• Home
  • News
  • વિવાદ:કારગિલ યુદ્ધ દરમિયાન 522 કરોડના દારૂગોળાની આયાત મામલે સૈન્ય સવાલોના ઘેરામાં, ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડે સૈન્યના દાવા ફગાવ્યા
post

સૈન્યનાં આંતરિક મૂલ્યાંકન આધારિત તથ્યો ટાંકીને ઘટસ્ફોટ કર્યો હતો કે 2014થી 2020 દરમિયાન ઓએફબીના દારૂગોળાથી 403 દુર્ઘટના સર્જાઈ, જેને કારણે 960 કરોડ રૂ.નું નુકસાન થયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 10:58:44

નબળી ગુણવત્તાના દારૂગોળાથી સૈન્યને થયેલા જાનમાલના નુકસાન અંગે ભાસ્કરના ઘટસ્ફોટ બાદ ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડે (ઓએફબી) તેના સૌથી મોટા ગ્રાહક સામે વળતો પ્રહાર કર્યો છે. ઓએફબીએ દાવો કર્યો કે દુર્ઘટનાઓ માટે તોપોનો ખોટી રીતે નિભાવ, ખામીયુક્ત ફાયરિંગ ડ્રિલ, શસ્ત્રમાં કરાયેલા ખોટા ફેરફાર અને ખામીયુક્ત એમ્યુનિશન ડિઝાઇન જેવાં કારણો હોઈ શકે છે. આ રીતે દારૂગોળાના સપ્લાયરે દુર્ઘટનાઓનું ઠીકરું સૈન્યના માથે ફોડ્યું છે.

 સૈન્યનાં આંતરિક મૂલ્યાંકન આધારિત તથ્યો ટાંકીને ઘટસ્ફોટ કર્યો હતો કે 2014થી 2020 દરમિયાન ઓએફબીના દારૂગોળાથી 403 દુર્ઘટના સર્જાઈ, જેને કારણે 960 કરોડ રૂ.નું નુકસાન થયું. તેટલી રકમથી 100 આર્ટિલરી ગન ખરીદી શકાય તેમ હતી. આ તથ્યો ફગાવતાં ઓએફબીએ સૈન્ય પર આકરો પ્રહાર કરતાં કહ્યું હતું કે જો ખરાબ દારૂગોળાનો તર્ક છે તો આ જ તર્ક કારગિલ યુદ્ધ વખતે આયાત કરાયેલા ક્રાસ્નોપોલ એમ્યુનિશન પર પણ લાગુ પાડવામાં આવે કે જેની કિંમત 522.44 કરોડ રૂ. હતી, જે રકમથી 55 આર્ટિલરી ગન ખરીદી શકાઈ હોત.

સૈન્ય પર ઓએફબીનો આ હુમલો ચોંકાવનારો છે, કેમ કે એની 41 ફેક્ટરીમાં બનતાં 80 ટકા ઉત્પાદનો અને દારૂગોળો સૈન્યને જ સપ્લાઇ કરાય છે. આ ઉત્પાદનોમાંથી હવાઇ દળ પાસે 6%, નૌકા દળ પાસે 2% અને કેન્દ્રીય દળો પાસે 4% ઉત્પાદનો જ જાય છે. કોર્પોરેટાઇઝેશનની તરફેણમાં તૈયાર કરાયેલા સૈન્યના આંતરિક રિપોર્ટથી રોષે ભરાયેલા ઓએફબીએ જવાનોની વર્દી અંગે કરાયેલા એ ઘટસ્ફોટનો કોઈ જવાબ નથી આપ્યો કે દરેક વર્દી પાછળ સૈન્યને કઈ રીતે 8,500 રૂ.થી વધુ નુકસાન થઇ રહ્યું છે.

દુર્ઘટનાઓમાં જવાનોના મોત અંગે ઓએફબીએ મુખ્યત્વે ડીઆરડીઓને જવાબદાર ગણાવતાં કહ્યું કે 2016માં પુલગાંવમાં એન્ટી ટેન્ક આઇએએનડી માઇનને કારણે વિસ્ફોટ થયો હતો, જેમાં 19 જવાન માર્યા ગયા હતા. બોર્ડે એમ પણ કહ્યું કે માત્ર 19 ટકા કિસ્સાઓમાં જ દુર્ઘટનાઓને ઓએફબી સાથે સંબંધ હતો. સૈન્યના સૂત્રોએ કહ્યું કે ઓએફબીનો આ રઘવાટ તેના કામકાજના કોર્પોરેટાઇઝેશનની મજબૂત પહેલનું પરિણામ છે, જે અંતર્ગત આગામી 5 વર્ષમાં આ મોટા સંગઠનનું ટર્નઓવર 30 હજાર કરોડ રૂ. થઇ જશે, જે હાલ માત્ર 12 હજાર કરોડ રૂ. છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post