• Home
  • News
  • રાજીનામાં નહીં 'ના'રાજીનામાં:પહેલા કેશુભાઈ, પછી આનંદીબેન પટેલ અને હવે વિજય રૂપાણીનો વારો, ગુજરાતમાં મુખ્યમંત્રીના અચાનક રાજીનામાં લેવાનો ભાજપનો સીલસીલો
post

કેશુભાઈ પટેલને દિલ્હી ખાતે બોલાવી તેમનું રાજીનામું લેવામાં આવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-11 17:44:47

2001ના વર્ષમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના રાજીનામા જેવી પરિસ્થિતિ ફરીથી રાજ્યમાં સર્જાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કમલમ ખાતે પહોંચીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. કંઈક આવી જ રીતે કેશુભાઈ પટેલને 2001ના વર્ષમાં દિલ્હી ખાતે બોલાવીને તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું. જ્યારે આનંદીબેન પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામાની જાહેરાત કરી હતી.

કમલમ ખાતે વિજય રૂપાણીનું રાજીનામું
ગુજરાતમાં પાંચ વર્ષથી વધુ સમય સુધી શાસન કરનારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા આજે સવારે જ તેઓ સરદારધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બાદ અચાનક બપોરના સમયે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓનો કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ થયો હતો. આ બાદ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધીને પોતાનું રાજીનામાંની જાણ કરી હતી.

2001માં કેવી પરિસ્થિતિમાં કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યું હતું
કેશુભાઈ પટેલ કુદરત દ્વારા સર્જાયેલી સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા હતા અને સંગઠનમાં તેમની સામે બળવો થયો. વર્ષ 2000 માં સાબરમતી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીઓ યોજવામાં આવી હતી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા. 1998માં તેઓ આ બેઠક પરથી ચૂંટણી હારી ગયા. સામે ભાજપના બાબુભાઇ પટેલ હતા. આ વખતે બાબુભાઈ ચૂંટણી હારી ગયા. પટેલ મુખ્યમંત્રી તરીકે ભાજપના પટેલ ઉમેદવારની કોંગ્રેસ સાથેના પટેલોના ઉમેદવાર કેશુભાઇની સુસંગતતા પર સવાલો ઉભા થયા હતા.

આ બેઠક ગાંધીનગર વિધાનસભાના કાર્યક્ષેત્રમાં આવતી હતી. તે સમયે લાલકૃષ્ણ અડવાણી અહીંના સાંસદ હતા. તેઓ કેન્દ્રમાં ગૃહ પ્રધાન હતા. તો આ હારનો અર્થ મોટો હતો. આ ઉપરાંત સાબરકાંઠા લોકસભા બેઠક માટે યોજાનારી પેટાચૂંટણીમાં પૂરા જોરે જોતા ભાજપને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 2 ઓક્ટોબર 2001ના રોજ તેમણે મુખ્યમંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું.

આનંદીબેન પટેલે સોશિયલ મીડિયામાં રાજીનામું આપ્યું
રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યપાલને પોતાનું રાજીનામું આપ્યું હતું. રાજભવન ખાતે આનંદીબેન પટેલ સહિત મંત્રીઓ આવ્યા હતા અને રાજીનામું આપ્યું હતું. આનંદીબેન પટેલે બે દિવસ પહેલા પોતાને મુખ્યમંત્રીની જવાબદારીમાંથી મુક્ત કરો એવી ફેસબુક પર પોસ્ટ કરતાં રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ત્યાર બાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મળેલી બેઠકમાં એમનું રાજીનામું સ્વીકારી લેવાયું હતું. ત્યાર બાદ સાંજે રાજ્યપાલ ઓ.પી.કોહલીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપતી વખતે આનંદીબેન પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ સાથે ગયા હતા. અહીં ઉપસ્થિત નિતિનભાઇ પટેલે કહ્યું હતું કે, આનંદીબેન પટેલે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. નવા મુખ્યમંત્રીની વરણી ના થાય ત્યાં સુધી આનંદીબેન પટેલ કેર ટેકર મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે.

adv

Related News

post
post
post
post
post
post
post