• Home
  • News
  • અમદાવાદ:નેતાઓ રેલી કાઢે-ગરબા રમે ત્યારે કંઈ નહીં?, ને સામાન્ય જનતા રજાના દિવસે ફરવા નીકળે તો તંત્ર કાર્યવાહી કરવા દોડાદોડી કરે
post

સોશિયલ ડિસ્ટનસ ન જળવાતા લો-ગાર્ડન નેશનલ હેન્ડલૂમને સીલ માર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-24 12:15:46

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે સાંજે લો-ગાર્ડન વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગને લઈ કાર્યવાહી કરી હતી. જેમાં લો-ગાર્ડન રોડ પર બેસતા પાથરણાવાળાથી લઇને ત્યાં ફરતા લોકોને પણ ત્યાંથી હટાવ્યાં હતા. આ ઉપરાંત કોર્પોરેશને સૈજપુરમાં આવેલા ડોમિનોઝ પિત્ઝા શોપમાં કોરોનાની ગાઇડલાઇનના ભંગ બદલ 15,000 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. આ સિવાય મણિનગરના જવાહર ચોકમાં આવેલા પોમોઝ પિત્ઝા પાસેથી 25,000 અને ફ્રિઝલેન્ડ રેસ્ટોરન્ટ પાસેથી પણ 10,000નો દંડ વસૂલ્યો છે.

લો-ગાર્ડન પાસે પણ કાર્યવાહી કરી
રવિવાર હોવાને લીધે લો-ગાર્ડન પાસે આવેલા નેશનલ હેન્ડલુમમાં પણ ભીડ હતી. જેને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો. ગાઇડલાઇન્સનું પાલન ન થવાથી કોર્પોરેશને નેશનલ હેન્ડલુમને સીલ માર્યું હતું.

રોડ પર જતા સામાન્ય નાગરિકોને પણ તંત્રએ હટાવ્યાં
આ ઉપરાંત કોરોનાની ગાઈડલાઈનના ભંગ બદલ અન્ય એક પફીઝા રેસ્ટોરન્ટને પણ કોર્પોરેશને સીલ કર્યું છે. લો-ગાર્ડન વિસ્તારમાં ભીડ જોતા કાર્યવાહી કરવામાં આવી છે. એકતરફ નેતાઓ પોતાના કાર્યક્રમોમાં કાર્યકર્તાઓને બોલાવી ભીડ કરી ગરબા કરે છે અને રેલીઓ કાઢે છે. બીજી તરફ સામાન્ય જનતા જ્યારે રજાના દિવસે બહાર પરિવાર સાથે નીકળે છે, ત્યારે ભીડના નામે તંત્ર કાર્યવાહી કરવા દોડે છે.

ભાજપના નેતાઓની સોશિયલ મીડિયામાં ટીકા
એકબાજુ ભાજપના નેતાઓએ રેલી કાઢીને કરેલા સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગની સોશિયલ મીડિયામાં લોકોએ ખૂબ જ ટીકા કરી છે. નેતાઓના ગરબા રમતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર ભીડમાં ફરતા હોવાના ફોટો-વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે. ત્યારે કોરોનાની ગાઇડલાઇન્સને નેતાઓ પોતે અનુસરતા નથી તો લોકો ક્યાંથી અનુસરે?

 

adv

Related News

post
post
post
post
post
post
post