• Home
  • News
  • કોરોના વાઈરસને કારણે ઓટીટી પ્લેટફોર્મની વ્યૂઅરશિપ 20 ટકા સુધી વધી
post

લોકડાઉન સ્થિતિમાં લોકો ઓનલાઈન વીડિયો કન્ટેન્ટ જોવાનું વધુ પસંદ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 11:20:56

નવી દિલ્હી: કોરોના વાઈરસના બચાવ માટે કંપનીઓ પોતાના સ્ટાફને ઘરેથી કામ કરવા કહી રહી છે. જેમાં નેટફ્લિક્સ, એમેઝોન, હોટસ્ટાર, જી5 જેવા ઓટીટી પ્લેટફોર્મની વ્યૂઅરશિપમાં 20 ટકા સુધીનો વધારો થયો છે. જેમાં દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મેટ્રો શહેરોનુ યોગદાન વધુ છે. ભારતીય ઓટીટી પ્લેટફોર્મના એક અધિકારીએ જણાવ્યા પ્રમાણે, કોરોના વાઈરસને લીધે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. જેના લીધે લોકો ઘરેબેઠા મોટાભાગનો સમય ઓનલાઈન વીડિયો કન્ટેન્ટ જોવા માટે ફાળવી રહ્યા છે. સામાન્યરીતે લોકો સવારે ઓફિસ અવર-જવર દરમિયાન મોબાઈલ પર ઓનલાઈન વીડિયો કન્ટેન્ટ જોતાં હતા. ઓટીટી પ્લેટફોર્મ જી5ની કનેક્ટેડ ડિવાઈસિઝનો વપરાશ વધ્યો છે.


નવા ગ્રાહકો સ્થિતિ સામાન્ય થયા બાદ પણ ઓનલાઈન વીડિયો કન્ટેન્ટ જોતા રહેશે
એક ચેનલના પ્રવક્તાએ જણાવ્યુ છે કે, છેલ્લા એક સપ્તાહથી ઘરેથી કામ કરનારની સંખ્યા વધી છે. અન્ય એક ઓટીટી પ્લેટફોર્મના અધિકારીએ જણાવ્યુ છે કે, જૂના એપિસોડ જોનારાની સંખ્યા વધી છે. જેમાં 15થી 20 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીઓને આશાવાદ છે કે, હાલમાં જોડાયેલા નવા ગ્રાહકો સ્થિતિ સામાન્ય થયા બાદ પણ ઓનલાઈન વીડિયો કન્ટેન્ટ જોતા રહેશે. હંગામા ડિજિટલ મીડિયાના ફાઉન્ડર અને સીઈઓ નીરજ રોય જણાવે છે કે, કર્મચારીઓની સુરક્ષા જોતાં મોટાભાગની કંપનીઓ અગાઉથી જ પોતાના કર્મચારીઓની ઘરેથી કામ કરવા મંજૂરી આપી ચૂકી છે. તેમજ ઘણી પ્રક્રિયામાં છે. 1થી 15 માર્ચ વચ્ચે હંગામા પ્લેની સ્ટ્રિમિંગમાં 20 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. જેમ-જેમ ઘરેથી કામ કરનારા લોકોની સંખ્યા વધશે તેમ-તેમ ઓનલાઈન વીડિયો કન્ટેન્ટ જોનારાની સંખ્યા પણ વધશે.


બપોરે 1થી 3 વાગ્યે ઓનલાઈન વીડિયો કન્ટેન્ટ વ્યૂઅર્સની સંખ્યા વધી
અગાઉ ઓનલાઈન વીડિયો કન્ટેન્ટનો સૌથી વધુ વપરાશ સવારના 8થી 10.30 વાગ્યા સુધી હતા. હવે તેમાં એક કલાકનો વધારો થઈ 11:30 કલાક થયો છે. બપોરે જમવાના સમયે 1થી 3 વાગ્યે ઓનલાઈન વીડિયો કન્ટેન્ટ વ્યૂઅર્સની સંખ્યા પણ વધી છે. વાયકોમ18 વૂટના સબસ્ક્રિપ્શન આધારિત પ્લેટફોર્મ વૂટ સિલેક્ટ મહિનાની શરૂઆતમાં લોન્ચ થયુ હતુ. જેના સબ્સક્રિપ્શનની માગ સતત વધી છે. વૂટ સિલેક્ટના હેડ ફેરજાદ પાલિયા જણાવે છે કે, સબસ્ક્રિપ્શનની સંખ્યા 60 દિવસમાં મળવાનો આશાવાદ હતો. પરંતુ તે માત્ર 10 દિવસમાં હાંસિલ કરી ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post