• Home
  • News
  • 'લાલ સિંહ ચઢ્ઢા' સામે આક્રોશ:આમિર ખાનની ફિલ્મનો બોયકોટ કરવાની માગણી, બોક્સ ઓફિસ પર અસર થશે?
post

આમિરે આગળ કહ્યું હતું કે એવું નથી કે ફિલ્મ નથી ચાલી. 'ગુંગબાઈ કાઠિયાવાડી', 'ભુલભુલૈયા 2', 'કાશ્મીર ફાઇલ્સ', 'પુષ્પા' જેવી ફિલ્મ ચાલી જ છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-01 19:46:12

આમિર ખાન ચાર વર્ષ બાદ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે. આમિર ખાનના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો બીજી બાજુ સો.મીડિયામાં આ ફિલ્મને બોયકોટ કરવાનો ટ્રેડ પણ જોવા મળ્યો છે. સો.મીડિયામાં આ ટ્રેન્ડ થતાં જ આમિર ખાને પણ આ અંગે વાત કરી હતી. આમિરે કહ્યું હતું કે કેટલાક લોકોને લાગે છે કે તે દેશને પ્રેમ કરતો નથી, પરંતુ આ વાત સાચી નથી. આ રીતના ટ્રેન્ડ જોઈને તે દુઃખી થયો હતો.

ફિલ્મ ના જોવાની અપીલ કરવામાં આવી
સો.મીડિયામાં #BoycottLaalSinghChaddha ટ્રેન્ડ કરી રહ્યું છે. આમિર ખાન તથા કરીના કપૂરની આ ફિલ્મ ના જોવાની અપીલ કરવામાં આવી છે. આમિર તથા કરીનાનાં જૂનાં નિવેદનોને યાદ કરીને હવે સો.મીડિયા યુઝર્સે આ ફિલ્મ જોવાની ના પાડે છે.

યુઝર્સ કેમ ગુસ્સામાં છે?
સો.મીડિયામાં એક યુઝરે કહ્યું હતું, 'તારી પત્ની (કિરણ રાવ)એ કહ્યું હતું કે ભારતમાં તે સુરક્ષિત નથી. તો તું કેમ હવે અહીં ફિલ્મ રિલીઝ કરે છે?' અન્ય એકે કહ્યું હતું કે તેં દરેકને અપીલ કરે છે મહેનતની કમાણી 'લાલ સિંહ ચઢ્ઢા' પાછળ ખર્ચ કરવામાં ના આવે. સમય આવી ગયો છે કે આ નેપો કિડ્સ, ડ્રગ્સ લેનારા તથા માફિયાઓનો બોયકોટ કરવામાં આવે. તે કહેવા માગે છે કે પૈસા જરૂરિયાતમંદ લોકો પર ખર્ચ કરવામાં આવે. વર્ષો પહેલાં આમિર ખાને જ કહ્યું હતું કે શિવલિંગ પર દૂધ ચઢાવવાનું યુઝલેસ છે. તો કરીનાએ કહ્યું હતું કે તેમની ફિલ્મ ના જોશો, કોઈ ફોર્સ કરતું નથી.

હવે આ જ નિવેદનને કારણે ફિલ્મને બોયકોટ કરવાની માગણી ઊઠી છે. યુઝર્સે આમિર ખાન પર હિંદુ સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ મૂક્યો છે. કેટલાક યુઝર્સે કહ્યું હતું કે આમિરની આ ફિલ્મ જોવી એના કરતાં તો 'ફોરેસ્ટ ગમ્પ' જોઈ લેવી જોઈએ.

બોક્સ ઓફિસ પર સંકટ ઊભું થશે?
સો.મીડિયામાં યુઝર્સનો આક્રોશ જોઈને આમિરની ફિલ્મની કમાણી પર અસર પડશે કે નહીં એ અંગે ચર્ચા થવા લાગી છે. આ આક્રોશ ફિલ્મનો બિઝનેસ ઘટાડે છે કે નહીં એ તો 11 ઓગસ્ટે ખબર પડશે, પરંતુ હાલમાં મેકર્સ નેગેટિવ ટ્રેન્ડને કારણે ચિંતામાં છે. 11 ઓગસ્ટે અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષાબંધન' પણ રિલીઝ થવાની છે.

આમિર ખાને શું કહ્યું?
આમિર ખાન ફિલ્મની બોયકોટની ડિમાન્ડથી મુશ્કેલી અનુભવી રહ્યો છે. તેણે આ અંગે પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું હતું કે એક ફિલ્મને બનાવવામાં ઘણી જ મહેનત કરવી પડે છે. માત્ર એક્ટરની જ નહીં, પરંતુ ઘણા લોકોની લાગણી ફિલ્મ સાથે જોડાયેલી હોય છે. ફિલ્મ જોયા બાદ દર્શકોને પંસદ કે નાપસંદ કરવાનો પૂરો અધિકાર છે.

તેણે વધુમાં કહ્યું હતું કે ફિલ્મ રિલીઝ પહેલાં આ પ્રકારની બાબતો દુઃખ પહોંચાડે છે. ખબર નહીં, લોકો આવું કેમ કરી રહ્યા છે. તે માને છે કે કેટલાક લોકોને એવું લાગે છે કે તે દેશને પ્રેમ કરતો નથી, પરંતુ તે એ લોકોને કહેવા માગે છે કે તે જેવું વિચારે છે એ સાચું નથી. તે દેશને પ્રેમ કરે છે અને દેશવાસીઓને પણ. તે અપીલ કરવા માગે છે કે મહેરબાની કરીને ફિલ્મને બોયકોટ ના કરો અને થિયેટરમાં જઈને જુઓ.

બોક્સ ઓફિસ પર ફિલ્મની નિષ્ફળતા અંગે શું કહ્યું?
આમિરે આગળ કહ્યું હતું કે એવું નથી કે ફિલ્મ નથી ચાલી. 'ગુંગબાઈ કાઠિયાવાડી', 'ભુલભુલૈયા 2', 'કાશ્મીર ફાઇલ્સ', 'પુષ્પા' જેવી ફિલ્મ ચાલી જ છે. 'પુષ્પા'નું ઓપનિંગ કલેક્શન માત્ર એક કરોડ જ હતું, પરંતુ વર્ડ ઑફ માઉથને કારણે ફિલ્મ ચાલી. કોવિડને કારણે ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર ઝડપથી આવવા લાગી છે. તેની ફિલ્મ છ મહિના સુધી ડિજિટલ પ્લેટફોર્મ પર આવતી નથી.

સાઉથ વર્સિસ બોલિવૂડ અંગે પણ કહ્યું
સાઉથ વર્સિસ બોલિવૂડ અંગે વાત કરતાં આમિર ખાને કહ્યું હતું કે દરેક આર્ટિસ્ટ ઈચ્છે છે કે તેની ફિલ્મ આખો દેશ જુએ. તેઓ ઘણા સમયથી તેની ફિલ્મ તમિળ તથા તેલુગુમાં ડબ કરે છે. જોકે જે રીતે સાઉથની ફિલ્મે બોલિવૂડ પર ક્રોસઓવર કર્યું છે એ રીતે હિંદી ફિલ્મ ત્યાં પહોંચી શકી નથી. આ ઘણા સમયથી શક્ય બન્યું નથી. આશા છે કે આ વખતે આવું થાય.

ટોમ હેંક્સ અંગે પણ વાત કરી
આમિર ખાન હોલિવૂડ એક્ટર ટોમ હેંક્સ જેવો લાગે છે, એમ કહેવાય છે. આ અંગે આમિરે કહ્યું હતું કે ઘણીવાર તેને આ વાત કહેવામાં આવતી હતી. જ્યારે તે તેની જ ફિલ્મ કરી રહ્યો હતો ત્યારે તેણે આ વાત ઓબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેને આવું લાગ્યું નહોતું. તેને લાગે છે કે બંને ઘણા જ અલગ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post