• Home
  • News
  • હવે દુબઈ જવું આસાન:વિઝા માટે કોઈ સ્પોન્સરની જરૂર નહીં પડે, પેરન્ટ્સ પણ સંતાનોને 25 વર્ષની ઉંમર સુધી સ્પોન્સર કરી શકશે, આજથી નવા નિયમો
post

5 વર્ષના ગ્રીન વિઝાની પરમિટ સમાપ્ત થયા પછી 6 મહિના સુધી રહી શકાશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-03 18:45:09

દુબઈ: સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) જઈને કામ કરવા કે રહેવા માટે જવા ઈચ્છુક લોકો માટે વિઝા નિયમો સરળ કરાયા છે. નવા નિયમો સોમવારથી લાગુ થવા જઈ રહ્યા છે. એ અંતર્ગત હવે લોન્ગ ટર્મ વિઝા માટે કોઈ હોસ્ટ કે સ્પોન્સરની જરૂર નહીં પડે. વિઝા નિયમોમાં ફેરફારનું કારણ એ છે કે એન્જિનિયરિંગ, આરોગ્ય, શિક્ષણ, ટેક્નોલોજી અને બિઝનેસક્ષેત્રે મેનેજર અને નિષ્ણાતોને સામેલ કરી શકાય. 97 લાખની વસતિ ધરાવતા યુએઈમાં ભારતીયોની વસતિ આશરે 30% છે. આવો... જાણીએ, વિઝા નિયમો અને એના ફાયદા...

·         10 વર્ષના ગોલ્ડન વિઝા શું છે, એના ફાયદા શું છે? યુએઈએ લોન્ગ ટર્મ રેસિડેન્સ એટલે કે ગોલ્ડન વિઝા નિયમોમાં ફેરફાર કર્યો છે. એનાથી કોઈપણ વિદેશી યુએઈમાં રહી શકશે, કામ કરી શકશે અને શિક્ષણ પણ લઈ શકશે. છ મહિના સુધી દેશ બહાર રહેવા બદલ વિઝા રદ પણ નહીં થાય. સ્પોન્સરની લિમિટ પણ નક્કી નથી. પેરેન્ટ્સ તેમનાં બાળકોને 25 વર્ષની ઉંમર સુધી સ્પોન્સર કરી શકે છે, જે આંકડો પહેલાં 18 વર્ષ જ હતો. વિઝાધારકના મૃત્યુ પછી પત્ની અને બાળકો રેસિડેન્સ પરમિટ પૂરી થાય ત્યાં સુધી યુએઈમાં રહી શકશે.

·         પાંચ વર્ષના મલ્ટી એન્ટ્રી ટૂરિસ્ટ વિઝા શું છે? આ વિઝા દેશમાં સતત 90 દિવસ રહેનારાને મંજૂરી આપે છે. સમાન ગાળા માટે એ વધારી શકાય છે. આ માટે અરજી કરતાં પહેલાં બેંક ખાતામાં રૂ. 3.26 લાખ જમા હોવા જરૂરી છે.

5 વર્ષના ગ્રીન વિઝાની પરમિટ સમાપ્ત થયા પછી 6 મહિના સુધી રહી શકાશે
આ વિઝા સ્કિલ્ડ પ્રોફેશનલ, ફ્રીલાન્સર, રોકાણકારો અને બિઝનેસમેનને અપાશે. આ માટે કોઈ અરજદાર દ્વારા સ્પોન્સર કરવાની પણ જરૂર નહીં રહે. આ ઉપરાંત પરિવારના સભ્યોને રેસિડેન્સ વિઝા સહિત અન્ય સુવિધા મળી શકશે. યુએઈની રેસિડેન્સ પરમિટ રદ થયા પછી છ મહિના સુધી કોઈ નિયમો વિના યુએઈમાં રહી શકાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post