• Home
  • News
  • કેરાલામાં ચોમાસાની સત્તાવાર એ્ન્ટ્રી, નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ વહેલુ આગમન
post

આ પહેલા હવામાન વિભાગ કહી ચુકયુ હતુ કે, બંગાળની ખાડીમાં આવેલા આસની નામના તોફાનના પ્રભાવના કારણે આ વખતે ચોમાસુ સમય પહેલા કેરાલા પહોંચે તેવી શક્યતા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-30 10:27:13

નવી દિલ્હી: ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી સચોટ પૂરવાર થઈ છે.આજે 29 મેના રોજ ચોમાસાની સત્તાવાર રીતે કેરાલામાં એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે, સમય કરતા ત્રણ દિવસ પહેલા ચોમાસાનુ આગમન થયુ છે.આવનારા દિવસોમાં કેરાલાની સાથે સાથે કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં ચોમાસુ આગળ વધશે.

આ પહેલા હવામાન વિભાગ કહી ચુકયુ હતુ કે, બંગાળની ખાડીમાં આવેલા આસની નામના તોફાનના પ્રભાવના કારણે આ વખતે ચોમાસુ સમય પહેલા કેરાલા પહોંચે તેવી શક્યતા છે. કેરાલા પહેલા 16 મેના રોજ આંદામાન નિકોબાર સુધી ભારતનુ ચોમાસુ પહોંચી ચુકયુ હતુ અને આસની નામના તોફાનના કારણે તે આગળ વધે તેવી શક્યતા હતી.ચોમસાની એન્ટ્રી સાથે જ હવામાન વિભાગે કેરાલામાં 1 જુન સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post