• Home
  • News
  • રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ નહીં:કાલથી વરસાદનું જોર ઘટશે, 7 દિવસ હળવો વરસાદ પડશે, દરિયામાં કરંટની શક્યતાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
post

સીઝનનો 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-31 18:44:54

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યાનું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી 24 કલાક રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે કાલથી વરસાદનું જોર ઘટી જવાની સંભાવના હોવાથી છૂટોછવાયો વરસાદ પડશે. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. દરિયામાં કરંટની શક્યતાને લઈને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે ચેતવણી આપી છે.

સીઝનનો 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલ ગુજરાત રાજ્યમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, આથી ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવો વરસાદ વરસી શકે છે. આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા નથી. ગુજરાતમાં સીઝનનો 85 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

ગઈકાલે રાજ્યમાં હળવો વરસાદ પડ્યો હતો
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ રાજ્ય પર વરસાદ આપતી સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે ભારે વરસાદની સંભાવનાઓ ઓછી છે. હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદના કેટલાક સ્પેલ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જોકે ભારે વરસાદની શક્યતાઓ ઓછી છે. 30મી જુલાઈએ લગભગ સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ રહ્યો હતો.

અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી
હવામાનન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટછવાયો અથવા હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આપેલી માહિત મુજબ હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. હળવાથી મધ્યમ વરસાદના અનુમાનને લઇને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના એકપણ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના નહીંવત
આ સિવાય સૌરાષ્ટ્રના એક પણ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 4-5 દિવસમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા નથી. આ સાથે 24 કલાક પછી રાજ્યમાં વરસાદમાં મોટો ઘટાડો થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં કેટલાક લાઈટ સ્પેલ થવાની શક્યતા છે. જિલ્લામાં ક્યાંય ભારે વરસાદ થવાની શક્યતા નથી.

adv

Related News

post
post
post
post
post
post
post