• Home
  • News
  • એકની ભૂલ બધાને ભારે પડી:કેદારનાથમાં મોબાઇલ પર પ્રતિબંધ, મહિલા બ્લોગરના પ્રપોઝલ વીડિયો પછી લેવાયો નિર્ણય
post

બદરીનાથમાં ટૂંક સમયમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-17 17:52:08

કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ છે. ભક્તો હવે મંદિર પરિસરમાં તસવીરો કે વીડિયો બનાવી શકશે નહીં. આ નિર્ણય બદરી-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) દ્વારા લેવામાં આવ્યો છે.

થોડા દિવસો પહેલાં એક મહિલા બ્લોગરે તેના બોયફ્રેન્ડને મંદિરની સામે પ્રપોઝ કર્યું હતું. આ વીડિયો વાયરલ થયા બાદ મંદિર પ્રશાસને નારાજગી વ્યક્ત કરી હતી. આ અંગે મંદિર સમિતિએ આ નિર્ણય લીધો છે.

ભક્તોને સાધારણ પોશાક પહેરીને મંદિરમાં આવવાનું પણ કહેવામાં આવ્યું છે. આ સાથે મંદિર પરિસરમાં તંબુ કે કેમ્પ ન લગાવવા સૂચના આપવામાં આવી છે. આદેશનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ
મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ બોર્ડ લગાવવામાં આવ્યાં છે, જેના પર લખ્યું છે કે મોબાઈલ ફોન સાથે મંદિર પરિસરમાં પ્રવેશશો નહીં. અહીં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તમે CCTV કેમેરાની દેખરેખ હેઠળ છો.

તાજેતરમાં મંદિરના ગર્ભગૃહમાં જતા પહેલાં ભક્તોના મોબાઈલ ફોન બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો, પરંતુ હવે સમગ્ર મંદિર પરિસરમાં જ મોબાઈલ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

બદરીનાથમાં ટૂંક સમયમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે
BKTC
પ્રમુખ અજેન્દ્ર અજયે કહ્યું કે આ એક ધાર્મિક સ્થળ છે, જ્યાં લોકો ખૂબ જ આસ્થા સાથે આવે છે. ભક્તોએ તેમનો આદર કરવો જોઈએ. તેમણે કહ્યું કે બદરીનાથ ધામમાંથી અત્યાર સુધી કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ ત્યાં પણ આવાં બોર્ડ લગાવવામાં આવશે.

હાલમાં જ વિશાખા નામની યુટ્યૂબર તેના પ્રેમી સાથે ભગવાન શંકરનાં દર્શન કરી રહી હતી. અચાનક તેણે પ્રેમીને લગ્ન માટે પ્રપોઝ કર્યું. છોકરાએ તેને લગ્ન માટે હા પાડી. આ સમગ્ર ઘટનાનો વીડિયો યુવતીએ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ મંદિરમાં રીલ બનાવવા સામે અવાજો ઊઠવા લાગ્યા હતા. લોકોએ કહ્યું કે કેદારનાથને એક સામાન્ય પર્યટન સ્થળની જેમ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. મંદિર સમિતિ દ્વારા આવા વીડિયો બનાવનારાઓ સામે કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post