• Home
  • News
  • કોંગ્રેસના સવાલ પર ગુજરાત સરકારે રાજ્યના જાહેર દેવાનો આંકડો વિધાનસભામાં રજૂ કર્યો, જાણો કેટલો
post

કોંગ્રેસના સવાલ પર રાજય સરકારે લેખિતમાં જવાબ આપ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-27 19:22:27

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે.આજે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસે રાજ્યના દેવા અંગેનો સવાલ ઉઠાવ્યો હતો. કોંગ્રેસના ઉપદંડક શૈલેષ પરમારે રાજ્યના જાહેર દેવા અંગેનો સવાલ પુછીને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સરકાર તરફથી લેખિતમાં જવાબ આપવામાં આવ્યો હતો કે, વર્ષ 2023ની સ્થિતિએ રાજ્ય સરકારનું જાહેર દેવું 3,20,812 કરોડ રૂપિયા છે. તે ઉપરાંત સરકારે જણાવ્યું હતું કે, જાહેર દેવામાં વર્ષ 2020-21માં 22,023 કરોડ રૂપિયા અને વર્ષ 2021-22માં 23,063 કરોડનું વ્યાજ ચૂકવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2020-21 માં 17,920 કરોડ રૂપિયા અને વર્ષ 2021-22 માં 24,454 કરોડ રૃપિયાની મુદલ ચૂકવામાં આવી છે. 

અર્જુન મોઢવાડિયાએ GSTને લઈ સવાલ પૂછ્યો
બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા ગૃહમાં ભારત સરકાર દ્વારા GST કાયદાના અમલમાં બાદ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવતા વળતર મામલે સવાલ પુછ્યો હતો. જેમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા 30 હજાર 401 કરોડની ચુકવણી કરવાની છે. જેની સામે ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 4 હજાર 219 કરોડ 73 લાખ ચૂકવવા આવ્યા છે.

24,454 કરોડ રૂપિયા મુદલની ચુકવણી કરી
જ્યારે 17 હજાર 45 કરોડ 13 લાખ રૂપિયા લોન પેટે આપવામાં આવ્યા છે. તો 9 હજાર 136 કરોડ 26 લાખની ચુકવણી કરવાની બાકી છે. રાજ્ય સરકારે નાણાંકીય સંસ્થા પાસેથી 17812 કરોડની લોન લીધી છે, તે ઉપરાંત બજાર લોનમાંથી સરકારે 2,64,703 કરોડની લોન લીધી છે, કેન્દ્ર પાસે  રાજ્ય સરકારે 9788 કરોડની લોન લીધી છે, સરકારે 22,063 રૂપિયા વ્યાજ અને 24,454 કરોડ રૂપિયા મુદલની ચુકવણી કરી છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post