• Home
  • News
  • દોષિતોની ફાંસીની દરેક અપડેટ લેતા રહ્યા પરિવારજનો, ગામમાં ઉજવણીનો માહોલ; લોકોએ ખુશી વ્યક્ત કરી
post

ગામમાં કાકા, દાદા અને પિતરાઈ બહેન રહે છે, ફાંસી પછી દરેકના ચહેરા પર ખુશી દેખાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 09:15:56

બલિયા: નિર્ભયાના ચારેય દોષિતો અક્ષય, મુકેશ, વિનય અને પવનને શુક્રવારે વહેલી સવારે 5.30 વાગે તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી છે. સાત વર્ષથી નિર્ભયાના પરિવારજનોની સાથે સાથે સમગ્ર દેશ ન્યાયની રાહ જોતો હતો. ફાંસી પહેલાં દૈનિક ભાસ્કર નિર્ભયાના હામ મેડૌલા કલાં પહોંચ્યા હતા. આ ગામ જિલ્લા મુખ્યાલયથી 45 કિમી દૂર છે. સવારે અંદાજે 5 વાગે ભાસ્કર ટીમ નિર્ભયાના ગામ પહોંચી ત્યારે આખા ગામમાં સન્નાટો છવાયેલો હતો. એકલ-દોકલ માણસો જ દેખાતા હતા. ગામની પાસે જ બે યુવકો મોનુ અને હરિઓમ મળ્યા. હરિઓમે આ દિવસ માત્ર નિર્ભયા માટે જ નહીં પરંતુ આખા બલિયા અને દેશ માટે મહત્વનો ગણાવ્યો. ફાંસી પછી નિર્ભયાના દાદાએ કહ્યું- આજે દેશમાંથી એક મોટો કોરોના ખતમ થઈ ગયો છે. આજે અમે હોળી મનાવીશું. આજે સવારથી નિર્ભયાના ગામમાં મીઠાઈ વહેંચવામાં આવે છે.

ડિસેમ્બર 2012 પછી આસપાસના વિસ્તારોમાં આ ગામ નિર્ભયાના ગામ તરીકે જ ઓળખાવા લાગ્યું હતું. 16 ડિસેમ્બરે આ ગામની દીકરી સાથે દિલ્હીમાં દુષ્કર્મ થયું હતું. દોષિતોને ફાંસી આપવામાં આવી હોવાથી આખા ગામમાં ઉજવણીનો માહોલ છે. નિર્ભયાના ગામના વિરેન્દ્રએ કહ્યું છે કે, આજનો દિવસ ખુબ ખુશીનો છે. આ ફાંસીથી આખા ગામને ખુશી મળી છે.

 

16-17 વર્ષની હતી ત્યારે નિર્ભયા ગામ આવી હતી
નિર્ભયાના કાકા સુરેશ સિંહે જણાવ્યું કે, નિર્ભયાના પિતા લગ્ન પછીથી જ અંદાજે 25-27 વર્ષ પહેલાં દિલ્હી શિફ્ટ થઈ ગયા હતા. ત્યાં તેઓ કુકર બનાવવાની કંપનીમાં કામ કરતા હતા. તેમના બધા બાળકો દિલ્હીમાં જ રહેતા હતા. નિર્ભયા છેલ્લે 16-17 વર્ષની હતી ત્યારે ગામ આવી હતી. નિર્ભયા વિશે તેમણે કહ્યું કે, દીકરીને ન્યાય મળવામાં ઘણી વાર લાગી. કોર્ટના નિર્ણયથી ખુશ તો છીએ પરંતુ જે રીતે હૈદરાબાદ પોલીસે કામ કર્યું તે રીતે થયું હોત તો વધારે ખુશી થાત. નિર્ભયાના દાદા શિવમોહને કહ્યું કે, ન્યાય મળવામાં ઘણી વાર લાગી. તેથી દેશમાં દુષ્કર્મીઓની સંખ્યા વધી ગઈ છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post