલ જોઈને સમજી શકો છો કે મારા મનમાં શું છે.
7:10 AM: 
બે એમ્બ્યુલન્સ તિહાર જેલ પહોંચી. તિહાર જેલ બહાર સુરક્ષા હટાવી દેવામાં આવી.
6:50 AM: 
રાષ્ટ્રીય મહિલા આયોગ અને દિલ્હી મહિલા આયોગે સજા મામલે ખુશી વ્યક્ત કરી. કહ્યું- તમે તારીખો લંબાવી શકો છો પરંતુ અંતે સજા તો મળે જ છે.
6:40 AM: 
તિહારની બહાર નિર્ભયા અમર રહો અને ભારત માતાની જયના નારા લાગ્યા. ઉજવણી કરવામાં આવી.
6:25 AM: 
દુષ્કર્મીઓના મૃતદેહોને ફંદા પરથી ઉતારવામાં આવ્યા
6:10 AM: 
મેડિકલ ઓફિસરોએ ચારેય દોષિતોને મૃત જાહેર કર્યા
5:37 AM: 
જેલ પ્રશાસને સાત મિનિટ પછી દોષિતોને મૃત જાહેર કર્યા
5:30 AM: 
જલ્લાદે ચારેય દોષિતોને ફાંસી આપી

16 વર્ષ 5 મહિના પહેલાં એક સાછે 4 દોષિતોને ફાંસી આપવામાં આવી હતી
નિર્ભયા કેસના 36 વર્ષ 5 મહિના પહેલાં એટલે કે 25 ઓક્ટોબર 1983માં પુણેની યેરાવડા સેન્ટ્રલ જેલમાં રાજેન્દ્ર જક્કાલ, દિલીપ સુતાર, શાંતારામ જગતાપ અને મુન્વર શાહને એક સાથે ફાંસી આપવામાં આવી હતી. આ દરેક જાન્યુઆરી 1976થી માર્ચ 1977 દરમિયાન 10 સીરિયલ કિલિંગના દોષી હતા.

દુષ્કર્મ મામલે છેલ્લે 16 વર્ષ પહેલાં ફાંસી આપવામાં આવી હતી
14
ઓગસ્ટ 2004ના રોજ ધનંજય ચેટરજીને અલીપુર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેણે કોલકાતામાં 14 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી હતી. ત્યારપછી 3 આતંકીઓને મોતની સજા આપવામાં આવી હતી. 9 ફેબ્રુઆરી 2013માં અફઝલ ગુરુ, 21 નવેમ્બરે 2012ના રોજ અજમલ કસાબ અને 30 જુલાઈ 2015માં યાકુબ મેનનને ફાંસી પર લટકાવવામાં આવ્યા હતા.

માએ કહ્યું- આજનો સૂરજ દીકરીના નામે
દુષ્કર્મીઓને ફાંસી આપ્યા પછી નિર્ભયાની માતા આશા દેવીએ દીકરીની તસવીર ગળે લગાવીને કહ્યું- આજે તને ન્યાય મળી ગયો. આજનો સૂરજ દીકરી નિર્ભયાના નામે, દેશની દીકરીઓના નામે. દીકરી જીવતી હોત તો ડોક્ટરની માતા કહેવાતી, આજે નિર્ભયાની માતાના નામથી ઓળખાઉં છું. 7 વર્ષની લાંબી લડાઈ પછી દીકરીની આત્માને શાંતિ મળી છે. મહિલાઓ હવે સુરક્ષિત અનુભવશે. અમારી સુપ્રીમ કોર્ટને અપીલ છે કે, તેઓ ગાઈડ લાઈન જાહેર કરે જેથી આવા કેસમાં દોષિતો વિવિધ વિકલ્પોનો ઉપયોગ ન કરી શકે.

30 મિનિટ સુધી લટકતા રહ્યા મૃતદેહો
અંદાજે 30 મિનિટ સુધી ચારેયની લાશ તખ્તા પર લટકતી રહી હતી. 6 વાગે મેડિકલ ઓફિસરે ચારેય દોષિત પવન, અક્ષય, મુકેશ અને વિનયને મૃત જાહેર કર્યા. સવારે 8.30 વાગે દિન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારપછી મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે. જોકે હજી કોઈ પણ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની વાત કરી નથી.

ફાંસી પછી નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું- અંતે તેમને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા. આજે અમને ન્યાય મળી જ ગયો. આજનો દિવસ દિકરીઓના નામે છે. હું સરકાર અને ન્યાયપાલિકાનો આભાર માનુ છું.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post