• Home
  • News
  • RTI : અમદાવાદમાં રોજ સરેરાશ 18 ફ્લાઈટ 1 કલાકથી વધુ મોડી પડે છે, 9 મહિનામાં સ્પાઈસ જેટની 4274, ગો એરની 4095 ફ્લાઈટ લેટ
post

RTIમાં-મળેલી-માહિતી-મુજબ-જાન્યુઆરીથી-20-સપ્ટેમ્બર-સુધી-14,210-ફ્લાઈટ-મોડી-પડી-હતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-08 09:39:54

 

અમદાવાદ: ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીચેકિંગ બોર્ડિંગમાં સમય લાગતા ઘણીવાર ફ્લાઈટો એક મિનિટથી લઈ કલાકો સુધી મોડી પડે છે. અમદાવાદ એરપોર્ટ પર જાન્યુઆરીથી 20 સપ્ટેમ્બર 2019 સુધી દરરોજ સરેરાશ 54 ફ્લાઈટ મિનિટથી વધુ મોડી પડી છે જ્યારે સરેરાશ 18 ફ્લાઈટ એક કલાકથી વધુ મોડી પડી છે. જ્યારે સૌથી વધુ સ્પાઈસ જેટની અને ગોએરની ફ્લાઈટો મોડી પડી હતી.


એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે રાઈટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઈ) અધિકાર હેઠળ આરટીઆઈ એક્ટિવિસ્ટ રોહિત પટેલે એરપોર્ટ પર મોડી પડેલી ફ્લાઈટો અંગે માહિતી માંગી હતી.જેના જવાબમાં એરપોર્ટ ઓથોરિટીએ આપેલી માહિતી અનુસાર
 જાન્યુઆરીથી 20 સપ્ટેમ્બર સુધી એટલે કે, 263 દિવસમાં અમદાવાદ એરપોર્ટ પર આવતી અને જતી મિનિટથી વધુ મોડી પડેલી ફ્લાઈટોની સંખ્યા લગભગ 14210 જેટલી થાય છે. એટલે કે દરરોજ સરેરાશ 54 ફ્લાઈટો મોડી પડે છે. જો કેએરપોર્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ સરેરાશ 45 મિનિટથી લઈ કલાક સુધી ફ્લાઈટ મોડી પડે તો તેઓ ફ્લાઈટને મોડી પડેલી માને છે.


સ્પાઈસ જેટની 4274, ગો એરની 4095 ફ્લાઈટ લેટ :
આ સમયગાળામાં અમદાવાદ એરપોર્ટ પર એક કલાકથી વધુ કુલ 4859 ફ્લાઈટો મોડી પડી હતી. એટલે કે દરરોજ સરેરાશ 18 ફ્લાઈટ મોડી પડે છે. વધુમાં આ સમય દરમિયાન સૌથી વધુ 10 કલાક સુધી ફ્લાઈટ મોડી પડતા ઘણીવાર પેસેન્જરોને ભારે હાલાકી ભોગવવી પડી છે.



મુંબઈના રનવેનું રિકાર્પેટિંગ શરૂ થતાં ફ્લાઈટનું શિડ્યૂલ ખોરવાયું : 
એરપોર્ટ પર ગુરુવારે આવતી જતી 12 ફ્લાઈટ 1 કલાકથી લઈ 3.23 કલાક સુધી મોડી પડી હતી. જેમાં મુંબઈ એરપોર્ટ પર રનવે રિકાર્પેટિંગની કામગીરીને પગલે સૌથી વધી મુંબઈની ફ્લાઈટો મોડી પડી છે. મુંબઈ એરપોર્ટના રનવેના રિકાર્પેટિંગની કામગીરી શરૂ થઈ જતાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે 5 ફ્લાઈટના શિડ્યૂલ ખોરવાયા હતા. રિકાર્પેટિંગની કામગીરીને કારણે રનવે સવારે 9.30થી સાંજે 5.30 સુધી બંધ રાખવામાં આવે છે. આ કામગીરી 28 માર્ચ સુધી ચાલવાની હોવાથી મુંબઈ-અમદાવાદ વચ્ચેની ફ્લાઈટોને અસર થઈ શકે છે. ​​​​​​​


 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post