• Home
  • News
  • નવા વર્ષે LPG સિલિન્ડરના ભાવમાં વધારો
post

નવા વર્ષે તમારા ખિસ્સા પર ગેસ સિલિન્ડરના ભાવનો વધારેનો બોજ પડશે. પહેલી જાન્યુઆરી 2020થી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-01 13:01:24

નવી દિલ્હી : નવા વર્ષે તમારા ખિસ્સા પર ગેસ સિલિન્ડરના ભાવનો વધારેનો બોજ પડશે. પહેલી જાન્યુઆરી 2020થી રસોઈ ગેસ સિલિન્ડર (LPG Cylinder)ના ભાવમાં વધારો થયો છે. સતત ચોથા મહિને રસોઈ ગેસના ભાવમાં વધારો થયો છે, જેના કારણે આમ આદમીને ઝટકો લાગ્યો છે. દેશના મુખ્ય શહેરોમાં સબસિડી વગરના ગેસ સિલિન્ડરના ભાવમાં આશરે 19 રૂપિયા જેટલો વધારો થયો છે.

દિલ્હીમાં આજથી 14.2 કિલો સબસીડી વગરના ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોએ 714.00 રૂપિયા ચુકવવા પડશે. કોલકાતામાં ભાવ 747 રૂપિયા છે. જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં 14.2 કિલો સબસીડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ ક્રમશ: 684.50 અને 734.00 રૂપિયા છે. જ્યારે 19 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1241 રૂપિયા થઈ છે. કોલકાતામાં આ કિંમત 1308, મુંબઈમાં 1190 અને ચેન્નાઈમાં ભાવ 1363 રૂપિયા થયો છે.

અમદાવાદમાં સબસીડી વગરના 14.2 કિલોગ્રામના ગેસ સિલિન્ડરનો ભાવ 707 રૂપિયા થયો છે. જ્યારે સુરતમાં આ ભાવ 696.50 થયો છે, વડોદરામાં સબસીડી વગરના સિલિન્ડર માટે 717 રૂપિયા ચુકવવા પડશે. જ્યારે રાજકોટમાં સબસીડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ 696.50 રૂપિયા થયો છે.

adv

Related News

post
post
post
post
post
post
post