• Home
  • News
  • પતિ પર POCSO નહીં લાગે:દિલ્હી HCએ કહ્યું- મુસ્લિમ લૉમાં જવાન યુવતીને મરજીથી લગ્નની મંજૂરી, ભલે પછી તે સગીરા હોય
post

આ કેસમાં સુનાવણી દરમિયાન દુવિધાની સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે જસ્ટિસ સિંહના જ એક પૂર્વ નિર્ણયથી હાલના કેસને કાઉન્ટર કરવામાં આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-23 19:11:01

દિલ્હી હાઈકોર્ટે બિહારના મુસ્લિમ દંપતીને પોલીસ પ્રોટેક્શન આપ્યું છે. કોર્ટે કહ્યું કે મુસ્લિમ લૉ મુજબ કોઈ સગીર યુવતી જે યુવાન (પ્યૂબર્ટી એજ) સુધી પહોંચી ગઈ છે, તે માતા-પિતાની મરજી વગર લગ્ન કરી શકે છે. સાથે જ તેને પોતાના પતિની સાથે રહેવાનો અધિકાર પણ છે. દંપતીએ આ વર્ષે બિહારના ઓરૈયા જિલ્લામાં મુસ્લિમ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

જસ્ટિસ જસમીત સિંહની બેંચે એમ પણ કહ્યું કે જ્યાં લગ્ન પછી જ ફિઝિકલ રિલેશન બનાવવામાં આવે છે, તે કેસમાં POCSO એક્ટ લાગુ નથી થતો.

લગ્ન વિરૂદ્ધ હતો પરિવાર તેથી કેસ કરવામાં આવ્યો
જસ્ટિસ જસમીત સિંહની બેંચે આ કપલને પોલીસ સુરક્ષા આપી છે. દંપતીએ આ વર્ષે ઓરૈયા જિલ્લામાં મુસ્લિમ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન પછી દંપતીએ કોર્ટ સમક્ષ તેમને સુરક્ષા આપવાના નિર્દેશ આપવાની માગ કરી હતી. યુવતીના પરિવારે આ લગ્નનો વિરોધ કર્યો હતો. જે બાદ યુવતીના પતિ પર IPCની કલમ 376(બળાત્કાર) અને POCSO એક્ટની કલમ 6 અંતર્ગત કેસ નોંધાવ્યો હતો.

યુવતી સગીરા, લગ્ન સમયે 15 વર્ષ અને 5 મહિનાની હતી
યુવતીના પરિવારના જણાવ્યા મુજબ લગ્ન સમયે યુવતીની ઉંમર લગભગ 15 વર્ષ 5 મહિના હતી અને લગ્ન પછી તે ગર્ભવતી થઈ ગઈ હતી. જસ્ટિસ સિંહે કહ્યું કે અરજદાર પતિ-પત્ની કાયદાકીય રીતે લગ્નગ્રંથીથી બંધાયા છે. તેમને એકબીજાથી અલગ ન કરી શકાય. જો બંનેને અલગ કરવામાં આવશે તો આ યુવતી અને તેના થનારા બાળકની સાથે અન્યાય ગણાશે.

અમારો હેતુ યુવતીના હિતોની રક્ષા કરવાનો છે. જો તેને લગ્ન માટે મંજૂરી આપી છે અને તે ખુશ છે, તો રાજ્ય તેના અંગત જીવનમાં દરમિયાનગીરી અને તેને અલગ ન કરી શકે. આવું કરવાથી તેની પ્રાઈવસી પર અતિક્રમણ કરવા સમાન ગણાશે.

POCSO એક્ટને લઈને થઈ દુવિધા
આ કેસમાં સુનાવણી દરમિયાન દુવિધાની સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે જસ્ટિસ સિંહના જ એક પૂર્વ નિર્ણયથી હાલના કેસને કાઉન્ટર કરવામાં આવ્યો. જસ્ટિસ જસમીત સિંહે એક આદેશમાં કહ્યું હતું કે એક મુસ્લિમ વ્યક્તિ પર POCSO એક્ટ અંતર્ગત એક સગીરા સાથે યૌન સંબંધ રાખવાનો આરોપ લગાવી શકાય છે.

આ અંગે તેમને કહ્યું કે બંને કેસ અલગ છે કેમકે પાછલા કેસમાં સગીરાનું શોષણ થયું હતું. આરોપીએ લગ્ન વગર જ યૌન સંબંધ બનાવ્યા હતા અને પછી પીડિતા સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post