• Home
  • News
  • ઓગસ્ટ સુધી 67 કરોડ ગરીબો માટે એક દેશ-એક રાશન કાર્ડ, 8 કરોડ મજૂરોને 2 મહિના વિના મૂલ્યે અનાજ, 2.5 કરોડ ખેડૂતને 2 લાખ કરોડનું ધિરાણ
post

નાણાં પ્રધાન સીતારમણે બીજી પ્રેસ કોન્ફરન્સમાં 9 ઘોષણા કરી, પરપ્રાંતીય મજૂરો માટે 3 અને નાના ખેડૂતો માટે 2 જાહેરાત

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-15 10:22:50

નવી દિલ્હી: નાણાં પ્રધાને 20 લાખ કરોડના રૂપિયાના આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ગુરુવારે સતત બીજા દિવસે રાહત પેકેજનું બ્રેકઅપ આપ્યું હતું. તેમણે કુલ 9 ઘોષણા કરી હતી. જેમાંથી 3 પરપ્રાંતીય મજૂરો, 2 નાના ખેડૂતો અને એક-એક ઘોષણા મુદ્રા લોન, સ્ટ્રીટ વેન્ડર્સ, હાઉસિંગ તથા આદિવાસી ક્ષેત્રોમાં રોજગારીને લગતી હતી.એક કલાક 55 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં નાણાં પ્રધાને 9 જાહેરાત કરી
1) 8
કરોડ પરપ્રાંતીય મજૂરોને આગામી બે મહિના સુધી વિના મૂલ્યે રાશન
શું મળશેઃ 5 કીલો ઘઉં કે ચોખા પ્રતિ વ્યક્તિ અને 1 કીલો ચણા પરિવાર દીઠ આપવામાં આવશે.
કોને મળશેઃ જેઓ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા નથી કે જેમની પાસે રાજ્યો તરફથી મળતા ગરીબી કાર્ડ નથી તેમને વિના મૂલ્યે અનાજ મળશે.
કેવી રીતે મળશેઃ કેન્દ્ર સરકાર રૂપિયા 3500 કરોડનો ખર્ચ કરશે. રાજ્ય સરકારોએ ફક્ત તેનો અમલ કરવાનો છે.
ક્યારે મળશેઃ કાલથી આગામી બે મહિના સુધી
2)
આગામી ત્રણ મહિનામાં એક દેશ-એક રાશન કાર્ડ

કેવી રીતે મળશેઃ અત્યાર સુધી પરપ્રાંતીય મજૂરો અને ગરીબોને તેમના રાશન કાર્ડ મારફતે અન્ય રાજ્યોમાં જતા અનાજ મળતુ ન હતું. આવા ગરીબો માટે સરકારે એક દેશ-એક રાશન કાર્ડ યોજના રજૂ કરશે.
કેવી રીતે મળશેઃ પરપ્રાંતીય મજૂરો અન્ય રાજ્યોમાં પણ કંટ્રોલની દૂકાનો પર રાશન લઈ શકશે.
ક્યારે મળશેઃ માર્ચ, 2021 દેશભરમાં એક દેશ-એક રાશન કાર્ડ સુવિધા શરૂ થશે. પણ આ અગાઉ ઓગસ્ટ સુધી 23 રાજ્યોમાં 67 કરોડ ગરીબોને રાશન કાર્ડ પોર્ટેબિલિટીનો લાભ મળશે. આ અગાઉ ઓગસ્ટ સુધી પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો લાભ મેળવનાર 83 ટકા વસ્તી એક દેશ-એક રાશન કાર્ડના દાયરામાં આવશે.

3) પરપ્રાંતીય મજૂરોને ઓછા ભાડાના મકાન મળશે
શું મળશેઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઓછા ભાડાના મકાનની યોજના રજૂ કરવામાં આવશે
કોને મળશેઃ પરપ્રાંતીય મજૂરો અને શહેરી ગરીબોને તેનો ફાયદો મળશે
કેવી રીતે મળશેઃ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ મારફતે સરકારની ફન્ડિંગવાળી હાઉસિંગ સ્કીમને આ સ્કીમમાં બદલવામાં આવશે. ઉદ્યોગપતિ, મેન્યુફેક્ચરિંગ યુનિટ અને સંસ્થાઓને ઈન્સેન્ટીવ આપવામાં આવશે. જેથી પોતાની જમીનો પર યુનિટમાં કામ કરનારા શ્રમિકો માટે ભાડાના મકાન બનાવી શકે.


ક્યારે મળશેઃ હજુ નક્કી નથી


4)
મુદ્રા લોન મેળવનારને રાહત

શું મળશેઃ નાના વ્યાપારીઓને કોરોના અને લોકડાઉનને લીધે સૌથી વધારે નુકસાન થયુ છે. તેમને સરકારી ઋણ પર લાગતા વ્યાજમાં 2 ટકાની છૂટ મળશે.


કેવી રીતે મળશેઃ આવા 37 લાખ નાના વ્યાપારીઓ કે જેમનો કારોબાર હજુ શરૂઆતી તબક્કામાં છે અને જેમનું 50 હજાર સુધી દેવુ છે.


કેવી રીતે મળશેઃ સરકાર આ માટે રૂપિયા 1500 કરોડનો ખર્ચ કરશે.


ક્યારે મળશેઃ જે કારોબાર નિયત સમય પર દેવું ચુકવી રહ્યા છે તેમને આગામી 12 મહિના સુધી લાગનાર વ્યાજમાં 2 ટકાની રાહત મળશે.

5) 6 લાખથી 18 લાખ સુધી વાર્ષિક આવક ધરાવનારને હાઉસિંગ લોન પર સબસિડી
શું મળશેઃ મે,2017માં સરકાર મધ્ય વર્ગના ઈનકમ ગ્રુપના લોકો માટે હાઉસિંગ લોન મેળવવા પર સબસિડી યોજના રજૂ કરી હતી. અત્યાર સુધી તેમા 3.3 લાખ મધ્યમ વર્ગીય પરિવારને લાભ મળશે. પહેલા આ સ્કીમ 31 માર્ચ 2020 સુધી હતી. તેને વર્તમાન ફાયનાન્સિયલ યર મારફતે જારી કરવામાં આવી રહી છે.


કોને મળશેઃ આવા 2.5 લાખ મધ્યમ વર્ગીય પરિવારોને કે જેમની વાર્ષિક આવક 6 લાખથી 18 લાખ રૂપિયા છે. તેમને વ્યાજમાં અલગ-અલગ છૂટ આપવામાં આવશે.



કેવી રીતે મળશેઃ સરકાર 70 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
ક્યારે મળશેઃ 31 માર્ચ 2021 સુધી તેનો ફાયદો મળી શકશે. એવો અનુમાન છે કે તેનાથી હાઉસિંગ સેક્ટરમાં ડિમાંડ વધશે. સિમેન્ટ અને કન્સ્ટ્રક્શન મટેરિયલના સપ્લાઈમાં ઝડપ આવશે. શ્રમિકોને રોજગારી પણ મળશે.

6) 50 લાખ સ્ટ્રીટ વેન્ડર્સ માટે રૂપિયા 5 કરોડ રૂપિયા


શું મળશેઃ સ્ટ્રીટ વેન્ડર્સને 10 હજાર રૂપિયા સુધીના સ્પેશ્યલ ક્રેડિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી તેમને દરરોજની જરૂરિયાતો માટે તેમની પાસે રોકડ મળતી રહે.


કેવી રીતે મળશેઃ 50 લાખ એવા સ્ટ્રીટ વેન્ડર્સને જેમની આવક પર લોકડાઉનને લીધે અસર થઈ છે.


કેવી રીતે મળશેઃ જો સ્ટ્રીટ વેન્ડર્સ ડિજીટલ પેમેન્ટને ઉત્તેજન આપે છે તો તે અંગે રિવર્ડ મળશે. જો 10 હજાર રૂપિયાના એડવાન્સ ચુકકવાના સંજોગોમાં તે અંગે રેકોર્ડ સારો રહે છે તો તેની લિમિટ પણ વધારવામાં આવશે. સરકાર આ યોજના પર 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.


ક્યારે મળશેઃ સરકાર એક મહિનાની અંદર સ્કીમ રજૂ કરશે7) 2.5 કરોડ ખેડૂતો માટે 2 લાખ કરોડ


શું મળશેઃ ખેડૂતોને ઓછા વ્યાજ દરો પર ઋણની સુવિધા મળશે. વ્યાજ દરો પર છૂટ કેટલી હશે તે હજુ સ્પષ્ટ નથી
કોને મળશેઃ 2.5 કરોડ ખેડૂત, માચ્છીમારો અને પશુ પાલકોને તેનો લાભ મળશે


કેવી રીતે મળશેઃ આ ફાયદો કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે મળશે. સરકારે તેના માટે 2 લાખ કરોડ રૂપિયા આપ્યા છે
ક્યારે મળશેઃ સરકારે આ બાબત સ્પષ્ટ કરી નથી


8)
ખેડૂતો માટે રૂપિયા 30 હજાર કરોડની મદદ 
શું મળશેઃ 3 કરોડ નાના-સીમાંત ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરે છે. જે ખેડૂતો પાસે ખેતી લાયક 1 એકરથી ઓછી જમીન છે તેવા ખેડૂતોને સીમાંત ખેડૂત કહે છે.


કેવી રીતે મળશેઃ સરકાર નાબાર્ડ મારફતે ગ્રામીણ સહકારી બેન્કો અને ક્ષેત્રીય ગ્રામીણ બેન્કોને 30 હજાર કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવશે. આ પૈસા આગળ જતા 33 રાડ્યોની સહકારી બેન્કો, 351 જીલ્લા સહકારી બેન્કો અને 43 પ્રાદેશિક ગ્રામીણ બેન્કોને મળશે.


9)
આદિવાસીઓની રોજગારી માટે
શહેરો, ગામો અને નાના વિસ્તારોમાં આદિવાસીઓ માટે રોજગારીની તકોનું સર્જન કરવામાં આવશે. આ માટે સરકાર 6000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. જંગલો, વન્યજીવોનું રક્ષણ, વૃક્ષો લગાવવા વગેરે કામો માટે રોજગારી આપવામાં આવશે.રાહત પેકેજ ઉપરાંત ખેડૂતો માટે ઈન્ટરેસ્ટ સબ્વેન્શન સ્કીમ 31 મે સુધી વધારવાનો નિર્ણય

સરકાર નાના ખેડૂતો માટે ઈન્ટરેસ્ટ સબ્વેન્શન સ્કીમ 31 મે સુધી વધારવાનો નિર્ણય કર્યો 
સરકારે નાના ખેડૂતો માટે ઈન્ટરેસ્ટ સબ્વેન્શન સ્કીમ સમયસર ઋણ ચુકવવા બદલ ઈન્સેન્ટીવ આપવાની સ્કીમ વધારી છે. જે ખેડૂત 3 લાખ સુધી શોર્ટ ટર્મ લોન લે છે. તેમને 2 ટકા વાર્ષિક ચુકવણી સરકાર કરે છે. આ રીતે સમયસર ઋણ ચુકવે છે તેમને વ્યાજમાં 3 ટકાની છૂટ આપવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post