• Home
  • News
  • ગુજરાત આયુર્વેદના તબીબો માટેના ઓનલાઈન રજિસ્ટ્રેશનનો કાર્યક્રમ, 200થી વધારે તબીબ જોડાશે
post

ગુજરાત આયુર્વેદ બોર્ડ દ્વારા ટ્રસ્ટ બનાવી તેની કમિટી બનાવી સોશિયલ સિક્યુરિટી સ્કીમ અને પ્રોફેશનલ પ્રોટેક્શન સ્કીમ પણ લોન્ચ કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-14 16:49:14

અમદાવાદ: ગુજરાત આયુર્વેદ અને યુનાની બોર્ડ દ્વારા તારીખ 16/ 8 /2021 સોમવારના રોજ બપોરે 12:30 કલાકે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અમદાવાદના ૨૦૦ જેટલા તબીબો ભાગ લેનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તબીબોને તાત્કાલિક રજિસ્ટ્રેશન કરી આપવામાં આવશે તેમજ રિન્યૂઅલની સ્લીપ તરત જ આપવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત આયુર્વેદ બોર્ડ દ્વારા ટ્રસ્ટ બનાવી તેની કમિટી બનાવી સોશિયલ સિક્યુરિટી સ્કીમ અને પ્રોફેશનલ પ્રોટેક્શન સ્કીમ પણ લોન્ચ કરવામાં આવશે.

આયુર્વેદના તબીબો માટે ઉત્તમ પ્રયાસ:

ગુજરાત આયુર્વેદ બોર્ડ દ્વારા તમામ ડોક્યુમેન્ટનું કોમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવશે. ડીજી લોકરમાં આ તમામ ડેટા સ્ટોર કરવામાં આવશે. જેને કારણે આવનારા સમયની અંદર વેરિફિકેશનની પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. બોર્ડ દ્વારા વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી છે તેમજ હવે તેને રિકન્સટ્રક્શન કરી તબીબો માટે મૂકવામાં આવશે. જેમાં તમામ તબીબોનો ડેટા ઉપલબ્ધ હશે તેમજ તબીબની વિગત સિંગલ ક્લિક દ્વારા મેળવી શકાશે.

ગુજરાત આયુર્વેદ બોર્ડ તબીબોના હિત માટે કટિબદ્ધ:

બોર્ડ એટ યોર ડોર સ્ટેપ  કાર્યક્રમ દ્વારા ગુજરાત આયુર્વેદ બોર્ડ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તબીબોના જિલ્લા મથકો પર જ રજિસ્ટ્રેશન રિન્યૂઅલ કરેલ છે. જેને કારણે તબીબોના મોટા ખર્ચ અને સમયનો બચાવ થયો છે. ગુજરાત આયુર્વેદ બોર્ડ નોંધાયેલા તબીબોના હિતો માટે અને તેમને ખોટી રીતે હેરાનગતિ ના થાય તેના માટે સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે .

કાર્યક્રમમાં કોણ-કોણ ઉપસ્થિત રહેશે:

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિતભાઇ શાહ, શહેર મહામંત્રીઓ,મેડિકલ ચિકિત્સા સેલના સંયોજક ડો. ધર્મેન્દ્રભાઈ ગજ્જર, ડો. અતુલભાઈ પંડ્યા,ડો.શીરીશ ભટ્ટ, ડો.વિષ્ણુભાઈ પટેલ, ડો.અનિલભાઈ પટેલ ,ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન ડો.હસમુખ સોની,આયુર્વેદ બોર્ડના તમામ સભ્યો, હોમિયોપેથિક કાઉન્સિલના ચેરમેન ડો.હરેશભાઇ પટેલ, ફાર્મસી કાઉન્સિલના ચેરમેન મોન્ટુભાઈ પટેલ,ABVPના પ્રદેશ અધ્યક્ષ ડો.સંજયભાઈ ચૌહાણ ,ગ્લોબલ આયુર્વેદ હબના ડાયરેક્ટર હિરેનભાઈ વ્યાસ તેમજ વિવિધ તબીબી એસોસીએશનના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમનો ઉદ્દેશ્ય:

આ કાર્યક્રમ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન લોન્ચ કરી હવે પછી 23,૦૦૦થી પણ વધુ તબીબોને ઓનલાઈન રજિસ્ટ્રેશન અને રિન્યૂઅલનો લાભ મળશે.આ કાર્યક્રમ કેપલર ફાર્માના સૌજન્યથી આયોજિત કરવામાં આવશે.

adv

Related News

post
post
post
post
post
post
post