• Home
  • News
  • જમ્મુ-કાશ્મીર 370 હટાવ્યાના 232 દિવસ પછી ઓમર અબ્દુલ્લાને મુક્ત કરવામાં આવ્યા
post

હવે માત્ર મહેબૂબા નજરબંધ, આ સપ્તાહે મુક્ત થઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 08:42:34

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા 232 દિવસ નજરબંધ રહ્યા પછી મુક્ત થયા હતા. મુક્તિ સમયે તેમના ચહેરા પર લાંબી દાઢી હતી. લોકોને ઉશ્કેરવાની આશંકાએ પીએસએ હેઠળ ઓમર પર લોકોને ઉશ્કેરવાનો આરોપ હતો. પોલીસ દ્વારા પીએસએ હેઠળ કાર્યવાહી કરાઈ હતી. મંગળવારે પીએસએ હટાવાયા પછી તેમની મુક્તિનો આદેશ કરાયો હતો. મુક્ત થયા પછી ઓમરે કહ્યું કે સરકારે અટક કરાયેલા અન્ય નેતાઓને પણ મુક્ત કરવા જોઈએ. તેમણે કોરોના અંગે લૉકાડાઉન અને પ્રતિબંધનું સમર્થન કરતાં કહ્યું કે તમામે તેનું પાલન કરવું જોઈએ. તેમના પિતા ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તિની પણ ધરપકડ કરાઈ હતી. ફારૂકને 13 માર્ચે મુક્ત કરાયા હતા. મહેબૂબા હજી નજરબંધ છે.


બહેને ઓમરની ધરપકડને સુપ્રીમમાં પડકારી હતી
ઓમરની બહેન સારા પાયલટે પીએસએ 1978 હેઠળ તેમના ભાઈની ધરપકડને સુપ્રીમકોર્ટમાં પડકારી હતી. સુપ્રીમે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રને કહ્યું હતું કે જો ઓમરને મુક્ત કરવાની વિચારણા હોય તો તેનો તાકીદે અમલ કરવો. જો આગામી સપ્તાહ સુધીમાં તેમને મુક્ત નહીં કરાય તો તેમની બહેનની અરજીની મેરિટના આધારે સુનાવણી કરીશું.

 

adv

Related News

post
post
post
post
post
post
post