• Home
  • News
  • વિશ્વના સૌથી વધુ 30 પ્રદૂષિત શહેરોમાં 21 ભારતના, દક્ષિણ એશિયાના દેશોની હાલત સૌથી વધુ ખરાબ
post

ગતવર્ષની સરખામણીએ ભારતમાં વાયુ પ્રદૂષણ 20 ટકા ઘટ્યું, રિપોર્ટમાં આ સુધારાનું કારણ આર્થિક મંદીને ગણાવવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-26 11:40:04

નવી દિલ્હીઃ વિશ્વભરમાં વાયુ પ્રદૂષણના સૌથી ખરાબ સ્તર વાળા શહેરોના વાર્ષિક લિસ્ટમાં ભારતના શહેરો એક વખત ફરી ટોપ પર છે. યુપીનું ગાજિયાબાદ આ લિસ્ટમાં પ્રથમ નંબરે છે. ટોપ-10માંથી 6 અને ટોપ-30માં કુલ 21 શહેરો પણ ભારતના છે. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ-2019નો આ ડેટા આઈક્યુઆઈઆર એ તૈયાર કર્યો છે. દર વર્ષે આ રિપોર્ટ તૈયાર થાય છે. 2018ના રિપોર્ટમાં ટોપ-30 પ્રદૂષિત શહેરોમાં ભારતના 22 શહેરો સામેલ હતા.

નવા રિપોર્ટના જણાવ્યા મુજબ યુપીના ગાજિયાબાદમાં 2019માં સરેરાશ પીએમ2.5( (μg/m³)- 110.2 હતુ, જે વિશ્વભરમાં સૌથી ખરાબ હતું. પછીના ક્રમે ચીન અને પાકિસ્તાનના શહેરો છે, જેમજેમ લિસ્ટ આગળ વધતું જાય છે, ભારતના શહેરોની સંખ્યા પણ તેમા વધતી જાય છે. ટોપ-50 સુધી ભારતના 26 શહેર આ લિસ્ટમાં આવે છે. આ લિસ્ટના ટોપ-50માં તમામ એશિયાઈ દેશોના શહેરો છે. આ બધાનું વાર્ષિક પીએમ2.5 (μg/m³)- 60થી વધુ રહ્યું છે.

શહેર

PM 2.5 (μg/m³) 2019

PM 2.5 (μg/m³) 2018

ગાજિયાબાદ, ભારત

110.2

135.2

હોતન, ચીન

110.1

116

ગુજરનવાલા, પાકિસ્તાન

105.3

-

ફૈસલાબાદ, પાકિસ્તાન

104.6

130.4

દિલ્હી, ભારત

98.6

113.5

નોઈડા, ભારત

97.7

123.6

ગુડગાંવ, ભારત

93.1

135.8

રાવલપિંડી, પાકિસ્તાન

92.2

-

ગ્રેટર નોઈડા, ભારત

91.3

-

બંધવારી, ભારત

90.5

-

લખનઉ, ભારત

90.3

115.7

લાહોર, પાકિસ્તાન

89.5

114.9

બુલંદશહેર, ભારત

89.4

-

મુજફ્ફરનગર, ભારત

89.1

-

બાગપાત, ભારત

88.6

-

કાશગર, ચીન

87.1

95.8

જિંદ, ભારત

85.4

91.6

ફરિદાબાદ, ભારત

85

129.1

કોરૌત, ભારત

85

-

ભિવંડી

83.4

125.4

ઢાંકા, બાંગ્લાદેશ

83.3

97.1

પટના, ભારત

82.1

-

પલવલ, ભારત

82.1

-

દક્ષિણ તાંગરેન, ઈન્ડોનેશિયા

81.3

-

મજફ્ફરપુર, ભારત

81.2

110.3

હિસાર, ભારત

81

-

મુરીદકે, પાકિસ્તાન

80.6

-

કુતૈલ, ભારત

80.4

-

જોધપુર, ભારત

77.2

113.6

મુરાદાબાદ, ભારત

76.5

104.9

સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં ભારતનું સ્થાન 5મું

ટોપ-10 સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં તમામ દેશો એશિયાના છે. ભારતનું સ્થાન તેમાં 5મું છે. ગત વર્ષે ભારતનું સ્તાન ત્રીજું હતું. 2019માં ભારતનું પીએમ2.5 (μg/m³)- 58.08 રહ્યં, જે 2018થી 14.46 પોઈન્ટ ઓછું છે. રિપોર્ટમાં આ સુધારાનું કારણ આર્થિક મંદીને ગણાવવામાં આવી છે. આ લિસ્ટમાં બાંગ્લાદેશ પ્રથમ નંબરે અને પાકિસ્તાન બીજા નંબરે છે. દક્ષિણ એશિયાના દેશ, દક્ષિણ પૂર્વી એશિયાના દેશ અને પશ્ચિમ એશિયાના દેશોની સ્થિત ખૂબ જ ખરાબ છે. વિશ્વભરમાં આ ભાગના વાયુ પ્રદૂષણના સ્તરને સૌથી ચિંતાજનક ગણવામાં આવ્યું છે.

દેશ

PM 2.5 (μg/m³) 2019

PM 2.5 (μg/m³) 2018

બાંગ્લાદેશ

83.3

97.1

પાકિસ્તાન

65.8

74.2

મંગોલિયા

62

58.5

અફધાનિસ્તાન

58.8

61.8

ભારત

58.08

72.54

ઈન્ડોનેશિયા

51.71

42.01

બહરીન

46.80

59.80

નેપાળ

44.46

54.15

ઉઝ્બેકિસ્તાન

41.20

34.30

ઈરાક

39.60

-

કયા આધાર પર તૈયાર થાય છે રિપોર્ટ ?

ગ્લોબલ એર ક્વોલિટી ઈન્ફોર્મેશન કંપની આઈક્યુઆઈઆરના રિસર્ચરોએ ગ્રાઉન્ડ મોનિટરિંગ સ્ટેશન દ્વારા મળેલા પીએમ2.5 (μg/m³)ના ડેટાના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. પીએમ 2.5 PM (μg/m³) વાયુમાં ધુળના ખૂબ જ ઓછા કણ હોય છે, જેને માઈક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. શ્વાસ લેવા દરમિયાન કણો સરળતાથી ફેફસા સુધી પહોંચી જાય છે, જે ખૂબ જ નુકસાનકારક હોય છે. તે આગળ જતા હાર્ટ અને ફેફસા સાથે જોડાયેલી બીમારીનું કારણ બને છે. જો કોઈ શહેરની PM 2.5 (μg/m³)- 12થી ઓછી છે તો તેને સારી માનવામાં આવે છે.

પીએમ2.5 (μg/m³)

એક્યુઆઈ લેવલ

સ્વાસ્થ્ય માટે કેવું ?

0-12

0-50

સારુ

12.1-35.4

51-100

સંતોષજનક

35.5-55.4

101-150

સામાન્ય

55.5-150.4

151-200

ખરાબ

150.5-250.4

201-300

ખૂબ ખરાબ

250.5+

301+

ગંભીર

વાયુ પ્રદૂષણના કારણે દર વર્ષે 15 વર્ષથી ઓછી ઉંમરના 6 લાખ બાળકોના મોત

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 2018ના એક રિપોર્ટ મુજબ, વિશ્વમાં દર વર્ષે 15 વર્ષથી ઓછી ઉંમરના 6 લાખ બાળકોના મોત માત્ર પ્રદૂષણથી થતી બીમારીઓના કારણે થાય છે. વર્લ્ડ બેન્કના 2016ના એક રિપોર્ટ મુજબ, વાયુ પ્રદૂષણના કારણે થનાર બાળકોના મોતથી દર વર્ષે વિશ્વમાં 5 ટ્રિલિયન ડોલરનું નુકસાન થાય છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post