• Home
  • News
  • ટોરન્ટો પોલીસને વધુ એક લાશ મળી, NRI હિરલની હત્યામાં વોન્ટેડ પૂર્વ પતિનો મૃતદેહ હોવાની શંકા
post

મૃતકે આત્મહત્યા કરી હોવાની શક્યતા, મૃતદેહ રાકેશનો હોવાની પોલીસને શંકા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 09:06:29

ટોરન્ટો: ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના પામોલની મૂળ વતની અને NRI હિરલ પટેલ (ઉંમર 28 વર્ષ)નો મૃતદેહ ગત 13 જાન્યુઆરીના રોજ કેનેડાના ટોરન્ટોમાં શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. જેની હત્યા તેના પૂર્વ પતિએ કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ત્યારે હવે સ્થાનિક પોલીસને નોર્થ એટોબિકોકમાં જનરલ હોસ્પિટલ પાસેથી એક મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ હિરલ પટેલની હત્યાના સંદિગ્ધ પૂર્વ પતિ રાકેશ પટેલનો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેની ઓળખ માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જો કે મૃતદેહ રાકેશનો હોવાની પોલીસને શંકા છે. મૃતકે આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક રીતે જણાઇ રહ્યું છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. હિરલના મોત બાદ તેના પૂર્વ પતિ રાકેશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.


2
મહિના પહેલા છૂટાછેડા થયા હતા
બોરસદના પામોલ ગામમાં રહેતી હિરલ પટેલનાં લગ્ન 7 વર્ષ પૂર્વે વર્ષ 2013માં મૂળ કિંખલોડના અને કેનેડા સ્થાઈ થયેલા એનઆરઆઈ રાકેશ મહેન્દ્રભાઈ પટેલ સાથે થયાં હતાં. લગ્ન પછી કેનેડા પહોંચેલી હિરલે મેડિકલ ક્ષેત્રે જોબ શરૂ કરી હતી. લગ્નના થોડા સમય બાદ સાસરિયાએ હિરલ પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. આથી કંટાળીને તે ભાઈના ઘરે રહેવા જતી રહી હતી. દરમિયાન 2 માસ પૂર્વે તેણે છૂટાછેડા લીધા હતા. 11 જાન્યુઆરીએ નોકરીએ ગયેલી હિરલ પરત ફરતાં તેના ભાઈએ ટોરેન્ટો પોલીસને જાણ કરી હતી. પોલીસે શોધખોળ શરૂ કરતાં ગુમશુદા હિરલનો મૃતદેહ ખાડી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. હિરલનો મૃતદેહ અકસ્માતગ્રસ્ત કારમાં કચડાઈ ગયેલી હાલતમાં હતો. જે સંદર્ભે ટોરન્ટો પોલીસે તપાસ હાથ ધરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post