• Home
  • News
  • પાંડેસરાના ડી-માર્ટમાં પેકેજિંગ કરતો યુવક પોઝિટિવ આવતા ગ્રાહકો સહિત 3072 લોકોને હોમ કોરોન્ટાઇન કરાયા
post

ડી-માર્ટ બંધ, સિવિલમાં વધુ 23 શંકાસ્પદ કેસ બહાર આવ્યા, તપાસ કરાતા 21નો રિપોર્ટ નેગેટીવ આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-02 10:13:45

સુરત. શહેર અને જિલ્લામાં બુધવારે કોરોનાનાં વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા છે. પાંડેસરાનાં ડીમાર્ટ મોલમાં પેકેજીંગનું કામ કરતા યુવકને શંકાસ્પદ લક્ષણો જણાતા સિવિલમાં દાખલ કરતા રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેવી જ રીતે જિલ્લામાં સચિનની મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બમરોલીમાં રહેતો 22 વર્ષીય યુવક પાંડેસરાના ડીમાર્ટમાં કામ કરે છે. મંગળવારે તેને શરદી ખાંસી તાવની અસર જણાતા સિવિલ ખસેડાયો હતો. જ્યાં શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ મોકલાયા હતા.જેમાં યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે સચિનની 36 વર્ષીય મહિલામાં પણ શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર માટે સિવિલમાં આવી હતી. જ્યાં તેના પણ સેમ્પલ તપાસ માટે લેવાયા હતા. જેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 



6 વ્યક્તિના રિપોર્ટ પેન્ડિંગ
આજે સામે આવેલા બન્ને પોઝિટિવ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને કોનો ચેપ લાગ્યો તેની પણ જાણ નથી. જેથી બંને કેસ લોકલ ટ્રાન્સમિશન હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક 12 થયો છે. શહેરમાં બુધવારે વધુ 23 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાંથી 21 નો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. હાલ 6 વ્યક્તિના રીપોર્ટ પેન્ડિંગ છે.


કોરોના કમ્યુનિટિમાં ફેલાયો, 12માંથી 4ની ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી
એક્સપર્ટ કહે છે કે, હવે સુરતમાં કોરોના કમ્યુનિટિમાં ફેલાઈ ગયો છે. સુરત શહેર-જિલ્લામાં જે 12 પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમાંથી 4ની તો ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી. એટલે અન્ય કોઇ કોરોના ઇન્ફેક્ટેડ એવા કેરિયરે આ ચેપ ફેલાવ્યો છે. અન્ય લોકોને પણ તે ચેપ લાગી રહ્યો છે. એટલે કે આપણે કોરોનાના સ્ટેજ-1 બાદ સ્ટેજ-2 અને હવે સ્ટેજ-3માં પ્રવેશી રહ્યા છે.


એંમએમએસ કરીને હોમ કોરોન્ટાઇન રહેવા સૂચના
એક વીકમાં ડિમાર્ટમાં આવેલા 1493 ગ્રાહકો મળી 3072 લોકોને SMS કરી કડક સૂચના આપી છે.


યુવકના માતા-પિતા સહિત 5 કોરોન્ટાઇન
યુવકના માતા પિતા તેમજ ડીમાર્ટના 3 કર્મચારીઓ સહિત હાલ 5 ને કોરોન્ટાઇન કરાયા છે.


કોરોનામાં બે શકમંદના મોત, રિપોર્ટ નેગેટિવ
ડિંડોલીમાં 68 વર્ષની વૃદ્ધા અને ચૌટાબજાર નજીક રહેતો 37 વર્ષના યુવકનું કોરોના શંકાસ્પદમાં મોત થયું હતં. જોકે, તેમના મોત બાદ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતના શ્વાસ લીધા હતા.


ડી માર્ટ મોલને બંધ કરી દેવાયો

પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, મોલના કર્મચારીને પોઝિટિવ રિપોર્ટ આવતા મોલને બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે. સાથે જ મોલમાં છેલ્લા દિવસોમાં ખરીદી કરવા આવનારા 1400 લોકોને પણ હોમ ક્વોરન્ટીનમાં રહેવા માટે મેસેજ કરવામાં આવ્યાં છે.સાથે જ મોલમાં આવેલા લોકો કર્મચારીઓ સહિતના કુલ 1569 લોકોને હોમ ક્વોરન્ટીન કરાશે તેમ કમિશનરે વધુમાં ઉમેર્યું હતું.


સ્મીમેરના મલ્ટિલેયર પાર્કિંગમાં 200 બેડનો કોરોના આઇસોલેશન વોર્ડ બનશે
શહેરમાં કોરોના પોઝિટીવ દર્દીની સંખ્યાનો આંકડો 10 ઉપર પહોંચી ગયો છે. કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટીલેવલ પાર્કિંગમાં 200 બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવાની જાહેરાત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કરી છે. કમિશનરે કહ્યું કે, સ્મીમેરમાં 220 બેડનો નવા આઇસોલેશન વોર્ડ તો ઉભા કરવામાં આવનાર છે. જેમાંથી 150 બેડની વ્યવસ્થા થઇ ગઇ છે. મલ્ટીલેવલ પાર્કિંગમાં એકસ્ટ્રા 200 બેડનો આઇસોલેશન વોર્ડ ઉભો કરાશે. આ માટે તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. આજે બુધવારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને મેયર ડો.જગદીશ પટેલે સ્મીમેર હોસ્પિટલમાં રાઉન્ડ લઇ નિરીક્ષણ કર્યું હતું. શહેરમાં જરૂરિયાતમંદો માટે ભોજનની વ્યવસ્થા પૂરી પાડવા 192 એનજીઓ સરકારને સહયોગ કરી છે. આ  સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા જેમાં દૈનિક 2.73 લાખ લોકોને સવાર-સાંજ ફુડ પેકેટ તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલું જ નહીં કોઇ જગ્યાએ ભોજનની જરૂરિયાત હોઇ તો અક્ષયપાત્ર ફાઉન્ડેશનના રેટ મુજબ ભોજનની વ્યવસ્થા કરવા કમિશનરે સૂચના આપી છે.


મહિલા ઝાંસીથી આવી હતી

સુરતના રૂરલ વિસ્તારમાં વધુ એક 36 વર્ષીય મહિલાનો કેસ પોઝિટિવ નોંધાયો છે. જેથી જિલ્લા વિસ્તારમાં આ બીજો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ચોર્યાસી તાલુકાની મહિલાને હાલ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાઈ છે. આ મહિલા મધ્યપ્રદેશના ચાંદેર અને ઉત્તરપ્રદેશના ઝાંસીથી આવી હતી.


તમામને ક્વોરન્ટીન કરાયાઃ પોલીસ કમિશનર

દિલ્હી તબ્લિક જમાતના કાર્યક્રમમાં સુરતના 72 વ્યક્તિઓ ગયા હોવાની યાદી મળી હતી. તપાસ કરતા તેમાંથી માત્ર એક જ વ્યક્તિ ગયો હોવાનો સુરત પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટે કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી તબ્લિક જમાત કાર્યક્રમ હતો તે વિસ્તારમાં સુરતના 72 લોકો પણ ગયા હતા. જેમાંથી એક જ વ્યકિત તબ્લિક જમાતના કાર્યક્રમમાં સામેલ થયો હતો. હાલ તમામને શોધી કાઢવામાં આવ્યા છે. 71 લોકો વેપારીઓ છે. તમામને હોમ ક્વોરન્ટીન કરાયા છે.


ગેર સમજ દૂર કરવાની જરૂર હતીઃ પોલીસ કમિશનર

પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, દિલ્હીથી 72 લોકોની યાદી આવી હતી. જેમાં મોબાઈલ સર્વેલન્સના કારણે નિઝામુદ્દીન મરકજમાં હાજર લોકોની યાદી આવી હતી. ગેર સમજ દૂર કરવાની જરૂર હતી. 72માંથી 71 વેપારીઓ હતા જ્યારે અન્ય એક જ તબ્લિક જમાતના કાર્યક્રમમાં જોડાયો હતો. જે પૈકીના કેટલાકને ક્વોરન્ટીન કરાયા તે સાવચેતીનું પગલું છે. હાલ પોલીસ તપાસનો વિષય છે એ કામ કરી રહ્યું છે.

લોકો રાસન લેવા ઉમટી પડ્યા

આજથી રાસન કાર્ડધારકોને સસ્તા અનાજની દુકાન પર રાસન આપવાની શરૂઆત કરવામાં આવી છે. સવારથી લોકો રાસન લેવા ઉમટી પડ્યા છે. જ્યારે દવાના છંટકાવ માટે રાજકોટથી મશિન લાવવામાં આવ્યું છે. જેથી સુરતમાં ઝડપથી સેનિટાઈઝની કામગીરી થશે.


મૃતક 83 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ નેગેટિવ આવતા રાહત

ભટાર વિસ્તારમાં રહેતા 83 વર્ષીય વૃદ્ધને શંકાસ્પદ લક્ષણો જણાતા ગત રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દરમિયાન વૃદ્ધનો રિપોર્ટ આવે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. જોકે, ત્યારબાદ તેમનો રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી હતી. 


વધુ એક પોઝિટિવથી આકંડો 10 થયો

સિંગણપોરમાં રહેતો 29 વર્ષીય યુવક હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. 29 ફેબ્રુઆરીએ તે દુબઇથી આવ્યો હતો. 15, 16 અને 17 માર્ચે ઘોડદોડ રોડ રહેતા પોઝિટિવ દર્દીના સંપર્કમાં રહ્યો હતો. સોમવારે તેને શંકાસ્પદ લક્ષણો જણાતા સ્મીમેરમાં દાખલ  કરાયો હતો. આ યુવકનો મંગળવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે મંગળવારે કુલ 19 શંકાસ્પદ દર્દીઓ પણ સામે આવ્યા હતા. જ્યારે ગઈકાલના પેન્ડિંગ 4 સહિત કુલ 23 માંથી 17નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ 6 વ્યકિતના રિપોર્ટ પેન્ડિંગ છે.


પરિવારના સભ્યો સહિત 13 ક્વોરન્ટીન

સિંગણપોરના 29 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઘોડદોડ રોડ કરીમાબાદના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આ યુવક આવ્યો હતો. કરીમાબાદના યુવકે જે તે સમયે તેની હિસ્ટ્રીમાં આ યુવકની માહિતી આપી ન હતી. જેથી તેને ક્વોરન્ટીન પણ કરી શકાયો ન હતો. આ યુવક અનેક લોકોના સંપર્કમાં આવ્યો હોવાની પગલે આરોગ્ય વિભાગે હાલ પરિવારના સભ્યો સહિત 13ને ક્વોરન્ટીન કર્યાં છે.


રાંદેરમાં માસ ક્વોરન્ટીન-પાલિકા કમિશનર

પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાંદેરમાં ગઈકાલે મળેલા પોઝિટિવ કેસને લઈને તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી તેમના રહેઠાણ આસપાસ એક કિલોમીટર વિસ્તારને ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે. સાથે જ બેરીકેટ પણ મુકાશે અને રેડ ફ્લેગ પણ લગાવવામાં આવશે. 


દિલ્હી 76 સુરતીઓ ગયા હતાં

પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે, દિલ્હી 76 સુરતીઓ ગયા હતાં આ લોકોમાં પણ કોરોનાનો ચેપ હોય શકે છે માટે આ તમામ લોકોને હાલ શોધવાની કામગીરી ચાલી રહી છે. લોકોને વિનંતી કરતાં કમિશનરે કહ્યું કે, આ લોકો આપની આસપાસ હોય તો આપ માહિતી આપી શકો છો જેથી કોરોનાનો ચેપ ન ફેલાય.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post