• Home
  • News
  • ભારતમાં ઓમિક્રોનનો કહેર:કુલ 38 દર્દીમાંથી 20 સાજા થઇને ઘરે જઇ ચૂક્યા છે; નવો વેરિયન્ટ ચંદીગઢ, આંધ્ર અને કેરળ પણ પહોંચ્યો
post

પહેલી-બીજી લહેરમાં વધુ દર્દીઓવાળા રાજ્યોમાં ઓમિક્રોન પહોંચી ચૂક્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-13 11:30:35

દેશમાં ઓમિક્રોન સંક્રમણના નવા દર્દી મળવાનો સિલસિલો જારી છે. રવિવારે ચંદીગઢ, આંધ્ર અને કેરળમાં પણ ઓમિક્રોનના પ્રથમ દર્દી મળ્યા જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 1-1 દર્દી વધ્યા. આમ, ઓમિક્રોનના દર્દીવાળા રાજ્યો 8 થયા છે જ્યારે ઓમિક્રોનના કુલ દર્દી 38 થયા છે. ઇટાલીથી 22 નવેમ્બરે સંબંધીને મળવા ચંદીગઢ ​​​​​​​આવેલો 20 વર્ષનો યુવક ઓમિક્રોન સંક્રમિત થયાની શનિવારે રાત્રે પુષ્ટિ થઇ હતી. તે ઇટાલીમાં ફાઇઝરની વેક્સિનના બંને ડોઝ લઇ ચૂક્યો છે અને તેને હળવા લક્ષણો છે.

છેલ્લા 11 દિવસથી અગમચેતીરૂપે હોસ્પિટલમાં દાખલ છે જ્યારે આયરલેન્ડથી મુંબઇ અને પછી આંધ્રના વિશાખાપટ્ટનમ પહોંચેલો 34 વર્ષનો વિદેશી નાગરિક પણ ઓમિક્રોન સંક્રમિત થયો છે. તેણે મુંબઇમાં ટેસ્ટ કરાવ્યો ત્યારે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેને 27 નવેમ્બરે વિશાખાપટ્ટનમ જવા મંજૂરી અપાઇ, જ્યાં તેણે કરાવેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જોકે, તે એસિમ્પ્ટોમેટિક છે. 11 ડિસેમ્બરે ફરી ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે. યુકેથી કેરળ પરત ફરેલી એક વ્યક્તિ પણ સંક્રમિત જણાય છે. રવિવારે મળેલા ત્રણેય નવા દર્દીની હાલત સ્થિર છે.

8 રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશમાં દર્દી મળ્યા

રાજ્ય

દર્દી

મહારાષ્ટ્ર

18

રાજસ્થાન

9

કર્ણાટક

3

ગુજરાત

3

દિલ્હી

2

આંધ્ર

1

ચંદીગઢ

1

·         ​​​​​​​દેશમાં ઓમિક્રોનનો પહેલો દર્દી કર્ણાટકમાં મળ્યો.

·         મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 18 દર્દી.

·         પહેલી-બીજી લહેરમાં વધુ દર્દીઓવાળા રાજ્યોમાં ઓમિક્રોન પહોંચી ચૂક્યો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post