• Home
  • News
  • હવે ભાદરવાના ભરોસે ગુજરાત:માત્ર અઢી ઇંચ વરસાદ સાથે શ્રાવણની વિદાય; રાજ્યમાં સરેરાશ 41% વરસાદની ઘટ, 7થી 9મી સુધી સારા વરસાદની આગાહી
post

24 કલાકમાં નર્મદા ડેમની સપાટી 20 સેમી વધી, પણ 76 ડેમમાં 20%થી ઓછું જ પાણી

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-06 10:53:09

ગુજરાતમાં ગત સપ્તાહે નોંધપાત્ર વરસાદ છતાં પણ રાજ્યમાં સરેરાશ 41 ટકા વરસાદની ઘટ છે. જોકે 7 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે ઓગસ્ટમાં પડેલી વરસાદની ઘટ ચાલુ મહિને સરભર થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે.

3 દિવસની આગાહી

·         7 સપ્ટે. તાપી, સુરત, વલસાડ, ગીર, દીવ,

·         ડાંગ નવસારી, ભાવનગર, જામનગરમાં વરસાદ

·         8 સપ્ટે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા,

·         નડિયાદ, મહેસાણા, પાટણમાં સારો વરસાદ

·         9 સપ્ટે. રાજકોટ, મોરબી, દ્વારકા, ગીર, પાટણ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠામાં સારો વરસાદની શક્યતા

રાજ્યમાં 80 દિવસમાં સરેરાશ 16 ઇંચ વરસ્યો

જૂન

4.73 ઇંચ

જુલાઈ

6.94 ઇંચ

ઓગસ્ટ

2.57 ઇંચ

સપ્ટે.*

2.14 ઇંચ

નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 20 સેમીનો વધારો નોંધાયો છે. હાલ સપાટી 117.49 મીટર થઈ છે. ઉપરવાસમાંથી 4861 ક્યૂસેક પાણીની આવક થતાં સપાટીમાં વધારો નોંધાયો છે. બીજી બાજુ, 37 ડેમમાં 10 ટકા અને 39 ડેમમાં 20 ટકાથી ઓછું પાણી ઉપલબ્ધ છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં અત્યારે માત્ર 23.63 ટકા જ પાણી નોંધાયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post