• Home
  • News
  • દરોડા નથી પડ્યા, રુટિન ઈન્સ્પેક્શન હતું : હિમાચલમાં દરોડા અંગે અદાણીની સ્પષ્ટતા
post

કંપનીએ કહ્યું કે - અધિકારીઓને આ ઈન્સપેક્શન દરમિયાન કંઈ જ ખોટું જણાયું નથી

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-09 15:41:12

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં અદાણી ગ્રૂપના વ્યાપારિક સંસ્થાનો પર સ્ટેટ એક્સાઈઝ એન્ડ ટેક્સેશન ડિપાર્ટમેન્ટના દરોડા અંગે ખુદ અદાણી વિલ્મર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. આ મામલે એક નોટિફિકેશન જાહેર કરીને સ્પષ્ટતા કરતા જણાવાયું કે હિમાચલ પ્રદેશના પરવાણુમાં જીએસટી અધિકારીઓ દ્વારા દરોડા પાડવાના અહેવાલ ફરતા કરાયા હતા. જોકે તે કોઈ દરોડાની કાર્યવાહી નહોતી પરંતુ આ એક રુટીન ઈન્સપેક્શન હતું. અમારા અધિકારીઓ અને સ્ટાફ દ્વારા તેમને આ દરમિયાન પૂરેપૂરો સહયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અધિકારીઓને ત્યાં કોઈ ગેરરીતિ જણાઈ નહોતી. 

અદાણી ગ્રૂપની કંપનીઓ પર દરોડાના અહેવાલો ફરતા કરાયા હતા 

ઉલ્લેખનીય છે કે એવા અહેવાલો ફરતા થયા હતા કે એક્સાઈઝ વિભાગની ટીમ અને જીએસટી વિભાગની ટીમે હિમાચલમાં અદાણી વિલ્મર ગ્રૂપના સ્ટોર પર આ કાર્યવાહી કરી હતી. માહિતી અનુસાર એક્સાઈઝ વિભાગની સાથે સાઉથ એન્ફોર્સમેન્ટ ઝોનની ટીમ બુધવારે મોડી સાંજે પરવાણુમાં અદાણીના સ્ટોર પર પહોંચી હતી. માહિતી પ્રમાણે પરવાણુમાં અદાણીના સ્ટોર પર ત્રાટકેલી એક્સાઈઝ વિભાગોની ટીમોએ ગોડાઉનમાં સ્ટોકનું નિરીક્ષણ કર્યું અને તેનાથી સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરી હતી. હાલમાં ટેક્સ લાઈબેલિટી અને રોકડમાં ચૂકવણી ન કરવી તેને શંકાસ્પદ માનીને આ કાર્યવાહી કરાઈ હોવાનો દાવો કરાયો હતો. 

હિમાચલમાં અદાણી ગ્રૂપની 7 કંપની કાર્યરત 

મોડી સાંજ સુધીમાં ગોડાઉનમાં દસ્તાવેજોની ચકાસણી કરાઈ હતી અને સવાલ-જવાબ પણ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે હિમાચલમાં અદાણી ગ્રૂપની કુલ 7 કંપનીઓ કાર્યરત છે. તેમાં ફ્રૂટના કોલ્ડ સ્ટોરેજ ઉપરાંત રાજ્યમાં મોટાપાયે કરિયાણાની વસ્તુની સપ્લાય પણ અદાણી ગ્રૂપની કંપનીઓ જ કરે છે. જ્યારથી રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવી છે ત્યારથી અદાણી ગ્રૂપની તકલીફો વધી છે. રાજ્યમાં અદાણી ગ્રૂપે તેની બે સિમેન્ટ કંપનીઓમાં પ્રોડક્શન જ બંધ કરી દીધું છે. અહીં માલવહનના ભાડા સંબંધિત અમુક મુદ્દાઓ પર ખેંચતાણને લીધે કામકાજ ઠપ કરી દેવાયું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post