• Home
  • News
  • રૂપિયા 20 લાખ કરોડના પેકેજ પૈકી 13 લાખ કરોડ જારી કરાયા, હવે ફક્ત 7 લાખ કરોડના બ્રેકઅપની જાહેરાત થશે
post

પહેલુ રાહત પેકેજ સરકારે 1.70 લાખ કરોડનું જાહેર કર્યું ત્યારબાદ સતત RBIએ 5.20 લાખ કરોડનું પેકેજ જારી કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 09:01:00

મુંબઈ: કેન્દ્ર સરકારે કોવિડ-19નો સામનો કરવા માટે રૂપિયા 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે, આ પૈકી આશરે 13 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમા આશરે 5.60 લાખ કરોડના પેકેજની જાહેરાત નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે જાહેર કરી. જ્યારે બાકીના પેકેજ અગાઉ જ RBI અને સરકાર આપી ચુક્યા છે.

પાવર સેક્ટર અને MSME પર ફોકસ
બુધવારે જારી કરવામાં આવેલા પેકેજમાં નાણાં પ્રધાને TDS હેઠળ રૂપિયા 55000 કરોડની સુવિધાની જાહેરાત કરી તો PF મારફતે 25000 કરોડ રૂપિયાની સુવિધા આપી. આ હેઠળ પાવર સેક્ટરની કંપની માટે રૂપિયા 90,000 કરોડની જાહેરાત કરી છે. જ્યારે NBFC માટે રૂપિયા 30,000 કરોડ અને MSME માટે 3 લાખ કરોડ રૂપિયાના મોટા પેકેજની જાહેરાત કરી છે.

RBI TLTRO-2 મારફતે પેકેજ જારી કર્યું

આ અગાઉ રૂપિયા 7 લાખ કરોડના પેકેજ જે જારી કરી હતી તેમાંથી સરકારે રૂપિયા 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. આ ઉપરાંત 15 એપ્રિલના રોજ TLTRO-1 અંતર્ગત RBI દ્વારા એક લાખ કરોડના ફંડ જારી કરવામાં આવ્યા છે. તે હેઠળ બેન્કોના કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરવા માટે છે. તેની પાછળનો ઉદ્દેશ કેશના સંકટનો અંત કરવાનો હતો.

રૂપિયા 50,000 કરોડની રીફાઈનાન્સ સુવિધા આપવામાં આવી
17
એપ્રિલના રોજ આરબીઆઈએ TLTRO-2 હેઠળ રૂપિયા 50,000 કરોડની સુવિધા આપી છે. જ્યારે આ દિવસ 50,000 કરોડના સ્પેશ્યલ રિફાઈનાન્સની સુવિધા સિડબી, નાબાર્ડ, NHB વગેરે માટે આપવામાં આવી. RBI એ માર્ચ એપ્રિલ દરમિયાન એક લાખ કરોડ રૂપિયાની સુવિધા આપી. બે વેરિએબલ રેપો રેટ હેઠળ રૂપિયા 500 અબજ ની લિક્વિડિટીની સુવિધા પ્રદાન કરવામાં આવી.

20 કરોડ મહિલાઓના જનધન ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાયા
20
માર્ચના રોજ 100 અબજ ડોલરના સરકારી બોન્ડ RBIએ ખરીદ્યા, જેને લીધે લિક્વિડિટીને સરળ બનાવવામાં મદદ મળી. જોકે આ દરમિયાન RBIએ બેન્કો દ્વારા આપવામાં આવતા ડિવિડન્ડને અટકાવી કેટલાક પૈસા બેન્કો પાસે રાખવામાં આવેલ. પ્રાઈમરી બોન્ટ અંડરરાઈટરને 10 હજાર કરોડ સુધી વધારવામાં આવેલ. 30 હજાર કરોડના ઓએમઓની ખરીદી કરી. 16 દિવસના વેરિએબલ રેટ રેપો પર ટ્રિલિયન રૂપિયા જારી કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારે 80 કરોડ લોકોને 5-5 કીલો ઘઉં અથવા ચોખા અને એક કીલો દાળ આપી, જેથી 20 કરોડ મહિલાઓના ખાતામાં રૂપિયા 500 દરેક મહિને આપવામાં આવ્યા, જે જૂન મહિનામાં સુધી જારી રહેશે.
હેલ્થકેર માટે જારી કરવામાં આવ્યા રૂપિયા 15000 કરોડ

50 લાખ રૂપિયાના હેલ્થ ઈન્સ્યોરન્સ પણ આ દરમિયાન રજૂ કરવામાં આવ્યો. તે હેઠળ હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત રાખવા માટે રૂપિયા 15,000 કરોડની ફાળવણી કરી હતી. UBSના એક અહેવાલ પ્રમાણે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી અત્યાર સુધી RBIએ લિક્વિડિટી સપોર્ટમાં આશરે 5.2 લાખ કરોડનો ખર્ચ કર્યો છે. તે હેઠળ જોવા જઈએ તો રૂપિયા 20 લાખ કરોડનું પેકેજમાંથી રૂપિયા 13 લાખ કરોડ જારી કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post