• Home
  • News
  • હવે સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ CBIના રડારમાં, ગેરકાયદેસર ખાણકામ મામલે પાઠવ્યુ સમન્સ
post

સપા સરકારમાં હમીરપુરમાં 2012થી 2016ની વચ્ચે થયેલા ગેરકાયદેસર ખાણકામનો મામલો સામે આવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-28 18:58:36

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને સીબીઆઈએ નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. અખિલેશ યાદવને સાક્ષી તરીકે 29 ફેબ્રુઆરીએ રજૂ થવા માટે કહ્યુ છે. આ સમગ્ર મામલો સપાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર ખાણકામ સાથે જોડાયેલો છે. સૂત્રો અનુસાર 150 CrPcમાં તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

અખિલેશ યાદવ સીબીઆઈ અને ઈડીને લઈને બીજેપી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેઓ સતત આરોપ લગાવતા રહ્યા છે કે ચૂંટણીના સમયે સરકાર સીબીઆઈ અને ઈડીને રાજનેતાઓની પાછળ છોડી દે છે. દરમિયાન હવે સીબીઆઈના સમન્સ પર પણ યુપીનું રાજકારણ ગરમાયુ છે. અખિલેશ યાદવને સમન્સ ને લઈને હવે સમાજવાદી પાર્ટી આક્રમક વલણ અપનાવી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર અખિલેશ યાદવ સીબીઆઈના સમન્સ પર ગુરુવારે રજૂ થશે નહીં. 

2012-13 માં મુખ્યમંત્રી રહેતા ખાણ ખનીજ વિભાગ અખિલેશ યાદવ પાસે હતો. તે સમયે ગેરકાયદેસર ખાણકામને લઈને ગંભીર આરોપ લગાવાયા હતા. 2016માં હાઈકોર્ટના આદેશ બાદ મામલાની તપાસ શરુ થઈ તો તેમાં પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિનું નામ સામે આવ્યુ. એટલુ જ નહીં અખિલેશ યાદવ સરકારમાં ઘણા જિલ્લાના ડીએમ રહી ચૂકેલા બી ચંદ્રકલા પર પણ આરોપ લાગ્યા અને તેમના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા.

શું છે સમગ્ર મામલો?

સપા સરકારમાં હમીરપુરમાં 2012થી 2016ની વચ્ચે થયેલા ગેરકાયદેસર ખાણકામનો મામલો સામે આવ્યો હતો. આ મામલે સીબીઆઈ બાદ હવે ઈડીએ મની લોન્ડ્રિંગ એક્ટ સહિત ઘણા અન્ય મામલે FIR નોંધી હતી. એફઆઈઆરમાં તત્કાલીન જિલ્લાધિકારી બી ચંદ્રકલા સહિત તે તમામ 11 લોકોના નામ નોંધવામાં આવ્યા છે. જેમના નામ સીબીઆઈની એફઆઈઆરમાં હતા. જે બાદ સીબીઆઈએ આઈએએસ અધિકારી બી ચંદ્રકલાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. આ મામલે આઈએએસ બી ચંદ્રકલા અને સપા એમએલસી રહી ચૂકેલા રમેશ ચંદ્ર મિશ્રા સહિત 11 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. 

કૌભાંડ વખતે અખિલેશની પાસે મંત્રાલય હતુ

જ્યારે આ કૌભાંડ થયુ હતુ તે સમયે 2012થી 2013ની વચ્ચે ખાણકામ મંત્રાલય અખિલેશ યાદવની પાસે જ હતુ. તે સમયે તેઓ પ્રદેશના મુખ્યમંત્રી પણ હતા. અખિલેશની સાથે-સાથે તે સમયગાળામાં જેટલા પણ મંત્રી હતા. તમામ તપાસ હેઠળ આવ્યા હતા. આ ક્રમમાં હવે સાક્ષી તરીકે અખિલેશ યાદવને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.


adv

Related News

post
post
post
post
post
post
post