• Home
  • News
  • બોર્ડર પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ:જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એલઓસી પર પકિસ્તાને સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન , સેનાના અધિકારી શહીદ
post

પાકિસ્તાન આ વર્ષે 2700થી વધુ વખત સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-02 11:45:01

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરિંગમાં સેનાના એક જુનિયર અધિકારી શહીદ થયા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના સૂત્રો દ્વારા જાણકારી મળી છે. રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરમાં પાકિસ્તાને ફરીથી એલઓસી પર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.

3 દિવસ પહેલા, એલઓસી પર પાકિસ્તાનના ફાયરિંગમાં એક સૈન્ય અધિકારી શહીદ થયા હતા. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના રાજૌરીના નૌશેરામાં એલઓસી પર યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. ભારતીય સેનાના પીઆરઓ લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં સેનાના અધિકારી રાજવિંદરસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા શહીદ થયા હતા.

પાકિસ્તાન આ વર્ષે 2700થી વધુ વખત સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન

પાકિસ્તાને આ વર્ષે 2700થી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ગત વર્ષે આ સંખ્યા 3,168 અને વર્ષ 2018માં 1,629 હતી. આ દરમિયાન 21 નાગરિકોના મોત થયા હતા, જ્યારે 94 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

બડગામમાં આતંકીઓના 4 મદદનીશોની ધરપકડ

સેનાએ અને બડગામ પોલીસે લશ્કર-એ -તૈયબાના 4 મદદનીશોની ધરપકડ કરી છે. જેમણે સેનાના સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓને છુપાવ્યા હતા. તેમની પાસેથી AK-47 ના 24 રાઉન્ડ અને 5 ડિટોનેટર્સ મળી આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post