• Home
  • News
  • 4 વર્ષ પહેલા માત્ર 1 જ MLAની જીત: આખરે એવુ તો શુ થયુ કે ભાજપ આ રાજ્યને લઈને છે આટલુ ઉત્સાહિત
post

ઓવૈસીની પાર્ટીની મદદથી TRS પાસે ગ્રેટર હૈદરાબાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સત્તા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-04 11:00:59

હૈદરાબાદ: ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી જીત્યા બાદ ભાજપ તેના આગામી મિશન પર લાગી ગયું છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ સિવાય બીજેપી એક માત્ર રાજ્ય તેલંગાણા પર નજર રાખી રહી છે. ભાજપને આ રાજ્યમાંથી ઘણી આશાઓ છે. આ જ કારણ છે કે 18 વર્ષ બાદ બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક તેલંગાણામાં થઈ રહી છે. 4 વર્ષ પહેલા જે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો માત્ર એક ધારાસભ્ય ચૂંટાયો હતો તો આખરે એટલું શું બદલાયું કે આ રાજ્યને લઈને ભાજપ એટલી આતુર થઈ ગઈ છે. શું છે ભાજપની રાજ્યમાં રણનીતિ? શું ભાજપ હંમેશા પડકારરૂપ રહેતો દક્ષિણના આ કિલ્લોને ભેદી શકશે

તેલંગાણાને લઈને ભાજપ શા માટે આટલું ઉત્સાહિત છે

ભલે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 6.30% જ મત મળ્યા હતા અને તેમનો એક જ ઉમેદવાર ધારાસભ્ય બની શક્યો હતો પરંતુ વિધાનસભાની ચૂંટણીના 6 મહિના પછી યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ચાર સાંસદો ચૂંટાયા હતા અને મતની ટકાવારી પણ વધીને 19%ને પાર કરી ગઈ હતી. આટલું જ નહીં લોકસભા ચૂંટણી બાદ પાર્ટીને અનેક પેટાચૂંટણીમાં પણ મોટી સફળતા મળી હતી. એક જીત જેણે ભાજપની ટોચની નેતાગીરીને ઉત્સાહિત કરી તે દુબ્બાકા વિધાનસભામાંથી એમ રઘુનંદન રાવની જીત હતી. 

દક્ષિણ ભારતના રાજકારણ પર નજર રાખનારા રાજકીય નિષ્ણાત અનુરાગ નાયડુએ જણાવ્યું કે, 'આજના સમયમાં ભાજપ રાજ્યમાં સૌથી મોટો વિરોધ પક્ષ બની ગયો છે. કેસીઆર અને ટીઆરએસ દ્વારા જે રીતે ભાજપ પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે તે સ્પષ્ટ છે કે, શાસક પક્ષને પણ લાગે છે કે ભાજપ રાજ્યમાં તેમને પડકાર આપી રહી છે. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં રાજ્ય ભાજપ માટે મોટી તક છે.

કોના પક્ષમાં જાતીય સમીકરણ?

તેલંગાણામાં બે મુખ્ય જાતિઓ છે. પ્રથમ જાતિ મુન્નારકપુ અને બીજી મોટી જાતિ રેડ્ડી છે. આ બંને જાતિના વોટબેંક 40% થી વધુ છે. આ ઉપરાંત વેલમા જ્ઞાતિનો પ્રભાવ પણ નકારી શકાય નહીં. મુખ્યમંત્રી કેસીઆરની પણ આ જ જાતિ છે. ભાજપ હવે રાજ્યમાં આગળ વધી રહ્યું છે. જ્યાં એક તરફ મુન્નારકપુ જ્ઞાતિના બંડી સંજયને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે તો બીજી તરફ જી કિશન રેડ્ડીને મંત્રી મંડળમાં સ્થાન આપી આ જાતિના વોટ બેંકોને પણ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

ઓવૈસી કેટલું મોટું ફેક્ટર બની શકે?

અનુરાગ નાયડૂએ જણાવ્યું કે, આમ તો ઔવેસીનો પ્રભાવ 7થી 10 વિધાનસભા અને 2 લોકસભા સીટો સુધી જ છે પરંતુ ભાજપ ઔવેસી દ્વારા સમગ્ર રાજ્યમાં માહોલ બનાવી શકે છે જેનો ફાયદો તેને વિધાનસભા ચૂંટણીમાં મળી શકે છે. ઓવૈસીની પાર્ટીની મદદથી TRS પાસે ગ્રેટર હૈદરાબાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સત્તા છે. 

કેસીઆર સામે શું છે પડકાર

જ્યારે કેસીઆર તેલંગાણાને રાજ્ય બનાવવા માટે આંદોલન કરી રહ્યા હતા ત્યારે ઈ ટલા રાજેન્દ્રાને તેનો જમણો હાથ કહેવામાં આવતા હતા. તેલંગાણાના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, કેસીઆરના પુત્ર કેટીઆરના વધતા પ્રભાવને કારણે તેમણે પાર્ટી છોડી દીધી હતી. જ્યારે ભાજપે તેમને વિધાનસભાની પેટાચૂંટણી લડાવી ત્યારે તેઓ મોટી જીત મેળવવામાં પણ સફળ રહ્યા હતા. ઈ ટલા રાજેન્દ્રાની રાજ્યના મોટા ઓબીસી નેતા તરીકે ગણતરી થાય છે. 

ભાજપ સામે શું છે પડકાર

સૌથી મોટો પડકાર એવી વ્યક્તિને શોધવાનો છે જે KCRની લોકપ્રિયતાને ટક્કર આપે. ઈ ટલા રાજેન્દ્ર, બાંડી સંજય, એમ રઘુનંદન રાવ જેવા કેટલાક વિકલ્પો પાર્ટી પાસે છે પરંતુ તેમાંથી કોઈ એકને પસંદ કરવા એ મોટો પડકાર સાબિત થશે. બીજી તરફ ભાજપનો પ્રભાવ માત્ર શહેરી અથવા અર્ધ-શહેરી વિસ્તારોમાં છે જ્યારે 119 બેઠકોની વિધાનસભામાં મોટાભાગની બેઠકો ગ્રામીણ વિસ્તારોમાં છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં જ ત્યાં પાર્ટીનો વિસ્તાર કરવો પડશે. તેમજ જે વોટ ભાજપની સાથે આવ્યા છે તે બધા ચંદ્ર બાબુ નાયડુની પાર્ટી ટીડીપીના વોટ છે. આંધ્ર પ્રદેશથી અલગ થયા બાદ તેલંગાણામાં ટીડીપીનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ ગયું હતું અને તેનો મોટો વોટ બેંક બીજેપી સાથે આવી ગયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post