• Home
  • News
  • રાજયસભામાં વિપક્ષે નારા લગાવ્યા, ખેડૂત વિરોધ કાળા કાયદા પરત લેવાની કરી માંગ; કાર્યવાહી બીજી વખત સ્થગિત
post

વિપક્ષી સાંસદોએ ખેડૂત વિરોધી કાળા કાયદાઓને પરત લેવા અંગે નારા લગાવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-02 11:13:52

કૃષિ કાયદાઓની વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનની અસર આજે સંસદમાં જોવા મળી. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષોએ રાજ્યસભામાં ખેડૂતોના મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. જોકે રાજ્યસભાના ચેરમેને આજે આ અંગે ચર્ચા કરવાથી ઈન્કાર કર્યો છે. તે પછી વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. બાદમાં વિપક્ષી સાંદોએ રાજ્યસભામાં નારેબાજી કરી હતી. સરકાર મુર્દાબાદના નારાની સાથે ખેડૂત વિરોધી કાળા કાયદાઓને પરત લેવાની માંગ સંસદમાં ગુજી ઉઠી હતી.

સવારે 11.30 સુધી કાર્યવાહી સ્થગિત
ખેડૂતોના મુદ્દે વિપક્ષો સંસદમાં સરકારને ઘેરવાની સંપૂર્ણ કોશિશ કરી રહ્યાં છે. ગઈકાલે બજેટ પછી આજે રાજ્યસભામાં વિપક્ષોએ કૃષિ કાયદાઓને ખેડૂત વિરોધી ગણાવતા જોરદાર નારેબાજી કરી હતી. કાર્યવાહી સ્થગિત થયા પછી સવારે 10.30 વાગ્યે ફરીથી ગૃહ ચાલુ થયું, વિપક્ષી સાંસદોએ કૃષિ કાયદા વિરોધી નારેબાજી શરૂ કરી હતી. હંગામાને જોતા સદનની કાર્યવાહી એક વખત ફરી સવારે 11.30 વાગ્યા સુધી સ્થિગત કરવામાં આવી છે.

રાજ્યસભામાં વિપક્ષે જોરદાર નારેબાજી કરી
ખેડૂતોના મુદ્દે રાજ્યસભામાં હંગામો થઈ રહ્યો છે. વિપક્ષી સાંસદોએ ખેડૂત વિરોધી કાળા કાયદાઓને પરત લેવા અંગે નારા લગાવ્યા હતા. આ પહેલા ઘણા વિપક્ષી દળોએ ખેડૂતોના મુદ્દે ચર્ચાની માંગ માટે નોટિસ આપી. જોકે રાજ્યસભાના ચેરમેન તરફથી આજે ચર્ચા માટે ઈન્કાર કરવામાં આવ્યો. તે પછી વિપક્ષી દળોએ સદનમાંથી વોકઆઉટ કર્યું અને શૂન્ય કાળ શરૂ થયો. તે પછી વિપક્ષી સાંસદ સદનમાં પરત આવ્યા અને ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવતા કૃષિ કાયદાઓને પરત લેવાની માંગ સાથે નારેબાજી કરી.

 

adv

Related News

post
post
post
post
post
post
post