• Home
  • News
  • પ્રથમ 20 દિવસ સુધી પોઝિટિવની સંખ્યા સિંગલ ડિજિટમાં, તો 13 દિવસથી રોજના 16-36 પોઝિટિવ કેસ
post

છેલ્લે તા. 27 એપ્રિલના રોજ કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 10:22:25

વડોદરા. વડોદરામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 551 પર પહોંચી છે અને છેલ્લા તેર દિવસમાં દરરોજ સરેરાશ 16 થી 36 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. નવાઇની વાત તો એવી છે કે, કોરોનાના ફેલાવાના પ્રથમ તબક્કાના 20 દિવસમાં આઠ વખત સિંગલ ડિજિટના જ પોઝિટિવ કેસ મળ્યા હતા. શહેરમાં કોરોના સંક્રમિતનો પહેલો કેસ તા.20મી માર્ચે નોંધાયો હતો અને આ દિવસે સાગમટે ત્રણ પોઝિટિવ કેસ હતા. કોરોનાના આગમનના 52 દિવસ થયા છે અને તા.20 માર્ચથી તા.8 એપ્રિલ સુધીના 20 દિવસમાં એકાંતરે દિવસે બે-ત્રણ કેસ પોઝિટિવ મળ્યા હતા અને તેમાં પણ સાૈથી વધુ નવ કેસ તા.8 એપ્રિલે મળ્યા હતા. 

કોરોના વાઇરસે છેલ્લા તેર દિવસથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ
કોરોનાનો પહેલો પોઝિટિવ કેસ નોંધાયેથી આજ દિન સુધીના 52 દિવસોમાં 17 વખત એવું બન્યું હતું કે કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા 10થી ઓછી એટલે કે 1 થી 9 વચ્ચે રહેવા પામી હતી. જેમાંયે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં ત્રણ દિવસમાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. કોરોનાનું સંક્રમણ જુદા જુદા વિસ્તારોમાં ફેલાઇ રહ્યું છે અને હાલમાં રોજ નવા વિસ્તારોમાં પગપેસારો થઇ રહ્યો છે. જોકે, કોરોનાની મહામારીમાં છેલ્લે સિંગલ ડિજિટમાં કેસ તા.27 એપ્રિલે નોંધાયો હતો. આ દિવસે કોરોના પોઝિટિવના સાત કેસ નોંધાયા હતા અને ત્યારબાદ 13 દિવસથી રોજના 16 થી લઈને 36 કેસ પાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાઇ રહ્યા છે. ઘરમાં રહીને સુરક્ષિત રહેવાની સરકારની અનેક વિનંતીઓ હોવા છતાં તેનું ચુસ્ત પાલન ન કરવાના કારણે કોરોનાની મહામારીમાં વધારો થઇ રહ્યો છે અને પ્રથમ વીસ દિવસ સુધી સંયમમાં રહેલો કોરોના વાઇરસે છેલ્લા તેર દિવસથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે.

પાંચ દિવસથી સેમ્પલનો આંકડો 200થી ઓછો
52
દિવસથી ચાલી રહેલા સેમ્પલીંગમાં એક જ દિવસમાં સૌથી વધુ સેમ્પલના રિપોર્ટ  29 એપ્રિલે જાહેર કરાયા હતા અને તેમાં 310 સેમ્પલના રિપોર્ટ હતા અને તેમાંથી 22ના પોઝિટિવ હતા. 4 મે સુધી 200થી 225 સેમ્પલ રોજ લેવાતા હતા પણ ત્યાર બાદ તા.5ના રોજ 137, તા,6ના રોજ 146, 7ના રોજ 180, 8ના રોજ 152 અને તા.9ના રોજ 165 સેમ્પલના રિપોર્ટ જાહેર કરાયા હતા.

·         સિંગલ આંકડામાં કેસ

તારીખ     

   કેસ

20 માર્ચ

3

22 માર્ચ

3

24 માર્ચ

2

27 માર્ચ

1

માર્ચ

1

માર્ચ

2

માર્ચ

1

માર્ચ

9

13 માર્ચ

5

14 માર્ચ

4

16 માર્ચ

7

20 માર્ચ

9

21 માર્ચ

5

23 માર્ચ

2

24 માર્ચ

4

26 માર્ચ

7

27 માર્ચ

7

 

adv

Related News

post
post
post
post
post
post
post