• Home
  • News
  • ગામના લોકોએ કહ્યું- ખોટું કરનાર લોકોની આવી જ હાલત થવી જોઈએ, મોત પછી પણ પરિવારજનોએ કહ્યો નિર્દોષ
post

ફાંસીની સજાને ખોટી ગણાવે છે ગામના વૃદ્ધો અને યુવકો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 09:21:26

બસ્તી: ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાથી 20 કિમી દૂર જગન્નાથપુર ગામ છે. વર્ષ 2012 પછી આ ગામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે આ ગામના પવન ગુપ્તાએ દિલ્હીમાં નિર્ભયા સાથે દુષ્કર્મ કર્યું હતું. પવનના જીવનની છેલ્લી રાત પહેલાં આ ગામમાં સન્નાટો છવાયેલો હતો. અમુક લોકોએ તેમના મોબાઈલ પર ફાંસીનું લાઈવ કવરેજ જોયું હતું. પરિવાર પવનના મોત પછી પણ તેને નિર્દોષ ગણાવતા હતા. પવનના કાકાને ઘણો ગુસ્સો આવ્યો છે. જ્યારે પવનની ગામની મહિલાઓનું કહેવું છે કે, તેણે ખોટું કર્યું હોવાથી તેની સાથે આવું જ થવું જોઈએ.

આ ગામ પહોંચતા પહેલાં ભાસ્કર ટીમને મનોકમા નદીનો બ્રીજ પાર કરવો પડ્યો હતો. અહીંથી અંદાજે દોઢ કિમી ચાલીને અમે ગામ પહોંચ્યા હતા. ગામમાં અંદાજે 2200 મતદારો છે. મોટા ભાગના લોકો નિષાદ અને મલ્લાહ જાતીના છે. અન્ય જાતીઓ સાથે પણ સંબંધ ધરાવતા લોકોના પણ ગામમાં ઘર છે. ગામમાં દાખલ થથાં જ એક ગલી મળી હતી, તેના નાકે એક નાનકડી દુકાન છે. ત્યાં કેમેરો જોતા જ બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને યુવકોની ભીડ થઈ ગઈ હતી. પવનના વકીલ એપી સિંહને તો અહીં દરેક લોકો ઓળખે છે. દરેક એક સ્વરમાં વકીલના કામના વખાણ કર્યા હતા.

ગામની મહિલાઓએ કહ્યું- ખોટુ કરનારને આવી જ સજા મળવી જોઈએ
આખા ગામમાં ફાંસીની ચર્ચા થઈ રહી છે. મોટા ભાગના લોકો ફાંસીના સમર્થનમાં છે. અમુક એવા લોકો પણ છે જે કહે છે કે, પવન સાથે ખોટું થયું. એક વૃદ્ધ મહિલાએ કહ્યું- ભલે ફાંસી લાઈવ દર્શાવવામાં આવતી હોય પરંતુ તે દુષ્કર્મીઓને કોઈ ફરક નથી પડતો જે લોકો ખોટું કરી રહ્યા છે. ગામના એક ગ્રૂપનું માનવું છે કે, ફાંસી આપવી ખોટી વાત છે. સમર્થન કરનાર લોકોનું કહેવું છે કે- પવને સાચુ કર્યું કે ખોટું કર્યું તે કોણે જોયુ છે. જ્યારે ગામની મહિલાઓનું કહેવું છે કે, પવને ખોટું કર્યું છે તેથી તેને સજા મળવી જ જોઈએ.

પવનના પરિવારજનો ફાંસીથી નારાજ
પવનના કાકા-કાકી આજે ગામમાં હાજર હતા. સમગ્ર પરિવારે ફાંસીનું લાઈવ કવરેજ ટીવી પર જોયુ હતું. ફાંસી થતાં જ પવનના કાકા ખૂબ ગુસ્સામાં દેખાયા હતા. તેમને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આશા રામ અને કુલદીપ સેંગર જેવા લોકો આજે પણ જેલમાં છે અને પવનને ફાંસીએ તડાવી દીધો. વધુમાં તેમણે કહ્યું કે, આ બઘુ મીડિયાના પ્રેશરના કારણે થયું, હું મીડિયાને સહન નહીં કરું.

15 વર્ષ પહેલાં દિલ્હી સ્થાઈ થયો પરિવાર
પવનનો પરિવાર 15 વર્ષ પહેલાં તેમનું ઘર વેચીને દિલ્હી જતો રહ્યો હતો. પરિવારમાં માતા-પિતા, નાનો ભાઈ અને બે બહેનો છે. નિર્ભયા કાંડ પછી પવનની એક બહેનનું મોત થઈ ગયું. પવનના પિતા નિર્ભયા કાંડ પહેલાં ઘરે આવતા હતા અને મહાદેવા ચારરસ્તા પાસે તેમણે ઘર બનાવવાની પણ શરૂઆત કરી હતી. પરંતુ નિર્ભયા કાંડ પછી મકાનનું બાંધકામ ઠપ થઈ ગયું. ત્યારપછી તેઓ આ ગામ કદી પરત નથી આવ્યા. પવનના ગામના રામ જનમ અને પડોશી ઉમેશે કહ્યું કે, પવને છઠ્ઠા ધોરણ સુધી લાલગંજમાં દ્વારિકા પ્રસાદ ચૌધરી ઈન્ટર કોલેજમાં અભ્યાસ કર્યો, તે ક્રિકેટ રમવાનો શોખીન હતો.

એપી સિંહ સારા વકીલ, તેમણે બચાવવાના દરેક પ્રયત્નો કર્યા
આ પહેલાં જ્યારે અમે ગુરુવારની રાતે પવનના ગામ પહોંચ્યા ત્યારે ગામના દરેક યુવકો મોબાઈલ પર ફાંસી સાથે જોડાયેલી માહિતી જોઈ રહ્યા હતા. તેમની સાથે વાતચીત શરૂ થઈ તો દરેકે એક જ સ્વરે ફાંસીની સજાને ખોટી ગણાવી હતી. તેમણે કહ્યું- કોર્ટે ફાંસીની સજા ન આપવી જોઈએ. શું આ સજા પછી દુષ્કર્મ અટકી જવાના છે? અમે તે દીકરીની પીડા સમજી શકીએ છીએ પરંતુ ફાંસી ન થવી જોઈએ. તે અમારા ગામનો છોકરો હતો. વકીલ એપી સિંહ એક સારા વકીલ છે. તેમણે જ અત્યાર સુધી તેમને બચાવી રાખ્યા હતા. ગામના લોકોને આશા હતી કે સવારે કોઈ ચમત્કાર થઈ જાય અને કદાચ ફાંસી અટકી જાય.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post