• Home
  • News
  • અમદાવાદ-રાજકોટ હાઇવે પર લીંબડી પાસે પુલની કામગીરીને કારણે પાણી ભરાતાં કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો, સ્થિતિ સામાન્ય થતાં 10 કલાક લાગ્યા
post

અમદાવાદ-રાજકોટ સિક્સલેનની કામગીરી ચાલી રહી છે, જેમાં અનેક જગ્યાએ બ્રિજની કામગીરી ચાલુ છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-27 19:15:21

સુરેન્દ્રનગર: અમદાવાદ-રાજકોટ સિક્સલેનની ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરીને કારણે વાહનચાલકોની પરેશાની વધી છે. ચોમાસાને કારણે પરેશાની બેવડાઈ ગઈ છે. લીંબડી પાસે ચાલી રહેલા બ્રિજની કામગીરીને કારણે રસ્તા પર પાણી ભરાતાં ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને કલાકો સુધી ફસાવવાનો વારો આવ્યો હતો. કલાકો સુધી ટ્રાફિકજામ રહેતાં પોલીસ અને R&Bના અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યા અને ટ્રાફિકને પૂર્વવત કરવા પ્રયાસો હાથ ધર્યા હતા.

લીંબડી પાસે બ્રિજની કામગીરીને કારણે ટ્રાફિકજામ થયો
અમદાવાદ-રાજકોટ સિક્સલેનની કામગીરી ચાલી રહી છે, જેમાં અનેક જગ્યાએ બ્રિજની કામગીરી ચાલુ છે. લીંબડી પાસે પણ હાલ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેથી જે ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે એના પર વરસાદી પાણી ભરાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. કલાકો સુધી ટ્રાફિકજામ રહેતાં હાઈવે પર 6 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી.

પોલીસ અને R&Bના અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યા
લીંબડી પાસે ટ્રાફિકજામ થતાં અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ તરફ આવતા વાહનચાલકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને આરએન્ડબીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બિસ્માર થયેલા રસ્તા પર કપચી પાથરવામાં આવી હતી. હાલ વાહનવ્યવહાર પૂર્વવત થયો હોવાનું જાણવા મળ્યું છે, જોકે આ પહેલાં 10 કલાક સુધી લોકોને અહીં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

આ સમસ્યા મામલે લીંબડી આરએન્ડબીના સ્ટાફે જણાવ્યું હતું કે સિક્સલેનના કામમાં આજુબાજુમાં દબાણને કારણે કામ ઝડપી થઇ શકતું નથી. બીજી બાજુ, ગટરના કામ માટે પણ લોકોનો સપોર્ટ ન મળતાં આ વિકટ સમસ્યા ઉદભવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post