• Home
  • News
  • નિર્ભયાને ન્યાય / કોર્ટે ડેથ વોરન્ટ જાહેર કર્યું, 22 જાન્યુઆરીએ સવારે 7.00 વાગે ચારેય દોષિતોને ફાંસી અપાશે
post

દોષિત અક્ષય, પવન, મુકેશ અને વિનય પાસે ડેથ વોરન્ટ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવા માટે 14 દિવસનો સમય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-08 08:46:21

નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. ચારેય આરોપીઓને સવારે 7.00 વાગે ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. દોષિત અક્ષય, પવન, મુકેશ અને વિનય પાસે ડેથ વોરન્ટ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવા માટે 14 દિવસનો સમય છે. જો તેઓ એવું કરે તો તેમને ફાંસીની સજા આપી દેવામાં આવશે. દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું, અમે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરીશું. કોર્ટના નિર્ણયથી નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું કે, મારી દીકરીને આજે ન્યાય મળી ગયો છે.


વીડિયો કોન્ફરન્સ દ્વારા કાર્યવાહી :

·         વીડિયો કોન્ફરન્સ દરમિયાન જજે દોષિતોને પૂછ્યું હતું કે, શું જેલ પ્રશાસન દ્વારા તેમને નોટિસ આપવામાં આવી હતી? ત્યારે દરેક દોષિતોએ કહ્યું કે, અમને નોટિસ અપાઈ હતી.

·         જજે મીડિયા કર્મીઓને કોન્ફરન્સ રૂમની બહાર જવાનો આદેશ આપ્યો

·         દોષિત અક્ષયે જજ સમક્ષ તેની વાત રજૂ કરવાની માંગણી કરી

·         અક્ષયે જેલ સુપરીટેન્ડેન્ટ પર આરોપ લગાવ્યો. અક્ષયે કહ્યું- મીડિયામાં અમારી વાત લીક કરે છે. બંધ રૂમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જજ દોષિતો સાથે વાત કરી રહ્યા છે. અક્ષયે કહ્યું- હું ક્યુરેટિવ અરજી દાખલ કરીશ.

·         દોષિતોના વકીલે પણ કોર્ટ પાસે ક્યુરેટિવ પિટીશન દાખલ કરવાનો સમય માંગ્યો હતો. પરંતુ ત્યારે સરકારી વકીલે દલીલ કરી હતી કે માત્ર કેસને ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

ડેથ વોરંટમાં ફાંસીનો સમય, જગ્યા અને તારીખનો ઉલ્લેખ કરાય છે
ડેથ વોરન્ટને બ્લેક વોરન્ટ પણ કહે છે. તેમાં ફોર્મ નંબર-42 હોય છે. જેમાં ફાંસીનો સમય, જગ્યા અને તારીખનો ઉલ્લેખ કરવામાં આવે છે. તેમાં ફાંસી મળનાર દરેક દોષિતોનું નામ લખવામાં આવે છે. તેમાં એવું પણ લખવામાં આવે છે કે, ફાંસીઓને ત્યાં સુધી લટકાવી રાખવામાં આવશે જ્યાં સુધી તેમના મોત થાય. ડેથ વોરન્ટ જાહેર થયા પછી દોષિતોને અરજી કરવા માટે 14 દિવસનો અરજી કરવાનો સમય આપવામાં આવે છે. અરજી હાઈકોર્ટમાં કરવાની હોય છે. જો અરજી કરવામાં આવે તો દોષિતોને ફાંસી આપી દેવામાં આવે છે.

આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાની માતાની અરજી વિશે સુનાવણી કરવામાં આવી હતી. સરકારી વકીલે જજને આરોપીઓ સામે ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાના માતા-પિતા અને 3 દોષિતો પવન, વિનય અને અક્ષય તરફથી વકીલ એપી સિંહ અને દોષિત મુકેશ તરફથી વકીલ એમએલ શર્મા હાજર રહ્યા હતા.

કોર્ટમાં રજૂ કરવામાં આવેલી દલીલો

·         બચાવ પક્ષ- અમને ક્યુરેટિવ અરજી દાખલ કરવાનો સમય આપવામાં આવે

·         જજ- જેલ પ્રશાસનનો શું જવાબ છે?

·         સરકારી વકીલ- જેલ પ્રશાસને કહ્યું કે નોટિસ પીરિયડમાં કોઈ અરજી દાખલ નથી થઈ અને કોઈ અરજી કોર્ટમાં પેન્ડિંગ નથી.

·         શર્માએ કહ્યું- હું મુકેશનો વકીલ છું, સાંજ સુધીમાં વકાલતનામું કોર્ટમાં દાખલ કરી દઈશ

·         જજ- તેનો વકીલતો પહેલેથી કોર્ટમાં છે..

·         શર્મા- જો સાંજ સુધી વકાલતનામું દાખલ કરાવું તો મને કેસથી ડિસ્ચાર્જ કરી દેજો.

·         મુકેશના વકીલ- મિસ્ટર શર્મા હજી સુધી જેલમાં ક્યારેય મુકેશને મળ્યા નથી તો પછી તે તેના વકીલ કેવી રીતે હોઈ શકે.

·         સરકારી વકીલ- કોઈ પણ અરજી પેન્ડિંગ નથી, તેથી ડેથ વોરન્ટ જાહેર કરી શકાય.

·         સરકારી વકીલ- અરજી 2018થી પેન્ડિંગ છે, તેથી સંજોગોમાં બચાવ પક્ષ એવુ કહી શકે કે તેમને બચાવનો મોકો નથી મળ્યો. હવે તેઓ અચાનક કહે છે કે, તેમને ક્યુરેટિવ અરજી દાખલ કરવી છે. કેસને લાંબો ખેંચવો જોઈએ. વચમાં બોલવાના કારણે જજે વકીલ એમએલ શર્માને ઝાટક્યાં.

·         સરકારી વકીલની દલીલ- કોઈ પણ દોષિતની પુન:વિચાર અરજી સર્ક્યુલેશનમાં એટલે કે ચેમ્બરમાંથી ડિસમિસ નથી થઈ. પુન:વિચાર અરજીની સુનાવણી પણ ઓપન કોર્ટમાં થઈ છે, તેથી મામલે ક્યુરેટિવ પિટીશન હોઈ શકે.

·         એમિક્સ ક્યૂરી વૃંદા ગ્રોવર- અમને અમુક દસ્તાવેજો નથી મળ્યા તેથી અમે ક્યૂરેટિવ દાખલ કરી શક્યા નથી. અમને થોડો સમય જોઈએ છે. હું જેલાં મુકેશ અને વિનયને મળી હતી. મને કોર્ટે દોષિતોના વકીલ તરીકે નિયુક્ત કરી છે. મને દોષિતોના બચાવનો પૂરતો સમય મળવો જોઈએ. જો કોર્ટ અમને સમય આપી શકે એમ હોય તો અમને કેસથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવે.

·         વૃંદા ગ્રોવરે કહ્યું- ક્યુરેટિવ દાખલ કરવા અને દયાની અરજી દાખલ કરવા માટે ઘણાં દસ્તાવેજોની જરૂર હોય છે, જે અમને આપવામાં આવ્યા નથી.

·         રાજીવ મોહન- ક્યુરેટિવ અરજી દાખલ કરવા માટે કોઈ ગ્રાઉન્ડ નથી હોતું. જો પુન:વિચાર અરજી ફગાવી દેવામાં આવે તો ક્યુરેટિવ અરજી એક નિશ્ચિત સમયમાં દાખલ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે ઓપન કોર્ટમાં પુન:વિચારણા અરજી ફગાવી હતી. દોષિતોને કાયદાકીય વિકલ્પ અપનાવવા માટે ભરપૂર મોકો આપવામાં આવ્યો છે.

·         સરકારી વકીલ- લોકો કહે છે ક્યુરેટિવ ફાઈલ કરશે, ક્યારે કરશે તે ખબર નથી. તેમણે અત્યાર સુધી અરજી દાખલ કરી દેવી જોઈએ. જો બચાવ પક્ષને સમય જોઈએ તો કોર્ટ ડેટ વોરન્ટ જાહેર કરીને 14 દિવસનો ટાઈમ આપી દે. જો બચાવ પક્ષને સમય જોઈએ તો તેઓ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટની સમય મર્યાદા વધારવાની માંગણી કરી શકે છે. પરંતુ કોર્ટે ડેથ વોરન્ટ ચોક્કસથી જાહેર કરવું જોઈએ.

તિહાર પ્રશાસનમાં ફાંસીની દરેક તૈયારી પૂરી
તિહાર-પ્રશાસને ફાંસીની દરેક તૈયારી પૂરી કરી લીધી છે. ચારેય દોષિતોને એક સાથે ફાંસી પર લટકાવવા માટે તિહાર જેલમાં રૂ. 25 લાખના ખર્ચે એક નવું ફાંસી ઘર બનાવવામાં આવ્યું છે. તિહાર-પ્રશાસને પહેલાં સ્પષ્ટ કરી દીધું છે કે, ચારેય દોષિતોને એક સાથે ફાંસી પર લટકાવવામાં આવશે.
તિહાર જેલના મહાનિર્દેશક સંદીપ ગોયલે કહ્યું કે, એક સાથે હવે ચારેય આરોપી મુકેશ, પવન, વિનય અને અક્ષયને ફાંસી આપવાની વ્યવસ્થા કરી લેવામાં આવી છે. કોર્ટના આદેશ પછી જેલ સ્તરે દોષિતોને ફાંસી આપવામાં સહેજ પણ વાર નહીં લાગે.

નોંધનીય છે કે નિર્ભયાની માતાએ દોષિતોને શક્ય હોય એટલી વહેલી ફાંસી આપવાની માંગણી કરી હતી. પહેલાં પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોની દરેક કાયદાકીય કાર્યવાહી પૂરી કરવા માટે 7 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો. તે સાથે તિહાર જેલમાં ચારેય દોષિતોને નોટિસ આપીને પૂછવામાં આવ્યું હતું કે તેઓ દયાની અરજી દાખલ કરશે કે નહીં.

ગયા મહિને વધારાના સત્રમાં જજ સતીશ કુમાર અરોરાએ સાત જાન્યુઆરી સુધી કેસ સ્થગિત કરી દીધો હતો. તેમણે તિહાર જેલના અધિકારીઓને આદેશ આપ્યો હતો કે, તેઓ દોષિતોને ફરી નોટિસ આપીને તેમને કાયદાકીય ઉપાયોનો ઉપયોગ કરવા માટેનો સમય આપે.

સુનાવણી સતત લંબાતી હોવાથી પીડિતાની માતા આશા દેવી નિરાશ થઈ ગયા હતા. જજે આશા દેવીને કહ્યું હતું કે, ‘મારી સહાનુભૂતિ તમારી સાથે છે, હું જાણું છું કે, કોઈનું મૃત્યુ થયું છે પરંતુ આરોપીઓના પણ તેમના અધિકાર છે. અમે અહીં તમારી વાત સાંભળવા માટે છીએ પરંતુ અમે કાયદાથી પણ બંધાયેલા છીએ.’ સુનાવણી દરમિયાન પીડિતાના પક્ષ તરફથી દોષિતો વિરુદ્ધ મોતનું વોરંટ જાહેર કરવાની પણ અરજી કરી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post