• Home
  • News
  • 2024 સુધી વિપક્ષી નેતાઓ પર રેડ પડતી રહેશે: AAP ધારાસભ્યના ઘરે EDના દરોડા પર બોલ્યા સંજય રાઉત
post

જે વિપક્ષમાં છે તેમના પર ED, CBI, ITના દરોડા પડતા રહેશે: સંજય રાઉત

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-10 17:04:05

દિલ્હીમાં મની લોન્ડરિંગના એક કેસ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘરે આજે EDએ દરોડા પાડ્યા છે. આ મામલે પ્રતિક્રિયા આપતા ઉદિધવ બાલા સાહેબ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, 2024ની ચૂંટણી સુધી વિપક્ષના નેતાઓ પર EDના દરોડા પડતા રહેશે. મહારાષ્ટ્રમાં 10-12 લોકોના નામાનું લિસ્ટ ED પાસે છે. ED પાસે અજિત પવારનો કેસ હતો, એકનાથ શિંદે પર EDનો કેસ હતો. ઘણા નેતા જેલ ભેગા થવાના હતા પરંતુ હવે ED તેમને ત્યાં જઈ રહી છે? સંજય રાઉતે કહ્યું કે, વિપક્ષના પ્રમુખ નેતાઓ પર 2024 સુધી દરોડા પડતા રહેશે. જે વિપક્ષમાં છે તેમના પર ED, CBI, ITના દરોડા પડતા રહેશે. આ ચાલતું રહેશે.

આમ આદમી પાર્ટી ના નેતા સંજય સિંહની ધરપકડ બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે  AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘર પર દરોડા પાડ્યા છે. આજે EDની ટીમ સવારે ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચી હતી. ACBએ પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા વિરુદ્ધ દિલ્હી વક્ફ બોર્ડની કામગીરીમાં નાણાકીય ગેરરીતિ અને અન્ય ગોટાળાને લઈ કેસ નોંધ્યો હતો. EDએ આ કેસમાં અમાનતુલ્લા વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે કામ કરતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ભરતી કરવાનો આરોપ છે.

adv

Related News

post
post
post
post
post
post
post